ETV Bharat / city

CDS બિપિન રાવતના નિધનને લઈને હડતાલ 7 દિવસ મોકૂફ, સરકાર જીનોમ સિક્વન્સીંગ માટે નવું મશીન ખરીદશે

author img

By

Published : Dec 9, 2021, 9:04 PM IST

રાજ્યના અનેક જિલ્લાઓમાં જઈને ડોક્ટર દ્વારા નિમણૂક માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આજે કેન્દ્ર સરકારની આગેવાની હેઠળ કેન્દ્રીય ડોકટર એસોસિએશન દ્વારા હડતાલ મોકૂફ (Doctors Strike Postponed in Gujarat) રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બિપિન રાવત (CDS Bipin Rawat)ના નિધનના કારણે કેન્દ્રીય ડોકટર એસોસિએશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત જે રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને જીવન શિક્ષણ ફરજિયાત થયું છે, ત્યારે રાજ્ય સરકારે નવા જીનોમ સિક્વન્સીંગ મશીન માટેની મંજૂરી આપી દીધી છે.

CDS બિપિન રાવતના નિધનને લઈને હડતાલ 7 દિવસ મોકૂફ, સરકાર જીનોમ સિક્વન્સીંગ માટે નવું મશીન ખરીદશે
CDS બિપિન રાવતના નિધનને લઈને હડતાલ 7 દિવસ મોકૂફ, સરકાર જીનોમ સિક્વન્સીંગ માટે નવું મશીન ખરીદશે

  • જુનિયર રેસિડેન્ટ હડતાલ મોકૂફ રાખવા
  • કેન્દ્રીય ડોકટર એસોસિએશનની જાહેરાત
  • CDS બિપિન રાવતના નિધનને લઈને હડતાલ મોકૂફ

ગાંધીનગર: રાજ્યના અનેક જિલ્લાઓમાં જઈને ડોક્ટર દ્વારા નિમણૂક માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આજે કેન્દ્ર સરકારની આગેવાની હેઠળ કેન્દ્રીય એસોસિએશન દ્વારા હડતાલ મોકૂફ (Doctors Strike Postponed in Gujarat) રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે (Rushikesh patel on bipin rawat death) વધુમાં જણાવ્યું હતું કે, બિપિન રાવત (CDS Bipin Rawat)ના નિધનના કારણે કેન્દ્રીય ડોકટર એસોસિએશન દ્વારા આ નિર્ણય (Doctors Strike Postponed due to death of CDS Bipin Rawat ) કરવામાં આવ્યો છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે 63 હજારના માસિક પગારથી જુનિયર ડોક્ટરની ટેમ્પરરી નિમણૂક કરવામાં આવી છે.

543 ડોકટરની કરાઈ નિમણૂક

રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અંદાજે 543 તબીબોને રૂપિયા 63,000 પગાર સાથે નિમણૂક આપવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમિત નિમણૂંક ના આદેશ કરવામાં આવશે. જ્યારે તબીબોના વ્યાજબી પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર જ હોય છે. ત્યારે તબીબોએ પણ માનવીય અભિગમ થકી નાગરિકોની સેવામાં જોડાઈ જવું જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાલી રહેલ રેસીડન્ટ તબીબોની હડતાળ (gujarat resident doctors strike) એક અઠવાડિયા સુધી સ્થગિત કરવામાં આવી છે. તેને પણ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે આવકારી હતી.

CDS બિપિન રાવતના નિધનને લઈને હડતાલ 7 દિવસ મોકૂફ, સરકાર જીનોમ સિક્વન્સીંગ માટે નવું મશીન ખરીદશે

કેન્દ્રીય આરોગ્યપ્રધાન લાવશે ઉકેલ

ડોક્ટર એસોસિએશન દ્વારા આ બાબતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સાથે પણ ચર્ચા થઈ રહી છે અને ટૂંક જ સમયમાં આપનો ઉકેલ આવશે તેવું નિવેદન પણ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે આપ્યું હતું. એડમિશનની પ્રક્રિયા માટે દેશભરમાં રેસિડન્ટ તબીબનો વધુ પડતા કામના ભારણ સાથે વિરોધ કરી રહ્યા છે, તે બાબતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સાથે તેમના એસોસિએશન FORDA દ્વારા વાત ચાલી રહી છે, ઉપરાંત બિપિન રાવતના નિધનના પરિણામે એસોસિએશન દ્વારા રેસિડન્ટ તબીબની હડતાળ એક અઠવાડિયા માટે સ્થગિત કરવાનો નિર્ણય પણ કર્યો, જે આવકાર્ય છે..

ગુજરાતમાં જીનોમ સિક્વન્સીંગ માટે નવુ મશીન આવશે

રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, જે રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને જીવન શિક્ષણ ફરજિયાત થયું છે, ત્યારે રાજ્ય સરકારે નવા જીનોમ સિક્વન્સીંગ મશીન માટેની મંજૂરી આપી દીધી છે. 15 કરોડની આસપાસનું નવું મશીન અમેરિકાથી ખરીદવામાં આવ્યું છે અને જે ટૂંક સમયમાં જ ગુજરાત ખાતે આવી પડશે જેથી ગુજરાતમાં જીનોમ સિક્વન્સીંગ એ થઈ જશે આમ નવા જીનોમ સિક્વન્સીંગ મશીનથી તાત્કાલિક ધોરણે રિપોર્ટ મેળવી શકાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય દિવસથી જેટલા પણ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે તે તમામના જીનોમ સિક્વન્સીંગ કરવામાં આવી રહ્યા છે.

આ પણ જાણો: CDS Bipin Ravat આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ પૂરી ઘટના વિશે જાણો

આ પણ જાણો: Bipin Rawat Chopper Crash: ભારત અને યુએસ સંરક્ષણ ભાગીદારીના મજબૂત સમર્થક હતા: અમેરિકા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.