ETV Bharat / city

રાજ્યના 29માં મુખ્ય સચિવ તરીકે અનિલ મુકીમે ચાર્જ સંભાળ્યો

author img

By

Published : Nov 30, 2019, 8:49 PM IST

ગાંધીનગર: ગુજરાત કેડરના 1985ની બેંચના વરિષ્ઠ અધિકારી અનિલ મુકીમે શનિવારે ગુજરાતના 29માં મુખ્ય સચિવ તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘે તેમને ચાર્જ સોંપીને સારી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Anil Mukim
અનિલ મુકીમ

રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ 30 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા છે, રાજ્ય સરકારે તેમને 6 મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું, તે પણ 30 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ગયું છે. ત્યારે શનિવારે ડૉ.જે.એન.સિંઘની હાજરીમાં દિલ્હીથી હોમ કેડરમાં પરત ફરેલ અનિલ મુકીમે 29માં મુખ્યસચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

અનિલ મુકીમ બન્યા રાજ્યના 29માં મુખ્ય સચિવ

રાજ્યના નવા મુખ્ય સચિવ અનિલ મુકીમ 4.45 કલાકની આસપાસ ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂર્વ મુખ્યસચિવની હાજરીમાં ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ ડૉ.જે.એન. સિંઘે અનિલ મુકીમનું સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અનિલ મુકીમ સનદી અધિકારી તરીકે નાણા, મહેસૂલ, સ્વાસ્થ્ય જેવા વિવિધ વિભાગના વડા તરીકે કામગીરી કરવાનો અનુભવ ધરાવે છે. ઉપરાંત ગુજરાતના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ મુખ્ય સચિવ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. અનિલ મુકીમ કેન્દ્ર સરકારના ખાણ અને ખનીજ વિભાગના સચિવ તરીકે પણ સેવા આપી ચૂકયા છે.

Intro:Approved by panchal sir


ગાંધીનગર : રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ જે.એન. સિંઘ 30 નવેમ્બરના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે, રાજ્ય સરકારે છ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું તે પણ30 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આજે જે.એન.સિંઘની હાજરીમાં જ દિલ્હી થી હોમ કેડરમાં પરત ફરેલ અનિલ મુકીમે આજે જે.એન. સિંઘ ની હાજરીમાં મુખ્યસચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
Body:રાજ્યના નવા મુખ્ય સચિવ અનિલ મુકીમે બપોરના 4.45 કલાકની આસપાસ ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પૂર્વ મુખ્યસચિવ ની હાજરીમાં રાજયના મુખ્ય સચિવ તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ જે.એન. સિંઘે અનિલ મુકિમને ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કર્યું હતું.. સાથે જ ચાર્જ સાંભળ્યાં બાદ રાજ્યના અલગ અલગ વિભાગના સચિવ કક્ષાના અધિકારીઓ, IAS, મુખ્યપ્રધાનના મુખ્ય સચિવો નર્મદા હોલ ખાતે બુકે આપીને સ્વાગત કર્યું હતું.

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.