ETV Bharat / city

Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના 58 કેસો નોંધાયા, 70 હજારથી વધુ લોકોનું થયું ટેસ્ટિંગ

author img

By

Published : Dec 13, 2021, 10:44 PM IST

Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના 58 કેસો નોંધાયા, 70 હજારથી વધુ લોકોનું થયું ટેસ્ટિંગ
Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના 58 કેસો નોંધાયા, 70 હજારથી વધુ લોકોનું થયું ટેસ્ટિંગ

ગુજરાતમા કોરોના પોઝિટિવ દર્દીઓ (Corona In Gujarat)ના કેસોનો આંકડો ગત વીકમાં 70થી વધુ પહોચ્યો હતો, ત્યારે છેલ્લા 2 દિવસમાં 60થી નીચે કોરોનાના કેસો (corona cases in gujarat) નોંધાયા છે. આજે 58 કેસો રાજ્યમાં નોંધાયા હતા. તેમાંથી 18 કેસો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા (corona in ahmedabad) હતા. બીજી લહેર બાદ 20ની નીચે કોરોના પોઝિટિવ કેસો રાજ્ય (corona positive cases in gujarat)માં આવતા હોવાથી કોરોના પર કંટ્રોલ એક સમયે જોવા મળ્યો હતો, પરંતુ ડિસેમ્બર મહિના ઓમિક્રોન (omicron variant in gujarat)ના ખતરા વચ્ચે કેસોમાં વધારો થયો છે. તેની સામે રોજનું 70 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ(corona testing in gujarat) પણ થઈ રહ્યું છે.

  • અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 18 કેસો નોંધાયા
  • અત્યાર સુધી 8.58 લાખથી વધુને વેક્સિનના ડોઝ અપાયા
  • આજે 2.56 લાખથી વધુ લોકોએ લીધી વેક્સિન

ગાંધીનગર: કોરોનાના કેસો (Corona In Gujarat) વધી રહ્યા છે. દેશ અને રાજ્યમાં ઓમિક્રોન (omicron variant in gujarat)નો ખતરો છે, ત્યારે હાઈ રિસ્ક દેશોમાંથી આવતા લોકો ઘરે હોમ આઇસોલેટ રહેવાની જગ્યાએ બહાર ફરતા પણ જોવા મળતા હોય છે, જે ખતરારૂપ છે. ત્યારે ઓમિક્રોન સિવાય ડિસેમ્બરમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આજે નોંધાયેલા 58 કેસોની સામે 56 દર્દીઓને સજા થયા બાદ રજા આપવામાં આવી છે.

કોર્પોરેશન વિસ્તારમાં કેસોમાં જોવા મળ્યો વધારો

એક્ટિવ કેસો (corona active cases in gujarat)ની સંખ્યા 549 પહોંચી છે, જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ આજે નોંધાયું નથી. અમદાવાદ કોર્પોરેશન (corona cases in ahmedabad)માં 18 કેસો, વડોદરા કોર્પોરેશનમાં 12 કેસો નોંધાયા હતા. ઉપરાંત અન્ય મહાનગરોમાં સિંગલ ડીજીટમાં કેસો નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશન (corona cases in surat)માં 2, રાજકોટ કોર્પોરેશનમાં 4 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો, જ્યારે અન્ય જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા હતા.

રાજ્યમાં હજુ પણ 549 એક્ટિવ કેસ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ (health department gujarat) તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 549 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 5 વેન્ટિલેટર પર અને 544 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10099 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 81,7,543 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.71 ટકા સુધી પહોંચ્યો છે.

રાજ્યમાં 2,56,452 લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી

રાજ્યમાં આજે 2,56,452 લોકોએ વેક્સિન (corona vaccination in gujarat) લીધી છે. જો કે અત્યાર સુધી 8,55,56,580 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા બાદ હવે વેક્સિનનો બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા વધી રહી છે. લોકો પણ અવેર થઈ રહ્યા છે. તેમાં પણ 'હર ઘર દસ્તક' અંતર્ગત પણ લોકોના ઘરે જઈ વેક્સિન આપવામાં આવી રહી છે. આગામી સમયમાં કેન્દ્ર સરકારના આદેશ બાદ બૂસ્ટર ડોઝ પણ આપવાની શરૂઆત થઈ શકે છે. જે અંગે ટાર્ગેટ પૂર્ણ થયા બાદ વિચારણા કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Corona Cases In Jamnagar: છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીને થયો કોરોના, શાળાના 100થી વધુ બાળકોનું કરાયું ટેસ્ટિંગ

આ પણ વાંચો: Omicron In UK: બ્રિટનમાં ઓમિક્રોનથી પહેલું મોત, કોરોનાના આ નવા વેરિયન્ટના વધતા કેસોએ પણ ડરાવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.