ETV Bharat / city

Asit vora resign: પેપરલીક કાંડ પછી GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ

author img

By

Published : Feb 7, 2022, 5:57 PM IST

Updated : Feb 8, 2022, 6:17 AM IST

આજે સરકાર દ્વારા વધુ 5 બોર્ડ નિગમોમાંથી રાજીનામુ લેવામાં આવ્યું છે. જેમાં GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું પણ રાજીનામુ (Asit vora resign) લેવામાં આવ્યું છે.

Asit vora resign: GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ
Asit vora resign: GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ

ગાંધીનગર: ગુજરાત રાજ્ય ગૌણ સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાના કાર્યકાળ દરમિયાન 11 જેટલા પેપેરો ફૂટવાની ઘટના બની છે, ભાજપ પક્ષ દ્વારા તમામ બોર્ડ નિગમોના અધ્યક્ષ અને ચેરમેનના રાજીનામાં લેવાનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આજે સરકાર દ્વારા વધુ 5 બોર્ડ નિગમોમાંથી રાજીનામુ લેવામાં આવ્યું છે. જેમાં GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ (Asit vora resign) અને GIDC ચેરમેન બળવંતસિંહ રાજપૂતનું પણ રાજીનામુ લેવામાં આવ્યું છે.

Asit vora resign: GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ
Asit vora resign: GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ

સીએમ ભુપેન્દ્ર પટેલને સોંપ્યું રાજીનામુ

મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્ક પેપર (Head Clerk Paper Leak) ફૂટતાની સાથે જ રાજીનામું આપો તેવી સોશિયલ મીડિયામાં માંગ ઉઠી હતી, જ્યારે યુવા વિધાર્થીઓ દ્વારા પણ આશિત વોરા રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આજે સત્તાવાર રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આજે બપોરે 4 કલાકની આસપાસ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને રાજીનામું સુપરત કર્યું હતું.

ક્યાં ચેરમેન દ્વારા આપવામાં આવ્યું રાજીનામું

  1. આશિત વોરા : અધ્યક્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
  2. આઈ.કે. જાડેજા : અધ્યક્ષ 20 મુદ્દા અમલીકરણ યોજના
  3. બળવંતસિંહ રાજપૂત : GIDC ચેરમેન
  4. મુળૂ બેરા : ગુજરાત રુલર હાઉસિંગ બોર્ડ ચેરમેન
  5. હંસરાજ ગજેરા : બિન અનામત આયોગ અધ્યક્ષ

પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફૂટ્યું હતું પેપર

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સાણંદની એક ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર તૈયાર કરવા માટે આપ્યું હતું. જેમાં પરીક્ષા (GSSSB exam 2022)ના બે દિવસ પહેલાં જ પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરવામાં આવ્યું હતું. જે હિંમતનગરના પ્રાંતિજમાં આવેલા ઊંઝા ગામના પેપર લીક કરવાના 10થી 12 લાખ રૂપિયાનો સોદો થયો હોવાનું સામે આવ્યું હતું.

Asit vora resign: GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ
Asit vora resign: GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ

આ પણ વાંચો: ભાજપ ભ્રષ્ટાચારીની પાર્ટી છે: કલેકટર અને જગદીશ ઠાકોર વચ્ચે થઈ તું તું મેં મેં

IAS/IPS દ્વારા કરવામાં આવ્યું આયોજન

જાહેર પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો કુતનીતિ ન થાય તેને ધ્યાનમાં લઇએ તો હવે રાજ્ય સરકાર દ્વારા જાહેર પરીક્ષાને ધ્યાનમાં લઇને સિનિયર IAS, IPS દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાહેર પરીક્ષાનું કોઈ પણ પ્રશ્નપત્ર લીક ના થાય તે બાબતે ખાસ ચર્ચા કરીને આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Apple launch new iMac: Appleના iPhone S3 અને iPad Air5નું ઉત્પાદન શરૂ

20 માર્ચ 2022 રવિવારના રોજ ફરી પરીક્ષાનું આયોજન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ રીતે બહાર પાડવામાં આવ્યું છે કે, 20 માર્ચ 2022 રવિવારના રોજ બપોરે 12 કલાકથી 2 કલાક દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓ અને ઉમેદવારોએ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના દસ દિવસ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર મુકવામાં આવશે.

Last Updated : Feb 8, 2022, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.