ETV Bharat / city

Karai Police Passing Out Parade: કરાઈ ખાતે પોલીસ પાસિંગ આઉટ પરેડ કાર્યક્રમ યોજાયો, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

author img

By

Published : Dec 18, 2021, 9:32 PM IST

Karai Police Passing Out Parade: કરાઈ ખાતે પોલીસ પાસિંગ આઉટ પરેડ કાર્યક્રમ યોજાયો, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
Karai Police Passing Out Parade: કરાઈ ખાતે પોલીસ પાસિંગ આઉટ પરેડ કાર્યક્રમ યોજાયો, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

કરાઈ પોલીસ અકાદમી (karai police academy) ખાતે પાસિંગ આઉટ પરેડ (Karai Police Passing Out Parade) યોજાઈ. પાસિંગ આઉટ પરેડમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, પોલીસ વડા આશિષ ભાટિયા ઉપરાંત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 105 પોલીસ અધિકારીઓની આ પાસિંગ આઉટ પરેડ હતી, જેમાં 36 મહિલા અધિકારી પણ શામેલ હતી.

ગાંધીનગર: કરાઈ પોલીસ અકાદમી (karai police academy) ખાતે પાસિંગ આઉટ પરેડ (Karai Police Passing Out Parade) યોજાઈ હતી. બિન હથિયારી નાયબ પોલીસ અધિક્ષક અને બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. 105 પોલીસ અધિકારીઓમાં 36 મહિલા અધિકારીની પાસિંગ આઉટ પરેડમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (bhupendra patel at karai academy), ગૃહપ્રધાન હર્ષ સંઘવી, પોલીસ વડા (gujarat director general of police) આશિષ ભાટિયા ઉપરાંત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ જવાનોનો જુસ્સો વધાર્યો

આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પોલીસ જવાનોનો જુસ્સો વધે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પોલીસ જવાનોનો જુસ્સો વધે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, પોલીસ વડા આશિષ ભાટિયા ઉપરાંત પોલીસ અધિકારીઓ સમક્ષ પોલીસ અધિકારીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પોલીસ જવાનોનો જુસ્સો વધે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આગામી સમયમાં પોલીસ જવાનો સારા કામો કરે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

નાગરિકોની સુરક્ષામાં સરકારે કોઇ જ બાંધછોડ થવા દીધી નથી

આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાને કહ્યું હતું કે, "રક્ષા શક્તિના બાવડાને શક્ય તેટલા મજબૂત રાખવા એ સરકારની ફરજ છે. નવા પડકારોને પહોંચી વળવા, નવા પ્રકલ્પોથી આપણે નાગરિકોની સુરક્ષામાં કોઇ જ બાંધછોડ થવા દીધી નથી." તેમણે જણાવ્યું કે, "વિશ્વાસ પ્રોજેક્ટ (vishwas project gujarat police) અંતર્ગત CCTV સર્વેલન્સ, સાયબર સિક્યુરિટી અને સ્પીડ ગન તેના ઉદાહરણો છે."

ગુજરાતને વધુ સલામત અને સુરક્ષિત બનાવવું છે

રાજ્યના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, "અસામાજિક તત્વોને નાથવા માટે તમને (પોલીસ)ને મજબૂત બનાવવા ભરપૂર સહયોગ કરી રહી છે અને કરતી રહેશે. ગુજરાત શાંતિ અને સલામતિ (peace and security in gujarat)ની દ્રષ્ટિએ શિરમોર છે અને આપણે ગુજરાતને વધુ સલામત અને સુરક્ષિત (safety in gujarat) બનાવવું છે." મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, "રાજ્યમાં વધી રહેલી વસ્તીને ધ્યાને લઇ યોગ્ય સલામતી સુરક્ષા વ્યવસ્થા કરવા આ સરકાર કટિબદ્ધ છે."

આ પણ વાંચો: Gujarat Vibrant Summit 2022: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત ફર્યા, કરાવ્યો RTPCR ટેસ્ટ

આ પણ વાંચો: Samvidhan Yatra 2021: ભાજપ 8 મહાનગર અને 33 જિલ્લામાં 6 ડિસેમ્બર સુધી યોજશે યાત્રા, આજથી પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.