ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1430 પોઝિટિવ કેસ, 1316 ડિસ્ચાર્જ, 17 મોત, કુલ આંકડો 1,24,767

author img

By

Published : Sep 21, 2020, 8:36 PM IST

Corona update of Gujarat
Corona update of Gujarat

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવો વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1,430 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 17 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,24,767 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 1,316 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

ગાંધીનગરઃ રાજ્ય કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 179, અમદાવાદ કોર્પોરેશન 157, રાજકોટ કોર્પોરેશન 101, સુરત 111, વડોદરા કોર્પોરેશન 95, જામનગર કોર્પોરેશન 100, મહેસાણા 60, બનાસકાંઠા 52, રાજકોટ 42, વડોદરા 42, અમરેલી 32, મોરબી 29, પંચમહાલ 28, ભાવનગર કોર્પોરેશન 27, કચ્છ 27, સુરેન્દ્રનગર 27, ગાંધીનગર કોર્પોરેશનની 25, જામનગર 23, ગાંધીનગર 22, અમદાવાદ 20, પાટણ 20, જૂનાગઢ કોર્પોરેશન 19, જૂનાગઢ 18, સાબરકાંઠા 16, ગીર સોમનાથ 15, મહીસાગર 14, ભરૂચ 13, બોટાદ 13, આણંદ 12, દાહોદ 12, નર્મદા 12, ભાવનગર 11, ખેડા 10, અરવલ્લી 9, દેવભૂમિ દ્વારકા 9, પોરબંદર 9, નવસારી 7, છોટાઉદેપુર 5, વલસાડ 5 અને તાપીમાં 2 કેસ સામે આવ્યા છે.

Corona update of Gujarat
ગુજરાત કોરોના અપડેટ
આ ઉપરાંત 89 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 3,339 લોકોના મોત થયાં છે. જ્યારે રાજ્યમાંથી અમદાવાદમાં સૌથી વધું 35119 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 179 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 111 કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 290 કેસ સામે આવ્યાં છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.