ETV Bharat / city

ગુજરાતના જળાશયોમાં પાણીની આવકે 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 69 જળાશયોમાં પાણીનો જથ્થો

author img

By

Published : Aug 11, 2022, 12:03 PM IST

ગુજરાતના જળાશયોમાં પાણીની આવકે 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 69 જળાશયોમાં પાણીનો જથ્થો
ગુજરાતના જળાશયોમાં પાણીની આવકે 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 69 જળાશયોમાં પાણીનો જથ્થો

રાજ્યમાં ચોમાસાની સિઝનને લઈને મુખ્યપ્રધાન નિવાસ (Monsoon season in Gujarat) સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, આ વર્ષે સૌથી વધુ પાણીનો (Water reservoirs in Gujarat) જળાશયોમાં આવરો થયો છે.

ગાંધીનગર રાજ્યમાં ચોમાસાની સિઝન (Monsoon season 2022) જામી છે, ત્યારે મુખ્યપ્રધાન નિવાસ સ્થાન ખાતે ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા (Reservoirs in Gujarat) માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં જળસંપત્તિ વિભાગે જળાશયોની 10મી ઓગસ્ટ 2022 સુધીની સ્થિતિનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કર્યું હતું.

ગુજરાતના જળાશયોમાં પાણીની આવકે 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ગુજરાતના જળાશયોમાં પાણીની આવકે 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો

69 ટકા જેટલું પાણી જળાશયોમાં રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-207 જળાશયોની કુલ જળ (CM Review Meeting) સંગ્રહ ક્ષમતા 25,266 MCM છે. તેની સામે અત્યાર સુધીમાં 17,395 MCM પાણી જળાશયોમાં આવ્યું છે, એટલે કે 69 ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે. તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. પાણીનો આ આવરો પાછલા 13 વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની 10મી ઓગસ્ટ કરતાં 21 ટકા વધારે છે.

નાના ચેકડેમનું આયોજન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જળાશયોની સ્થિતિની સમીક્ષા દરમિયાન એવા દિશા નિર્દેશ આપ્યા હતા કે, જે વિસ્તારોમાં વરસાદ વધુ પડે છે અને પાણી વહી જાય છે, ત્યાં નાના ચેકડેમ બાંધી આવું પાણી રોકીને જળસંગ્રહ-જળ સંચય કરી શકાય. આ ઉપરાંત CM ભુપેન્દ્ર પટેલે એવી પણ સૂચના આપી હતી કે, હાલ જ્યાં વરસાદ (Monsoon season in Gujarat) પડેલો છે ત્યાં સિંચાઇ થઇ શકે તે માટે જરૂરિયાત મુજબ સિંચાઇ યોજનાના કામો પણ સર્વે હાથ ધરાવા જરૂરી છે.

આ પણ વાંચો : કાળુભાર ડેમ ઓવરફ્લો થતા ભાવનગરના ગામડાઓ રેડ એલર્ટ પર

કચ્છમાં 70 ટકા પાણી આ સમીક્ષા બેઠકમાં રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા (Meteorological department forecast) કરતાં જણાવવામાં આવ્યું કે, કચ્છ પ્રદેશમાં 20 મધ્યમ અને 170 નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ 70 ટકા પાણી છે, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં તા.10 મી ઓગસ્ટ-2022 ની સ્થિતીએ 63 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 74 ટકા, મધ્યમ ગુજરાતના 17 જળાશયોમાં 44 ટકા તેમજ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31 ટકા પાણી છે.

આ પણ વાંચો : સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે ગાયો પાણીમાં તણાઇ

ડેમો કેટલા ભરાયા સિંચાઇ-જળ સંપતિ વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે 206 જળાશયો છે. તેમાંથી 100 ટકા ભરાઇ ગયા હોય તેવા 69, 80થી 90 ટકા ભરાઇ ગયા 12, 70થી 80 ટકા સુધીના 10 50થી 70 ટકા સુધીના 35, 50 ટકા સુધીના 41 જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યના જે 73 જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના 62 જળાશયોમાં આગામી ઓગસ્ટ-2023 સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં સરેરાશ 80 ટકા વરસાદ 10 ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે. રાજ્યના 33 જિલ્લાના બધા જ તાલુકાઓમાં 125 મીમી કરતા વધુ વરસાદ વરસી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.