ETV Bharat / city

અલ્પેશ ઠાકોર રાધનપુરથી નહીં પણ ગાંધીનગર દક્ષિણથી લડશે, વેવાઈ કરશે મદદ

author img

By

Published : Oct 14, 2022, 9:11 AM IST

Updated : Oct 14, 2022, 10:01 AM IST

વર્ષ 2017માં વાજતેગાજતે કૉંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર (alpseh thakor) હવે ભાજપના નેતા છે. ત્યારે આ વખતે રાધનપુર બેઠક (radhanpur assembly constituency) પરથી અલ્પેશ ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે. જોકે અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી ચૂંટણી (gujarat election) લડે તેવી કોઈ તૈયારી કરી નથી.

અલ્પેશ ઠાકોર રાધનપુરથી નહીં પણ ગાંધીનગર દક્ષિણથી લડશે, વેવાઈ કરશે મદદ
અલ્પેશ ઠાકોર રાધનપુરથી નહીં પણ ગાંધીનગર દક્ષિણથી લડશે, વેવાઈ કરશે મદદ

ગાંધીનગર ગુજરાતમાં વ્યસનમુક્તિનું આંદોલન કરીને યુવાનોનો ચહેરો બનનારા અલ્પેશ ઠાકોર (alpseh thakor) વર્ષ 2017માં રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કૉંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં (gujarat election) તેઓ વિજય પણ બન્યા હતા, પરંતુ ગણતરીના વર્ષો થયા બાદ તેમણે કૉંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

રાધનપુરથી નહીં લડે ચૂંટણી અલ્પેશ ઠાકોર વર્ષ 2019માં ફરીથી ભાજપના દાવેદાર થઈને રાધનપુર વિધાનસભા બેઠક (radhanpur assembly constituency) પરથી પેટા ચૂંટણી હાર્યા હતા ત્યારે હવે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (gujarat election) રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરનો (radhanpur assembly constituency) વિરોધ થઈ રહ્યો છે પરંતુ અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવાની કોઈ જ પ્રકારની તૈયારી જ કરી નથી.

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડશે સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે, અલ્પેશ ઠાકોર (alpseh thakor) ઠાકોર સમાજની એકદમ સિક્યોર અને સેફ ગણાતી એવી ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક (Gandhinagar South Assembly Constituency Seat) પરથી વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી (gujarat election) લડશે.

વેવાઈ કરશે મદદ મહત્વની વાત કરીએ તો, અમદાવાદના દસક્રોઈ તાલુકાના ઠાકોર સમાજનો દબદબો છે અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકમાં જે ગ્રામ્ય વિસ્તાર આવે છે. તેમાં સંપૂર્ણપણે ઠાકોર સમાજ કે જે ભાજપ પક્ષ સાથે છેલ્લા કેટલાય સમયથી છે અને 80 ટકાથી વધુ મતદારો ઠાકોર સમાજના છે. ત્યારે અલ્પેશ ઠાકોર (alpseh thakor) હવે ભાજપની પરંપરાગત બેઠક અને હાલના ધારાસભ્ય શંભુજી ઠાકોરની બેઠક પરથી ચૂંટણી લડશે.

મદદમાં આવશે વેવાઈ અલ્પેશ ઠાકોરના (alpseh thakor) પૂત્રનું હમણાં થોડા મહિના પહેલાં જ અમદાવાદના એક વિસ્તારમાં સગપણ કર્યું છે અને ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરના વેવાઈનું ત્યાં ખૂબ માન સન્માન છે. જ્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના વેવાઈનું ખુબ મોટું સામ્રાજ્ય છે. ત્યારે જો અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષીણ વિધાનસભા બેઠક પર ચૂંટણી (Gandhinagar South Assembly Constituency Seat) લડશે તો જીત માટે સંપૂર્ણ હક્કદાર હોવાની વાત સામે આવી રહી છે.

રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર (alpseh thakor) કૉંગ્રેસમાંથી દાવેદારી કરી હતી અને તેઓએ જીત પણ મેળવી હતી. પરંતુ ત્યારબાદ વર્ષ 2019માં અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ પક્ષમાંથી અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડી હતી. પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તો અત્યારે રાધનપુર બેઠક (radhanpur assembly constituency) પર કૉંગ્રેસના એક જ નેતા રઘુ દેસાઈ અત્યારે ધારાસભ્ય તરીકે છે અને ભાજપમાં રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરનો સંપૂર્ણપણે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અલ્પેશ ઠાકોર રાધનપુર નહીં, પરંતુ ઠાકોર સમાજના સૌથી વધુ મત ધરાવતી ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણી લડશે.

રાધનપુર બેઠક પર સ્થાનિકને ટિકીટ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ અલ્પેશ ઠાકોરને (alpseh thakor) ટિકીટ આપવામાં આવી હતી, પરંતુ ભાજપ પક્ષમાંથી ન જ અલ્પેશ ઠાકોરના વિરોધીઓ નીકળ્યા હતા અને રાધનપુર બેઠક પર સ્થાનિકને ટિકીટ આપવાની માગ કરી હતી. ત્યારે વર્ષ 2022ને વિધાનસભાની ચૂંટણીમાં પણ અત્યારે પ્રથમ તબક્કામાં અલ્પેશ ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે, પરંતુ અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના જ નથી.

રાધનપુરમાં કરી રહ્યા છે પ્રચાર હવે તેઓ ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી ચૂંટણી (Gandhinagar South Assembly Constituency Seat) લડવાના છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર (radhanpur assembly constituency) સ્થાનિક ઉમેદવાર જ ભાજપ જાહેર કરશે, પરંતુ અત્યારે અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભાના પ્રવાસ (radhanpur assembly constituency) ઉપર છે ત્યારે ભાજપે સોપેલી જવાબદારી મુજબ તે રાધનપુર વિધાનસભામાં ભાજપનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જ્યારે પક્ષ સ્થાનિક ઉમેદવારને જે ત્યાં ટિકીટ આપશે.

શુ કહ્યું અલ્પેશ ઠાકોરે અલ્પેશ ઠાકોરે ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ટિકીટ માગવાનો તમામ વ્યક્તિને અધિકાર છે. જ્યારે પક્ષ જે વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપશે. તે બેઠક પરથી ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવશે. તો સી. આર. પાટીલે કહ્યું ટિકીટ મળશે પણ કયાંથી મળશે તે નક્કી નથી, ઉલ્લેખનીય છે કે, દશેરાના દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ જાહેરમાં જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ અમારા નેતા છે તેઓ ચૂંટણી લડે અને વિજય થાય તેવી શુભેચ્છાઓ આપીએ. જ્યારે અલ્પેશ ઠાકોર આ વિધાનસભામાં વિજય થશે તેવી જાહેરાત પણ સી.આર. પાટીલે કરી હતી.

ગાંધીનગર દક્ષિણ બેઠક ભાજપનો ગઢ વર્ષ 1995માં વાડીભાઈ ભાઈચંદ દાસ પટેલ (ભાજપ), વર્ષ 1998માં વાડીભાઈ ભાઈચંદ દાસ પટેલ (ભાજપ), વર્ષ 2002માં ડો. સી.જે ચાવડા (કૉંગ્રેસ), વર્ષ 2007માં શંભુજી ઠાકોર (ભાજપ), વર્ષ 2012માં શંભુજી ઠાકોર (ભાજપ), વર્ષ 2017માં શંભુજી ઠાકોર (ભાજપ).

ગાંધીનગર દક્ષિણ બેઠક પર મતદારોની સંખ્યા ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં (Gandhinagar South Assembly Constituency Seat) વર્ષ 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, કુલ 367764 વસ્તીમાંથી 39.37 ટકા ગ્રામીણ અને 60.63 ટકા શહેરી વસ્તી ધરાવે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મતદાન 70.77 ટકા હતું. ભાજપ અને કૉંગ્રેસ પક્ષને વર્ષ 2017માં અનુક્રમે 49.86 ટકા અને 44.51 ટકા મત મળ્યા હતા. જ્યારે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે, ગાંધીનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 3,71,598 મતદારો નોંધાયા છે, જેમાં 1,90,927 પુરૂષ મતદારો, 1,80,660 મહિલા મતદારો અને 11 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે.

અલ્પેશ ઠાકોરને આપશે વિશેષ જવબદારી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા અને વિધાનસભા ગૃહમાં (gujarat election) જ્યારે અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે ભાજપ અને ભાજપની સરકાર ઓબીસી માટે કોઈ કામ ન કરતા હોવાના આક્ષેપ પણ અનેક વખત કર્યા હતા. ત્યારે હવે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ભાજપ પક્ષ OBCની બેઠકોની જવાબદારી પણ આપશે અને આ તમામ બેઠકો ભાજપ પક્ષ જીતે તે રીતે અલ્પેશ ઠાકોરને અલગ અલગ વિધાનસભામાં ભાજપ પક્ષના ચેમ્પિયનમાં પણ જોડવામાં આવશે તેવું પણ આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સૂત્ર તરફથી સામે આવ્યું છે.

Last Updated : Oct 14, 2022, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.