ETV Bharat / city

Coronavirus In Gujarat: નવા 44 પોઝિટિવ કેસ નોંધાયા, 36 દર્દીઓ થયા કોરોના મુક્ત

author img

By

Published : Dec 4, 2021, 10:59 PM IST

Coronavirus In Gujarat: નવા 44 પોઝિટિવ કેસ નોંધાયા, 36 દર્દીઓ થયા કોરોના મુક્ત
Coronavirus In Gujarat: નવા 44 પોઝિટિવ કેસ નોંધાયા, 36 દર્દીઓ થયા કોરોના મુક્ત

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો (corona cases in gujarat)માં સતત વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોન (omicron variant in gujarat)ને લઇને પણ ચિંતા જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (Coronavirus In Gujarat)ના નવા 44 પોઝિટિવ કેસ આવ્યા છે.

  • 36 દર્દીઓએ કોરોનાને માત આપી
  • સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન અને 5 જિલ્લામાં કેસ
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (corona cases in gujarat) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ (Coronavirus In Gujarat) કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. હવે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનાની 4 તારીખે સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન- અમદાવાદ (corona cases in ahmedabad), સુરત (corona cases in surat), વડોદરા, ભાવનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. અમદાવાદમાં 12, ભાવનગરમાં 11, સુરતમાં 5 અને વડોદરામાં 5 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના કેસમાં વધારો

33 જિલ્લામાંથી 5 જિલ્લા દાહોદ, સુરત, કચ્છ, નવસારી અને વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ (corona positive cases in gujarat) નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 44 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (health department gujarat) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ (coronavirus in ahmedabad), સુરત અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 12 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 13 દર્દીને રજા આપવામાં આવી છે.

4,19,326 નાગરિકો વેક્સિન આપવામાં આવી

આજ 4 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કુલ 4,00,273 નાગરિકોને વેક્સિન (vaccination in gujarat) આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 37,109 નાગરિકોને પ્રથમ ડોઝ (vaccine second dose in gujarat) આપવામાં આવ્યો છે. 2,57,275 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 8,26,94,130 ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 326

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 326 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 06 વેન્ટિલેટર પર અને 320 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 10,094 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,239 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ (recovery rate in gujarat) 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Omicron Case Review Meeting : રાજ્યમાં આવી ગયો ઓમિક્રોન કેસ, હજુ 34 લાખ લોકો વેકસીનમાં બાકી હોવાની ચિંતા

આ પણ વાંચો: Patan Awareness Campaign:માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા પાટણમાં જનજાગૃતિ અભિયાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.