ETV Bharat / city

વીડિયો કોન્ફરન્સથી આસારામ અને નારાયણસાંઇની મુલાકાત કરાવી શકે કે કેમ : જોધપુરની એઇમ્સ હોસ્પિટલને કોર્ટનો પ્રશ્ન

author img

By

Published : Jun 23, 2021, 9:20 PM IST

બે યુવતીઓ પર દુષ્કર્મ આચરવાના કેસમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુની તબિયત લથડી છે. જેને જોતા તેમના પુત્ર નારણ સાઇએ કોર્ટમાં જામીન માટેની અરજી કરી છે.

વીડિયો કોન્ફરન્સથી આસારામ અને નારાયણસાંઇની મુલાકાત કરાવી શકે કે કેમ
વીડિયો કોન્ફરન્સથી આસારામ અને નારાયણસાંઇની મુલાકાત કરાવી શકે કે કેમ

  • આસારામની તબિયત લથડતાં નારાયણભાઈએ કોર્ટમાં કરી જામીન અરજી
  • નારાયણ સાંઈની બહેનને પણ ગુજરાતની બહાર જવાની મંજૂરી નહીં

અમદાવાદ: સુરતની બે યુવતીઓ પર દુષ્કર્મ આચરવાના કેસમાં સજા ભોગવી રહેલા આસારામની તબિયત લથડતાં તેમના પુત્ર નારણ સાઇએ કોર્ટમાં જામીન માટેની અરજી કરી છે. નારાયણસાંઇની બહેન પોતાના પિતાની સંભાળ નહિ લઇ શકે કારણકે તેની ઉપર પણ ગુજરાતની બહાર ન જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહીં મહત્વનું છે કે આસારામ વર્ષોથી આયુર્વેદિક દવા ઉપર નિર્ભર હોવાના કારણે તેમને એલોપેથીની દવા સૂટ થતી નથી


જોધપુર એઇમ્સમાં સારવાર હેઠળ છે આશારામ
મહત્વનું છે કે સુરતમાં બે યુવતી પર દુષ્કર્મ આચરનારા આસારામની તબિયત લથડતા હાલ એઇમ્સ હોસ્પિટલ, જોધપુર ખાતે સારવાર લઇ રહ્યાં છે અને તેમની પુત્રીને પણ ગુજરાતની બહાર ન જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાણી બુધવારે કોર્ટે વીડિયો કોન્ફરન્સથી જોધપુરની એઇમ્સ હોસ્પિટલ આસારામ અને નારાયણસાંઇની મુલાકાત કરાવી શકે કે કેમ તેને લઈને જોધપુરની એઇમ્સ હોસ્પિટલને પ્રશ્ન કર્યો છે. આગામી સમયમાં કોર્ટે આ મુદ્દે નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો: આશારામ બાપુને જોધપુર એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.