ETV Bharat / city

CM To BSF Bike Riders: નારીશક્તિની ભાગીદારીથી જ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવી શકાશે

author img

By

Published : Mar 16, 2022, 3:16 PM IST

ગાંધીનગરમાં આવેલા BSF ગુજરાતના હેડ ક્વાર્ટરમાં એક કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel at BSF Head Quarter) ઉપસ્થિત રહ્યા હતા. અહીં મુખ્યપ્રધાને બોર્ડર સિક્યોરિટી ફોર્સની 35 જાંબાઝ મહિલાઓની બાઈકર્સ ટીમનું (BSF Bike Riders) પ્રસ્થાન કરાવ્યું હતું.

BSF Bike Riders: નારીશક્તિની ભાગીદારીથી જ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવી શકાશેઃ CM
BSF Bike Riders: નારીશક્તિની ભાગીદારીથી જ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવી શકાશેઃ CM

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે (બુધવારે) BSF ગુજરાતના હેડ ક્વાર્ટરમાં એક કાર્યક્રમમાં (CM Bhupendra Patel at BSF Head Quarter) ઉપસ્થિત રહ્યા હતાં. અહીં તેમણે BSF સીમા ભવાની શૌર્ય એક્સપેડિશન-એમ્પાવરમેન્ટ રાઈડ 2022નું પ્રસ્થાન કરાવ્યું હતું. બોર્ડર સિક્યોરિટી ફોર્સની 35 જાંબાઝ મહિલાની બાઈકર્સ ટીમના દિલ્હીથી કન્યાકુમારી સુધીની આ રાઈડને મુખ્યપ્રધાને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યપ્રધાને મહિલા બાઈક રાઈડનું કર્યું ફ્લેગ ઓફ
CMએ મહિલા બાઈક રાઈડર્સ સાથે કરી વાતચીત
CMએ મહિલા બાઈક રાઈડર્સ સાથે કરી વાતચીત

આ પણ વાંચો- CMએ બાળકોને પૂછ્યું, શિક્ષકો બરાબર ભણાવે છે ને? જવાબ આવ્યો શાળામાં શિક્ષકો જ નથી

મુખ્યપ્રધાને મહિલા બાઈક રાઈડનું કર્યું ફ્લેગ ઓફ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે BSF સીમા ભવાની શૌર્ય અભિયાન સશક્તિ રાઈડનું (BSF Bike Riders) ફ્લેગઓફ કરાવ્યું હતું. BSFની 40 મહિલાઓ બાઈક ઉપર દિલ્હીથી 5,280 કિલોમીટરનું અંતર કાપી 30 માર્ચે કન્યાકુમારી પહોંચશે. જોકે, તેઓ 14 માર્ચે ગાંધીનગર પહોંચી હતી. ત્યારે આજે મુખ્યપ્રધાને આ રાઈડનું પ્રસ્થાન કરાવ્યું હતું. BSF સીમા ભવાની બાઈકનો મુખ્ય ઉદ્દેશ મહિલાને સશક્ત કરવાનો છે.

BSFના કાર્યક્રમમાં CM રહ્યા ઉપસ્થિત
BSFના કાર્યક્રમમાં CM રહ્યા ઉપસ્થિત
મહિલા દિવસે શરૂ થઈ હતી રાઈડ
મહિલા દિવસે શરૂ થઈ હતી રાઈડ

આ પણ વાંચો- PM Modi Gujarat Visit: PM અને CM રોડ શૉમાં દેખાયા એક જ ગાડીમાં, ભૂપેન્દ્ર પટેલ ફરી બની શકે છે CM પદના ઉમેદવાર

મહિલા દિવસે શરૂ થઈ હતી રાઈડ - આ રાઈડને સરહદ સુરક્ષા દળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીના ઈન્ડિયા ગેટથી શરૂ કરવામાં આવી હતી. BSF સીમા 40 મહિલાઓ મોટર સાઇકલ દ્વારા દિલ્હીથી 5,280 કિમીનું અંતર કાપી 30 માર્ચના રોજ કન્યાકુમારી (BSF Bike Riders) પહોંચશે.

ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે યોજાયો કાર્યક્રમ
ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે યોજાયો કાર્યક્રમ

મુખ્યપ્રધાને મહિલા શક્તિ અંગે કરી વાત - મુખ્યપ્રધાને આ પ્રસંગે (CM Bhupendra Patel at BSF Head Quarter) કહ્યું હતું કે, નારીશક્તિની ભાગીદારીથી જ ભારત દેશને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવી શકાશે. આ રીતે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું પૂર્ણ કરી શકીશું.

દિલ્હીથી શરૂ થઈ હતી મહિલાઓની બાઈક રાઈડ
દિલ્હીથી શરૂ થઈ હતી મહિલાઓની બાઈક રાઈડ

આ રાઈડનો ઉદ્દેશ - BSF સીમા ભવાની બાઈક રાઈડર્સની ટીમ (BSF Bike Riders) 14 માર્ચે દિવસે BSF કેમ્પસ, ગાંધીનગર પહોંચી હતી. BSF સીમા ભવાની ઓલ-વુમન ડેરડેવિલ બાઈક ટીમ (BSF Bike Riders) વર્ષ 2016માં ઉભી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ વધુને વધુ મહિલાને BSFમાં સામેલ કરી મહિલાને સશકત કરવાનો છે.

મહિલા દિવસે શરૂ થઈ હતી રાઈડ
મહિલા દિવસે શરૂ થઈ હતી રાઈડ
મુખ્યપ્રધાને બાઈક રાઈડર્સનું કર્યું સન્માન
મુખ્યપ્રધાને બાઈક રાઈડર્સનું કર્યું સન્માન

ભારતના વિવિધ શહેરમાંથી પસાર થશે- આ BSF સીમા ભવાની બાઈક રાઈડની (BSF Bike Riders) શરૂઆત દિલ્હીથી થઈ હતી. ત્યાંથી ચંદીગઢ, ઉદયપુર, અટારી, બિકાનેર, જયપુર, ગાંધીનગર, કેવડીયા, નાસિક, પુણે, સોલાપુર, હૈદરાબાદ, બેંગલોર, મદુરાઈથી કન્યાકુમારી સુધી જશે, જે રોયલ એનફિલ્ડના ઈન્ડિયા ટેકનિકલ સેન્ટરમાં સમાપ્ત થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.