ETV Bharat / city

ગાંધીનગરમાં સી.જે.ચાવડા અને શકિ્તસિંહ ગોહિલ સહિતના VVIP નેતાઓએ કર્યું મતદાન

author img

By

Published : Oct 3, 2021, 3:32 PM IST

ગાંધીનગરમાં કોંગ્રેસ અને ભાજપના VVIP એ મતદાન કર્યું હતું. જેમાં કોંગ્રેસ તરફથી સી.જે.ચાવડા, શકિ્તસિંહ ગોહિલ સહિતના નેતાઓએ મતદાન કર્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ એવા શકિ્તસિંહ ગોહિલ મતદાન કરવા માટે બાઈક પર પહોંચ્યા હતા. વોર્ડ નંબર 5 માં તેમને સેક્ટર- 19 માં તેમના મત ક્ષેત્ર વિસ્તારમાં મતદાન કર્યું હતું. આ સાથે તેમને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ખાસ કરીને પેટ્રોલ, ડીઝલના વધતા ભાવનો પણ વિરોધ કર્યો હતો. તો સી.જે.ચાવડાએ જણાવ્યું કે, અગાઉની ચૂંટણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી દેખરેખ હેઠળ ગાંધીનગરમાં લડાઇ હતી પરંતુ તેમ છતાં કોંગ્રેસનો વિજય થયો હતો.

Gandhinagar elections
Gandhinagar elections

  • શક્તિસિંહે વોર્ડ નંબર- 5 માં કર્યું મતદાન
  • કોર્પોરેશનની ચૂંટણીમાં શક્તિસિંહે કર્યું મતદાન
  • ભાજપ પર આકરા પ્રહારો કર્યા

ગાંધીનગર: ગાંધીનગરમાં કોંગ્રેસ અને ભાજપના VVIP એ મતદાન (gandhinagar corporation election 2021) કર્યું હતું. જેમાં કોંગ્રેસ તરફથી સી.જે.ચાવડા, શકિ્તસિંહ ગોહિલ સહિતના નેતાઓએ મતદાન કર્યું હતું. શકિ્તસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે દેશની પરિસ્થિતિ જે થઈ છે. એ જોતા જવાબદાર પાર્ટીના કાર્યકર્તા તરીકે બાઈક પર મતદાન કર્યું છે. આજે દેશમાં જે હાલત થઈ છે તેમાં ગાડીવાળા, બાઇક પર, બાઇકવાળા સાઇકલ પર અને સાઇકલવાળા પગપાળા ચાલવા મજબૂર બન્યા છે. એક પ્રતીક તરીકે દેશના નાગરિકોનાં આક્રોશને પ્રતિઘોષ તરીકે હું આજે બાઈક પર મતદાન કરવા પહોંચ્યો છું. લોકશાહીમાં એક એક મત કિંમતી છે. મારી દિલ્હીના પ્રભારીની જવાબદારી હોવા છતાં માટે આપ સૌ માટે મારી જવાબદારી છે જે હેતુથી મત આપવા હું અહીં આવ્યો છું. હું સૌને મત આપવા અપીલ કરી રહ્યો છું. લોકશાહીમાં સૌથી મોટું શસ્ત્ર મતદાનનું છે. ભાજપની સરકારનો અહંકાર સાતમા આસમાને છે. એ સરકારની શાન ઠેકાણે લાવવાનું કામ મતદાન છે. આ અહંકારને જમીનદોસ્ત કરવાનો સમય છે.

ગાંધીનગરમાં કોંગ્રેસ અને ભાજપના VVIP નેતાઓનું મતદાન, સી.જે.ચાવડા અને શકિ્તસિંહ ગોહિલ પહોંચ્યા

આ પણ વાંચો: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી: જાણો ક્યાં ક્યાં મતદાતાઓને પડી હાલાકી

લોકશાહીમાં એક એક મત કિંમતી છે: શકિ્તસિંહ ગોહિલ

શકિ્તસિંહે વધુમાં ઉમેર્યું કે, ભાજપની સરકારને લોકોએ મત આપ્યાએ દેશને ચલાવવા માટે આપ્યા છે, દેશને વેચી દેવા માટે નથી આપ્યા. ગાંધીનગર મનપામાં કોંગ્રેસની સરકાર બનશે. અહીંના ધારાસભ્ય સી.જે.ચાવડાને એક કરતા વધુ સમય આપી ચૂંટ્યા છે. કોંગ્રેસે જે ચૂંટણી ઢંઢેરાના વચન આપ્યા છે એ વચન પૂર્ણ કરશે. સમાન કામ સમાન વેતનના બંધારણીય નિયમનો ભંગ થયા છે. આઉટ સૉરસિંગ દ્વારા યુવાઓનું શોષણ થયું છે પરંતુ ગુજરાતની જનતા થર્ડ ફ્રન્ટમાં નથી માનતી ભાજપ સામે જન આશીર્વાદ નહીં, જન આક્રોશ છે. આમ આદમી પાર્ટી જીતી ન શકે, વોટ કાપી શકે છે. નાના બ્લોકમાં કોંગ્રેસના નુકશાન કરવામાં એ સફેદ રહ્યા છે. સુરત સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના લોકો આપમાં જોડાતા હતા. સુરતના એક બ્લોકમાં આપ ફાવ્યું હતું. ભાજપ પૈસાના કોથળા ખોલીને સામ, દામ, દંડ, ભેદ વાપરીને સત્તા બનાવે છે. આ જનતાનું પણ અપમાન છે.

ગાંધીનગરમાં કોંગ્રેસ અને ભાજપના VVIP નેતાઓનું મતદાન, સી.જે.ચાવડા અને શકિ્તસિંહ ગોહિલ પહોંચ્યા
ગાંધીનગરમાં કોંગ્રેસ અને ભાજપના VVIP નેતાઓનું મતદાન, સી.જે.ચાવડા અને શકિ્તસિંહ ગોહિલ પહોંચ્યા

આ પણ વાંચો: લક્ઝુરિયસ શિપમાં ચાલતી ડ્રગ્સ પાર્ટીમાં NCBનું અંડર કવર ઑપરેશન: બૉલીવુડ એક્ટરના પુત્ર સહિત 10 ઝડપાયા

નરેન્દ્ર મોદીની સીધી દેખરેખમાં ચૂંટણી છતાં ભાજપ હાર્યું: સી.જે. ચાવડા

કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સેક્ટર -6 પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. મતદાન બાદ સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની આ ત્રીજી ચૂંટણી છે. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. બીજી ચૂંટણી પણ સમાંતર રહી હતી. હવે ત્રીજી ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ભવ્ય વિજય થશે. કોંગ્રેસ 28 બેઠકોથી જીતશે. અગાઉની ચૂંટણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી દેખરેખ હેઠળ ગાંધીનગરમાં લડાઇ હતી પરંતુ તેમ છતાં કોંગ્રેસનો વિજય થયો હતો. ગાંધીનગરની શિક્ષિત પ્રજા જાણે છે કે, કોને સરકાર બનાવવા દેવી જોઈએ. નવી આવેલી આમ આદમી પાર્ટીએ ગાંધીનગરના લોકો માટે કશું કર્યું નથી. તેઓ એકપણ સીટ જીતશે નહીં. તેમની ડિપોઝિટો જપ્ત થશે. ગાંધીનગરની ગ્રામ્ય, ખેડૂત, નોકરિયાત, ધંધાદારી તમામ પ્રજા કોંગ્રેસ સાથે રહી છે અને રહેશે.

ગાંધીનગરમાં કોંગ્રેસ અને ભાજપના VVIP નેતાઓનું મતદાન, સી.જે.ચાવડા અને શકિ્તસિંહ ગોહિલ પહોંચ્યા
  • ગાંધીનગર મહાનગરપાલિકાની (Gandhinagar Municipal Corporation) આજે 3 ઓક્ટોબરે ચૂંટણી છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીમાં વિરોધ કર્યો છે. સેક્ટર-19ના મતદાનમથકમાં રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ વ્હાઈટ ટોપી પહેરી બેસતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ પ્રવક્તા નિશીથ વ્યાસ મતદાન કરવા પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓએ વ્હાઈટ ટોપી પહેરતા તેમણે તેમનો વિરોધ કર્યો હતો. આ સાથે જ ઈલેક્શન કમિશનને લેખિતમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું.
  • ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે 3 ઓક્ટોબરે મતદાન ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. હીરા બા ને સુરક્ષાકર્મી અને પરિવારના લોકો એ સહારો આપીને મતદાન મથક સુધી લાવ્યા હતા. તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે પણ મતદાન હોય છે ત્યારે હીરા બા અચૂક મતદાન કરે છે. તેમણે રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. શતાયુ મતદાતા તરફ પહોંચી રહેલા હીરા બા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે કોઇપણ ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમના જેવડા તથા યુવાનોને પ્રોત્સાહિત કરે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.