ETV Bharat / city

કોરોના નામનો અજગર 42 લોકોને ભરખી ગયો, જાણો વિવિધ જિલ્લાની પરિસ્થિતિ

author img

By

Published : Apr 9, 2021, 11:05 PM IST

Updated : Apr 10, 2021, 11:20 AM IST

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 4,541 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 42 લોકોના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, 5 એપ્રિલના રોજ 15, 6 એપ્રિલ 17, 7 એપ્રિલના રોજ 22 અને 8 એપ્રિલના રોજ 35 લોકોના મોત થયા હતા.

Gujarat Corona update
Gujarat Corona update

  • રાજ્યમાં કુલ 4,541 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • કોરોના નામનો અજગર 42 લોકોને ભરખી ગયો
  • 8 એપ્રિલના રોજ 35 લોકોના મોત થયા હતા

ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, વળી દૈનિક ધોરણે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શુક્રવારના રોજ રાજ્યમાં નવા 4,541 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી નવા 42 લોકોના મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં કુલ 22 હજાર 692 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે સાજા થનારા લોકોની કુલ સંખ્યા 3 લાખ 9 હજાર 626 છે. કુલ 42 મોતમાંથી સુરતમાં 15, અમદાવાદમાં 12 મોત વડોદરામાં 6 મોત અને રાજકોટમાં 3 લોકોના મોત જયારે ગાંધીનગરમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું હતું. આ સાથે રાજ્યમાં કુલ 2,280 લોકો સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જયારે 2 લાખ 82 હજાર 268 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યનો રિકવરી રેટ 91. 87 ટકા છે.

તારીખકોરોના દર્દીના મોતની સંખ્યા
1 એપ્રિલ9
2 એપ્રિલ11
3 એપ્રિલ13
4 એપ્રિલ14
5 એપ્રિલ15
6 એપ્રિલ17
7 એપ્રિલ22
8 એપ્રિલ35
9 એપ્રિલ42

સુરત કોરોના અપડેટ - કુલ 1249 લોકોના મોત

સુરતમાં દિવસે દિવસે કોરોના કેસમાં વધારો થતો જાય છે, ત્યારે શુક્રવારના રોજ સુરતમાં 891 કેસની સાથે સમગ્ર શહેરમાં કુલ કોરોના આંક 55,728એ પહોચ્યો છે. સુરત બહાર જિલ્લાઓમાં શુક્રવારના રોજ 213 કોરોના કેસ નોંધાયા છે, જે સાથે કુલ આંકડો 16,619એ પહોંચેયો છે. સુરત શહેરમાં દિવસે દિવસે કોરોના કારણે ઘણા દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં શુક્રવારના રોજ કુલ 15 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. સુરત શહેરમાં કુલ મૃત્યુઆંક 1249એ પહોચ્યો છે.

Gujarat Corona update
ગુજરાત કોરોના અપડેટ

વડોદરા કોરોના અપડેટ - કુલ 262 લોકોએ જીવ ગુમાવ્યો

વડોદરામાં ગત 24 કલાકમાં 403 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 6 કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છે. આ સાથે 277 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં કુલ 31,902 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 262 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદ કોરોના અપડેટ - ગત 24 કલાકમાં 1316 પોઝિટિવ કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં 12316 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 12 કોરોના દર્દીના મોત થયા છે. આ સાથે 504 લોકો કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા છે.

ગુજરાત કોરોના અપડેટ
કોરોના કુલ 42 લોકોને ભરખી ગયો

બનાસકાંઠા કોરોના અપડેટ - મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ. એન. દેવ કોરોના સંક્રમિત

શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના 74 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ખુદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ. એન. દેવનો પણ સમાવેશ થાય છે. આ સાથે પાલનપુર અને ડીસામાં રીતસર કોરોના વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. પાલનપુરમાં 46, ડીસામાં 27 અને કાંકરેજ તાલુકામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના હાલ 399 એક્ટિવ કેસ છે.

ગુજરાત કોરોના અપડેટ
વિવિધ જિલ્લાની પરિસ્થિતિ

પાટણ કોરોના અપડેટ - કુલ 5,332 કોરોના પોઝિટિવ કેસ

પાટણ જિલ્લામાં ચોથા દિવસે પણ ત્રણ આંકડામાં કોરોનાના કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાના 134 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં 47 કેસ નોંધાયા છે. હાલ પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓનો આંક 1723 પર પહોચ્યો છે. પાટણ જિલ્લામાં કુલ 5,332 લોકો કોરનાથી સંક્રમિત થઇ ચૂક્ચા છે.

ગુજરાત કોરોના અપડેટ
રાજ્યમાં કુલ 4,541 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મહેસાણા જિલ્લામાં કોરોનની રોકેટ ગતિ

મહેસાણા જિલ્લામાં શુક્રવારના રોજ 103 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શુક્રવારના રોજ એક પણ દર્દીને ડિસ્ચાર્જ થયો નથી. આ સાથે મહેસાણા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 824 છે, જેમની સારવાર હાલ ચાલી રહી છે.

Last Updated : Apr 10, 2021, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.