ETV Bharat / city

માસ પ્રમોશનથી અસંતુષ્ટ 12 વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 38 પાસ, 11 ગેરહાજર

author img

By

Published : Aug 26, 2021, 5:42 PM IST

માસ પ્રમોશનથી અસંતુષ્ટ 12 વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
માસ પ્રમોશનથી અસંતુષ્ટ 12 વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર

કેન્દ્ર સરકારની સુચના પ્રમાણે રાજ્ય સરકારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. ત્યારે માસ પ્રમોશન આપવામાં આવેલા વિદ્યાર્થીઓમાં કુલ 65 જેટલા વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હતા. આ વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગના હુકમ પ્રમાણે માર્કશીટ જમા કરાવીને ફરીથી પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 54 વિદ્યાર્થીઓમાંથી 38 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

  • માસ પ્રમોશનથી નારાજ વિધાર્થીઓનું પરિણામ જાહેર
  • 65 વિધાર્થીઓ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન
  • 54 વિધાર્થીઓમાંથી 38 વિધાર્થીઓ થયા પાસ

ગાંધીનગર : કેન્દ્ર સરકારના સુચના પ્રમાણે રાજ્ય સરકારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું, ત્યારે માસ પ્રમોશન આપવામાં આવેલા વિદ્યાર્થીઓમાં કુલ 65 જેટલા વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હતા. જેથી તેઓએ રાજ્યના શિક્ષણ વિભાગના હુકમ પ્રમાણે માર્કશીટ જમા કરાવીને ફરીથી પરીક્ષા આપવાની તૈયારીઓ દર્શાવી હતી. જેમાં આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરાયું છે. જેમાં 65 વિદ્યાર્થીમાંથી 54 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જેમાંથી 38 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

આ પણ વાંચો- રાજયમાં વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓ પરિણામથી નારાજ, હવે પરીક્ષા આપીને મેળવશે નવું પરિણામ

65 વિદ્યાર્થીઓ હતા પરિણામથી નારાજ

રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે 12 વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું, પરંતુ અમુક વિદ્યાર્થીઓ પરિણામથી નારાજ હતા અથવા તો પરિણામ ઓછું આપ્યા હોવાની ફરિયાદ પણ હતી, ત્યારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફક્ત સમગ્ર ગુજરાતમાંથી 65 જેટલા વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપવાની તૈયારીઓ દર્શાવી હતી. જેમાંથી અત્યારે કુલ 38 જેટલા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે.

પરિણામની ઝલક

કુલ ઉમેદવાર65
હાજર ઉમેદવાર54
પાસ થયેલા ઉમેદવાર 38
પરિણામની ટકાવારી70.37 ટકા

નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે હજુ એક તક

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય બોર્ડના નિયમ પ્રમાણે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નપાસ થયા છે અથવા તો જે લોકોએ પરીક્ષા નથી આપી તેવા લોકો ફરીથી અરજી કરીને શિક્ષણ બોર્ડ તરફથી જૂની માર્કશીટ લઈ શકે છે, ત્યારે નપાસ થયેલા અને ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ માટે હજુ પણ એક તક હોવાનું શિક્ષણ બોર્ડ તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો- ધોરણ 10 રીપીટર પરિણામ : 2,98,817 વિદ્યાર્થીઓ પૈકી 30,012 વિદ્યાર્થીઓ પાસ

જૂની માર્કશીટ લેવા કરવી પડશે અરજી

જૂની માર્કશીટની પ્રોસેસની જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થી નાપાસ થયા છે અથવા તો ગેરહાજર રહ્યા છે તેઓએ શિક્ષણ બોર્ડમાં જૂની માર્કશીટ લેવા માટેની અરજી કરવી પડશે. સાથે જ ચોક્કસ કારણ પણ દર્શાવવું પડશે, ત્યારે બોર્ડ દ્વારા જો કારણ સંતોષકારક લાગશે તો તેઓને જૂની માર્કશીટ પરત આપવામાં આવશે અને જૂની માર્કશીટ પ્રમાણે તેઓ માસ પ્રમોશનથી પાસ થયેલા જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.