ETV Bharat / city

Revenue Issue Gujarat: મહેસૂલના પડતર પ્રશ્નો અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ મહેસૂલ પ્રધાન સાથે કરી બેઠક

author img

By

Published : Apr 12, 2022, 5:38 PM IST

Updated : Apr 12, 2022, 7:34 PM IST

મહેસૂલના પડતર પ્રશ્નો અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ મહેસૂલ પ્રધાન સાથે કરી બેઠક
મહેસૂલના પડતર પ્રશ્નો અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ મહેસૂલ પ્રધાન સાથે કરી બેઠક

મહેસૂલ અંગેના પ્રશ્નો (Revenue Issue Gujarat)ને લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાતના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરી હતી. મહેસૂલ પ્રધાને વિધાનસભાગૃહમાં જાહેરાત કરી હતી કે જે ધારાસભ્યોને મહેસૂલ બાબતે કોઈપણ પ્રશ્ન હોય તે 15 એપ્રિલ સુધી રજૂઆત કરી શકે છે.

ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્યો (Congress MLAs Gujarat)એ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Revenue Minister Rajendra Trivedi) સાથે મહેસૂલના પડતર પ્રશ્નો અંગે બેઠક કરી હતી. આ પહેલા વિધાનસભા ગૃહ (Gujarat Assembly 2022)માં મહેસૂલના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કોંગ્રેસના ધારાસભ્યોએ કરી હતી. મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat)ના બજેટની માંગણીઓ અને ચર્ચા ઉપર અનેક ધારાસભ્યોએ છેલ્લા કેટલાય વર્ષોથી પડતર પ્રશ્નો (pending revenue issues gujarat)ની રજૂઆત પણ વિધાનસભામાં કરી હતી અને સમય ઓછો હોવાના કારણે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાગૃહમાં જાહેરાત કરી હતી કે, જે ધારાસભ્યોને મહેસૂલ બાબતે કોઈપણ પ્રશ્ન (Revenue Issue Gujarat) હોય તે 15 એપ્રિલ સુધી રજૂઆત કરી શકે છે.

મહેસૂલના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કોંગ્રેસના ધારાસભ્યોએ કરી હતી.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: હું નાયક ફિલ્મનો અનિલ કપૂર બનવા નથી માંગતો, હું મહેસૂલપ્રધાન છું એ જ બરાબર છું, રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

કોંગ્રેસના ધારાસભ્યો હાજર- આ તમામ પડતર પ્રશ્નો બાબતે આજે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની ચેમ્બરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક (Congress MLAs Meeting With Revenue Minister) યોજાઇ હતી. વિધાનસભા ગૃહમાં કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની જાહેરાત કરી હતી કે, કોંગ્રેસના અને ભાજપના કોઈપણ ધારાસભ્યો (BJP MLAs Gujarat)ને મહેસૂલ વિભાગને લગતા કોઈપણ પ્રશ્ન હોય તો તેઓ 15 એપ્રિલ સુધી તેમની ચેમ્બરમાં જઈને રજૂઆત કરી શકે છે. આ જાહેરાત બાદ આજે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી.

બેઠક બાદ કોંગ્રેસ ધારાસભ્યએ જાણો શું કહ્યું- બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડે જણાવ્યું હતું કે, વિધાનસભાગૃહમાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલના પ્રશ્નો બાબતની જે જાહેરાત કરી હતી તે અંતર્ગત આજે બેઠક યોજવામાં આવી હતી. જે પણ પડતર પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે અને હવે આવનારા દિવસોમાં તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ થાય તે બાબતની અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, જ્યારે હજુ પણ આવનારા સમયમાં વધુ એક બેઠક યોજાશે.

તમામ પડતર પ્રશ્નો સાંભળવામાં આવ્યા.

આ પણ વાંચો: Bullet Train Project Land Acquisition: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લામાં કેટલી જમીન સંપાદન કરવામાં આવી? સરકારે આપી માહિતી

અધિકારીઓને આપવામાં આવશે સૂચના- છેલ્લા કેટલાય વર્ષોથી મહેસૂલ વિભાગના પડતર પ્રશ્નો બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને ધારાસભ્યોના પડતર પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય તે બાબતે સરકારે બેઠક યોજી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની રજૂઆત બાદ સવિસ્તાર તેનો અભ્યાસ કરવામાં આવશે. છેલ્લા કેટલાય વર્ષોથી પડતર પ્રશ્નો છે અને હજુ સુધી જેનો કોઈ ઉકેલ આવ્યો નથી તેવા પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે બાબતે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવશે.

Last Updated :Apr 12, 2022, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.