ETV Bharat / city

ગાંધીનગર જિલ્લામાં 146 ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂંક પત્રો એનાયત

author img

By

Published : Jun 2, 2021, 1:43 PM IST

રાજ્યમાં અન્ય જિલ્લાઓની જેમ જિલ્લામાં 146 ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા. આ ભરતી પછી શિક્ષકોમાં વધારો થતાં શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.

ગાંધીનગર જિલ્લામાં 146 ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂંક પત્રો એનાયત
ગાંધીનગર જિલ્લામાં 146 ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂંક પત્રો એનાયત

  • હવે માધ્યમિકના શિક્ષકોની ભરતી થશે
  • કોરોનામાં ભરતી કાર્ય અટકી ગયું હતું તે શરૂ થયું
  • શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે

ગાંધીનગર: કોરોનાના કારણે અત્યાર સુધી ભરતી પ્રક્રિયા ઉપર રોક લાગેલો હતો, પરંતુ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની ભરતી આજે સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહીં 146 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. ભરતી પ્રક્રિયાના નિયમોને આધારે તેમની પસંદગી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પાટણમાં શિક્ષણ સહાયક તરીકે 59 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા

7 જુલાઈથી જિલ્લામાં જુદી-જુદી સ્કૂલો પ્રમાણે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકો હાજર થશે

આજે નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ગાંધીનગર જિલ્લામાં જિલ્લા કલેકટર, સંયુક્ત નિયામક, જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે નિમણૂંક પત્રો અપાયા. 7 જુલાઈથી જિલ્લામાં જુદી જુદી ફાળવવામાં આવેલ સ્કૂલો પ્રમાણે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકો હાજર થઈ પોતાનું કાર્ય શરૂ કરશે. આ ભરતી પ્રક્રિયા પછી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે જોકે આ પહેલા પ્રવાસી શિક્ષકો રાખવા પડતા હોતા પરંતુ હવેથી શિક્ષકોની નિમણૂક થતાં પ્રવાસી શિક્ષકોની સંખ્યા પણ ઘટશે.

આ પણ વાંચો: મહીસાગર જિલ્લાની ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 125 શિક્ષકોને મુખ્યપ્રધાન રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણુંક પત્રો અપાયા

આગામી સમયમાં માધ્યમિકની પણ ભરતી કરવામાં આવશે

કોરોનામાં આ ભરતી પ્રક્રિયા અટકી ગઈ હતી તેને ફરી શરૂ કરાઇ છે. ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ભરતએ કહ્યું હતું કે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી બાદ માધ્યમિક શિક્ષકોની ભરતી પણ જકડી જ જિલ્લામાં કરવામાં આવશે. નિમણુક પામનાર લાલભા ઝાલાએ કહ્યું કે, શિક્ષકોની નિમણૂક પ્રક્રિયામાં સૌથી સારી વાત એ છે કે ફોર્મ ભરવાથી લઈને નિમણૂક પત્ર સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. અમે અમારું જ્ઞાન અને તકનીકી મદદથી વિદ્યાર્થીઓના જીવનને નવી દિશા આપીશું. અમને અમારી મરજી મુજબ શાળા પસંદ કરવાની પણ છૂટ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.