ETV Bharat / city

School Health Program : ગાંધીનગર ખાતે નીતિન પટેલની અધ્યક્ષતામાં શાળા આરોગ્ય કાર્યક્રમની સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઇ

author img

By

Published : Aug 12, 2021, 10:53 PM IST

ગાંધીનગર ખાતે ગુરુવારે શાળા આરોગ્ય કાર્યક્રમની સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઇ હતી. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન પ્રધાન નીતિન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી.

School Health Program
School Health Program

  • ગાંધીનગર ખાતે શાળા આરોગ્ય કાર્યક્રમની સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઇ
  • રાજ્યમાં દરેક બાળકોની થશે આરોગ્ય તપાસ
  • શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ 18 વર્ષની ઉમરના કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવરી લેવાશે

ગાંધીનગર: રાજ્યનું બાળક સંપૂર્ણ સ્વસ્થ હોય તો રાજ્ય અને દેશનો ભવિષ્ય પણ સ્વસ્થ બનતું હોય છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Nitin Patel) ના અધ્યક્ષસ્થાને ગુરુવારે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠક (Steering Committee Meeting) માં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રતિ વર્ષ બાળકોના આરોગ્યની ચિંતા કરીને આ કાર્યક્રમ હેઠળ રાજ્યના 0થી 18 વર્ષની વય ધરાવતા 1.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. આ ચકાસણી દરમ્યાન ગંભીર બિમારી ધરાવતાં વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની વિનામૂલ્યે સારવાર રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે. જેની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બાળકો અને વિધાર્થીઓને વિનામૂલ્યે સારવાર

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષની ઉમરના શાળાએ જતા અને ન જતા વિદ્યાર્થીઓને આવરી લેવાતા હતા. આ વર્ષે કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા એટલે કે, ITI, કોલેજ, ડીગ્રી-ડીપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લેઇને વિનામૂલ્યે સારવાર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને બોલવામાં અને સાંભળવામાં તકલીફ હોય તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ પુરા પાડવામાં આવે છે. આ કોક્લીયર ઈમ્પ્લાન્ટનું કોઈ સાધન તુટી જાય, ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો તેવા કિસ્સામાં દર્દીને સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા પચાસ ટકા સહાય આપવાનો પણ નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો: રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી, ચર્ચા કરવા સરકાર તૈયાર : નીતિન પટેલ

ટ્રાન્સપ્લાન્ટ પણ વિનામૂલ્યે

નીતિન પટેલે (Nitin Patel) વધુમાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓને કિડની, હ્રદય, કેન્સર જેવા ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તેમને પણ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. જે અંતર્ગત કેટલાક ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય તે અંગેનું નિદાન 18 વર્ષ પહેલા થઇ ગયુ હોય પરંતુ ટ્રાન્સપ્લાન્ટ અંગેનું ઓર્ગન 18 વર્ષ બાદ મળે તો પણ આવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સારવાર આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તે મુજબ રાજ્ય સરકાર સારવાર પણ પુરી પડાશે.

આ પણ વાંચો: રાજ્યમાં પાણીની અછત: પીવાના પાણીનો સ્ટોક કરી ખેતી બચાવ માટે પાણી છોડવામાં આવશે

કોવિડ 19માં 1,59,61,906 બાળકોની તપાસ કરાઈ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું હતું કે, ગત વર્ષે કોવિડ- 19 ના સંક્રમણને પરિણામે આરોગ્ય ચકાસણી કાર્યક્રમ શાળાઓમાં બંધ રહ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ વર્ષ 2019-20માં 1,59,61,906 બાળકોના આરોગ્યની તપાસ કરાઇ હતી. જેમાં 28,55,447 બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તથા 2,65,004 બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો છે. 98,605 બાળકોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરાયુ હતું. આ ઉપરાંત 20,674 બાળકોને હૃદયરોગ, 2869 બાળકોને કિડનીરોગ, 1855 બાળકોને કેન્સર રોગ, 822 ક્લેપ લીપ-પેલેટ, 1152 ક્લબ ફૂટની સારવાર અપાઇ હતી. 25 બાળકોને કિડનીનું પ્રત્યારોપણ, 163 કોકલીયર ઇમ્પલાન્ટ તથા 22 બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકારે પૂરી પાડી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.