ETV Bharat / city

પેટ્રોલ ડીઝલ જીએસટીમાં સમાવવા મુદ્દે કાઉન્સિલ નક્કી કરશે, ઊર્જા વિભાગની સબસિડી બાબતે જાહેરાત થશે: કનુ દેસાઈ

author img

By

Published : Sep 18, 2021, 8:09 PM IST

રાજ્યના નવનિયુક્ત પ્રધાનો આજે ચાલી રહ્યાં છે ત્યારે કેબિનેટ કક્ષાના પ્રધાન કનુ દેસાઈ કે જેમને રાજ્ય સરકારમાં નાણાં વિભાગ, કાયદા વિભાગ અને પેટ્રોકેમિકલ્સ વિભાગની જવાબદારી આપવામાં આવી છે તેઓએ પણ આજે 2.45 કલાકે પોતાની ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો. સાથે તેમને વિભાગની જોડે સંકળાયેલા અનેક પ્રશ્નોના જવાબો પણ ETV ભારત સાથે ચર્ચા દરમિયાન આપ્યાં હતાં.

પેટ્રોલ ડીઝલ જીએસટીમાં સમાવવા મુદ્દે કાઉન્સિલ નક્કી કરશે, ઊર્જા વિભાગની સબસિડી બાબતે જાહેરાત થશે:  કનુ દેસાઈ
પેટ્રોલ ડીઝલ જીએસટીમાં સમાવવા મુદ્દે કાઉન્સિલ નક્કી કરશે, ઊર્જા વિભાગની સબસિડી બાબતે જાહેરાત થશે: કનુ દેસાઈ

  • રાજયના ફાયનાન્સ પ્રધાને સ્વર્ણિમ સંકુલ 1માં ચાર્જ ગ્રહણ કર્યો
  • પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવા બાબતે કરી ટિપ્પણી
  • ઊર્જા વિભાગની સબસિડી બાબતે પણ કરવામાં આવશે નિર્ણય
  • પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવા કાઉન્સિલ નિર્ણય કરશે

ગાંધીનગર : સમગ્ર દેશમાં છેલ્લાં કેટલાય દિવસથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવવા માટેની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે 17 સપ્ટેમ્બરના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક રાજ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ બાબતે આજે રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઇએ ચાર્જ સંભાળતા પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવા બાબતે કનુ દેસાઇએ જણાવ્યું હતું કે જીએસટીમાં કોઈપણ પ્રોડક્ટ કે સર્વિસનો સમાવેશ કરવા માટે કાઉન્સિલનો નિર્ણય જે રાખવામાં આવે છે જ્યારે તમામ રાજ્યો સાથે સલાહ સૂચન કર્યા બાદ જ આખરી નિર્ણય કરવામાં આવે છે. ત્યારે જીએસટી કાઉન્સિલ તરફથી સૂચના આવશે તો ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલને જીએસટીની અંદર સમાવી લેવામાં આવશે.


ઊર્જા વિભાગની બંધ થયેલ સબીસિડી બાબતે નિર્ણય કરવામાં આવશે

રાજ્ય સરકારે જાહેર કરેલી સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનામાં અનેક મહિનાઓથી રાજ્ય સરકારે સબસિડી આપી નથી ત્યારે અનેક લોકો સબસિડી બાબતે રાજ્ય સરકારને સવાલ કરી રહ્યાં છે ત્યારે આના જવાબમાં રાજ્યના ઊર્જાપ્રધાન કનુભાઇ દેસાઇએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે ઊર્જા વિભાગની બંધ થયેલી સબસિડી બાબતે અધિકારીઓ જોડે બેઠક કરીને આખરી નિર્ણય કરવામાં આવશે પરંતુ સબસિડીને લઈને કોઈ પણ પ્રકારનું કોઈને નુકસાન નહીં થાય. આ બાબતે પણ તાત્કાલિક ધોરણે નિર્ણય કરવામાં આવશે.

નાણાંપ્રધાને અનેક પ્રશ્નોના જવાબો પણ ETV ભારત સાથે ચર્ચા દરમિયાન આપ્યાં
મહત્વના વિભાગો છે કેબિનેટ પ્રધાન કનુ દેસાઈ પાસે કેબિનેટ પ્રધાન કનુ દેસાઇને રાજ્ય સરકારમાં આપેલા મહત્ત્વના ખાતાઓની જો વાત કરવામાં આવે તો ઊર્જા વિભાગ, નાણાં વિભાગ અને હંમેશા રાજ્યના મુખ્યપ્રધાન સાથે રહેતો પેટ્રોકેમિકલ વિભાગ પણ કનુ દેસાઇને આપવામાં આવ્યો છે. આમ ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ પ્રધાન એવા કનુ દેસાઈનેે મહત્વના વિભાગો આપવામાં આવ્યા છે ત્યારે આ વિભાગો બાબતે કનુ દેસાઇએ જણાવ્યું હતું કે તમામ વિભાગમાં પૂર્ણ જવાબદારી સાથે કામ કરીને મહત્વના નિર્ણયો કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વાપીમાં ધારાસભ્ય કનુ દેસાઈને પ્રધાનમંડળમાં સ્થાન મળતા કાર્યકરોએ ફટાકડા ફોડી, મોઢું મીઠું કરી હર્ષની લાગણી કરી વ્યક્ત

આ પણ વાંચોઃ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇએ કરી ભવનાથ મહાદેવની પૂજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.