ETV Bharat / city

મુખ્યપ્રધાન દ્વારા 'મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, કેન્દ્ર સરકારે 750 કરોડની કરી ફાળવણી

author img

By

Published : Feb 5, 2022, 4:22 PM IST

આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને મોતિયા અંધત્વ મુક્ત રાજ્ય બનાવવાની ઝુંબેશનો (Cataract Blindness Free Gujarat) પ્રારંભ કર્યો છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આ કાર્યક્રમ દરમિયાન ઓનલાઈન વેબસાઈટનું પણ લોકાર્પણ કર્યું હતું.

મુખ્યપ્રધાન દ્વારા 'મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, કેન્દ્ર સરકારે 750 કરોડની કરી ફાળવણી
મુખ્યપ્રધાન દ્વારા 'મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, કેન્દ્ર સરકારે 750 કરોડની કરી ફાળવણી

ગાંધીનગર : રાજ્યમાં 50 વર્ષથી ઉપરના નાગરિકોને જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આંખોની સમસ્યામાં વધારો થતો જાય છે, ત્યારે અમુક નાગરિકોને મોતિયાના ઓપરેશન (Free Cataract surgery In Gujarat) કરાવવા પડે છે. રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને મોતિયા અંધત્વ મુક્ત રાજ્ય બનાવવાની ઝુંબેશનો (Cataract Blindness Free Gujarat) પ્રારંભ કર્યો છે. ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં (CM launches Cataract Blindness Free Gujarat) રાજ્યના મુખ્યપ્રધાને આ કાર્યક્રમ દરમિયાન ઓનલાઈન વેબસાઈટનું પણ લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો: LIVE : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા 'મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત' રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ

નેત્રમણી દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમની શરૂઆતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન (Cataract surgery) માટેનું infrastructure અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવા છે, જ્યારે કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારને 750 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં વિનામૂલ્યે નેત્રમણી પૂરી પાડવામાં આવે છે, આમ ઓપરેશન દરમિયાન નેત્રમણી દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.

વર્ષ 2025 સુધી અંધત્વ દર 0.25 તકા કરવાનું લક્ષ્યાંક

મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત ગાંધીનગરથી પ્રારંભ કરાતા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે, આગામી વર્ષ 2025 સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને 11.25 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2014માં થયેલા સર્વે મુજબ દર 0.70 ટકા હતો, જે ઘટીને વર્ષ 2018-19 માં 0.36 ટકા થયો છે.

આ પણ વાંચો: આ સરપંચે ગ્રામજનોમાં જરૂરિયાત મંદોને મોતિયાના ઓપરેશન કરાવી કરી માનવ સેવા

રાજ્યના 10 લાખની વસ્તીએ 1000 લોકોનું ઓપરેશન

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રતિ 10 લાખની વસ્તીએ 1 હજારથી વધુ મોતિયાના ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં જેનો ખર્ચ 10થી 15 હજાર રૂપિયા જેટલો થાય છે. તેવી ફેકો એનિમલ્સ ફિકેશન દ્વારા નેત્રમણી વાળા ઓપરેશન ગુજરાતના સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે, આમ સમગ્ર દેશમાં હાઇડ્રોફોબિક ઇન્ટ્રા ઓક્યુંલર વિનામૂલ્યે પૂરું પાડનાર રાજ્ય પણ ગુજરાત છે.

ખામી ધરાવતા બાળકોને વિનામૂલ્યે ચશ્માંનુ વિતરણ

રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર પટેલે વધુમાં જાહેરાત કરી હતી કે, જેમની દ્રષ્ટિ બંને આંખે 3 મીટર કરતા ઓછી હોય તેવી તમામ વ્યક્તિઓને શોધીને અંધત્વ મુક્ત ગુજરાતની આ ઝુંબેશ અન્વયે સરકારી હોસ્પિટલ અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિનામૂલ્યે ઓપરેશન કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, આ ઉપરાંત રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ કામે નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમમાં 18 વર્ષ સુધીના બાળકોની ચકાસણી કરીને ખામી ધરાવતા તમામ બાળકોને વિનામૂલ્યે ચશ્માં વિતરણ (Distribute free glasses to children) પણ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.