ETV Bharat / city

નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં કોરોના ગાઈડલાઈનનો ભંગ, પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર નામ પૂરતું જ ચેક કરાયું

author img

By

Published : Jun 20, 2021, 3:36 PM IST

સમગ્ર રાજ્યમાં 2019 નર્સિંગ સ્ટાફની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ઉમેદવારો માટે પરીક્ષા ખંડમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે પરીક્ષા લેવાનું આયોજન કરાયું હતું, પરંતુ ગેટમાં પ્રવેશ કરતા પહેલા વિદ્યાર્થીઓની લાંબી લાઈન જોવા મળી હતી, આ ઉપરાંત બહાર ટેમ્પરેચર નામ પૂરતું જ ચેક કરવામાં આવ્યું હતું. સિક્યોરિટી દ્વારા જે ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું હતું, તેમાં વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરતા ન હતા, તો શા માટે ટેમ્પરેચર માપવું જ જોઈએ. ટેમ્પરેચરનો આ પ્રકારનો વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

નર્સિંગ સ્ટાફની પરીક્ષા
નર્સિંગ સ્ટાફની પરીક્ષા

  • LDRP ખાતે લેવાઈ નર્સિંગ સ્ટાફની પરીક્ષા
  • ગેટ બહાર લાંબી લાઈનો પણ સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળી
  • 2019 નર્સિંગ સ્ટાફની ભરતી માટે આજે લેખિત પરીક્ષા યોજવામાં આવી

ગાંધીનગર : LDRP ખાતે લેવાયેલી નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ચેક કરાયું હતું, પરંતુ ત્યાંના સિક્યુરિટીએ વિદ્યાર્થીઓનું કેટલું ટેમ્પરેચર આવે છે તે સ્ક્રીન પર જોવાની પણ તસ્દી નહોતી લીધી અને અંદર પ્રવેશ અપાયો હતો. આ સાથે વિદ્યાર્થીઓની ગેટ બહાર લાંબી લાઈનો પણ સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળી હતી. આમ આયોજનનો અભાવ જોવા મળ્યો હતો. જો કે રાજ્યમાં લાંબા સમયથી અટકેલી સરકારી ભરતીઓ માટેની પરીક્ષાઓનો આજે રવિવારથી પ્રારંભ કરાયો છે. 2019 નર્સિંગ સ્ટાફની ભરતી માટે આજે રવિવારે લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. કોરોનાના કેસોમાં ઘટાડો થતા આ પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે.

પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર નામ પૂરતું જ ચેક કરાયું

આ પણ વાંચો: કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં UPSCની પરીક્ષા યોજાઈ

39,500 ઉમેદવારો માટે 11 શહેરમાં 58 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરાયું

ગાંધીનગર સેક્ટર 15 ખાતે આવેલા LDRP ખાતે નર્સિંગ સ્ટાફની પરીક્ષાનું આયોજન કરાયું હતું, પરંતુ આ પરીક્ષા રાજ્યભરમાં જુદા જુદા સેન્ટર પર લેવાઈ હતી. 11 શહેરોના 58 સેન્ટર પરથી પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ, આણંદ, મહેસાણા વલસાડ, સુરત જેવા શહેરમાં આ પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા માટે એક બેંચ પર એક ઉમેદવાર બેસાડવામાં આવ્યો હતો. ઉમેદવારો માટે પરીક્ષાખંડમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ગેટ બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

નર્સિંગ સ્ટાફની પરીક્ષા
પરીક્ષાખંડમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે પરીક્ષા આપવાની વ્યવસ્થા

આ પણ વાંચો: વિરોધી વંટોળ વચ્ચે NTAએ કહ્યું- સમયસર લેવાશે NEET-JEEની પરીક્ષા, નવા દિશા-નિર્દેશ જાહેર

ગાંધીનગર જિલ્લામાંમાં 2100 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી

રાજ્યમાં 2019 નર્સિંગ સ્ટાફની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઇ હતી. જેમાં ગાંધીનગરને પણ સેન્ટર તરીકે પસંદ કરાયું હતું ગાંધીનગરમાં 2,100 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓમાં કોરોનાની બીજી લહેર બાદ પરીક્ષાનું આયોજન કરાતા કેટલાક વિદ્યાર્થીઓમાં તેમને કરેલી પરીક્ષાની તૈયારીનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. જોકે LDRP ખાતે લેવાયેલી આ પરીક્ષામાં બ્લોક સિસ્ટમ પ્રમાણે પરીક્ષા લેવાઈ હતી. 77 જેટલા બ્લોક હોવાથી ઘણાં વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થઈ ત્યાં સુધી તેમનો બ્લોક જ શોધતા રહ્યા હતા. જો કે, 11 વાગ્યા પછી આવેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોની બહારથી જ ગેટ બહારથી જ અંદર પ્રવેશવાની ના કહી દેવામાં આવી હતી. જો કે પરીક્ષા સમય પણ 11 કલાકનો હતો એ માટે કેટલાક ને ના પાડવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.