ETV Bharat / city

સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી, મુખ્ય સચિવ પંકજકુમાર થયા કોરોના પોઝિટિવ

author img

By

Published : Jun 12, 2022, 12:31 PM IST

સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી, મુખ્ય સચિવ પંકજકુમાર થયા કોરોના પોઝિટિવ
સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી, મુખ્ય સચિવ પંકજકુમાર થયા કોરોના પોઝિટિવ

રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 704 જેટલા છે. સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી થઇ છે જેમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર (Chief Secretary Pankaj Kumar Corona Positive) કોરોના પોઝિટિવ થયા છે.

ગાંધીનગર: રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 704 જેટલા છે. સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી થઇ છે, જેમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર (Chief Secretary Pankaj Kumar Corona Positive) કોરોના પોઝિટિવ થયા છે.

આ પણ વાંચો: Violence in Gujarat: આણંદમાં ગઈકાલે રાત્રે હિંસા, બે સમુદાયો વચ્ચે અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત

ઘર લઈ રહ્યા છે ટ્રીટમેન્ટ : મળતી માહિતી પ્રમાણે પંકજકુમારને સામાન્ય લક્ષણો ધરાવતો હોવાથી ટેસ્ટ કરાવ્યો હતો અને કોરોનાના પોઝિટિવ આવ્યા હતા. રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર અત્યારે ઘરમાં જ સારવાર લઇ રહ્યા છે.

સચિવાલયમાં કોરોનાની ગાઈડલાઈન વધુ કડક કરવામાં આવશે : બીજી અને ત્રીજી લહેરની વાત કરવામાં આવે તો રાજ્યના અનેક અગાઉ ઉચ્ચ અધિકારીઓ પોતાની ચપેટમાં આવી ગયા છે, જ્યારે સ્વર્ણિમ સંકુલ 1 માં બીજી લહેરમાં 2 થી 3 કર્મચારીઓ નું દુઃખદ મૃત્યુ પણ થયું હતું, ત્યારે હવે ફરીથી સત્તાવાર રીતે કોરોનાની સચિવાલયમાં એન્ટ્રી થઈ છે જેથી હવે કોરોનાની ગાઈડલાઈન સચિવાલયમાં વધુ કડક કરવામાં આવશે.

આ પણ વાંચો: World Anti Child Labor Day : આંતરરાષ્ટ્રીય બાળ મજુરી વિરોધી દિવસે જોવા મળ્યા બાળ મજૂરોના દ્રશ્યોકોરોના કેસમાં થઈ રહ્યો છે વધારો : છેલ્લા કેટલાય દિવસથી ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ 30 થી 40 જેટલા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલાં ફક્ત ગણતરીના દસથી પંદર જ આવતા હતા, પરંતુ હવે છેલ્લા 2 દિવસથી વાત કરવામાં આવે તો સૌથી ઉપર પોઝિટિવ કેસનો આંકડો વધ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તમામ કોર્પોરેશનને ફરીથી ટેસ્ટિંગ કરવા માટેની તૈયારીઓ અને ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.