ETV Bharat / city

રાજ્યમાં 3 માસમાં 228 બોગસ તબીબો ઝડપાયા, પોલીસ અને આરોગ્ય વિભાગનું સંયુક્ત ઓપરેશન

author img

By

Published : Jul 17, 2021, 6:14 PM IST

કોરોનાની મહામારીમાં દરમિયાન પોલીસ( Gujarat Police ) દ્વારા અનેક બોગસ તબીબો ( Bogus Doctor )ની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લાં 3 માસમાં 228 બોગસ તબીબો ઝડપાયાં છે. ઉલ્લેખનીય છે કે, અલગ-અલગ જિલ્લામાં કુલ 218 ગુના દાખલ કર્યા છે, જેમાં સૌથી વધુ 28 બોગસ તબીબો ભરૂચ અને બનાસકાંઠા ખાતે ઝડપાયા હતા.

રાજ્યમાં 3 માસમાં 228 બોગસ તબીબો ઝડપાયા
રાજ્યમાં 3 માસમાં 228 બોગસ તબીબો ઝડપાયા

  • રાજ્યમાં પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગની કાર્યવાહી
  • એક મહિનામાં વધુ 7 બોગસ તબીબો ઝડપાયા
  • રાજ્યમાં કુલ 228 બોગસ તબીબો ઝડપાયા

ગાંધીનગર : કોરોનાની મહામારીમાં અનેક બોગસ તબીબ બનીને રૂપિયા કમાવાનો પેતરો કરતા ઝડપાયા હતા, ત્યારે રાજ્ય સરકારને આ વિગતો ધ્યાનમાં આવતા રાજ્યના આરોગ્ય અને ગૃહ વિભાગ( Gujarat Police ) દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં છેલ્લાં 3 માસમાં 228 બોગસ તબીબો ( Bogus Doctor )ઝડપાયાં છે. જ્યારે એક મહિનામાં વધુ 7 બોગસ તબીબો ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 'માં'વતરની હત્યા : મહીસાગરના સંતરામપુરમાં ગેરકાયદેસર ગર્ભપાતનો વીડિયો વાઇરલ, નાયબ મુખ્યપ્રધાને કહ્યું - તપાસ કરાવીશું

બોગસ તબીબો વિરુદ્ધ 218 ગુનાઓ દાખલ

રાજ્યમાં અત્યાર સુધીમાં પોલીસે આવા બોગસ તબીબો સામે અલગ-અલગ જિલ્લામાં કુલ 218 ગુના દાખલ કર્યા છે, જેમાં સૌથી વધુ 28 બોગસ તબીબો ભરૂચ અને બનાસકાંઠા ખાતે ઝડપાયાં હતા. કોરોનાની બીજી લહેરમાં લોકોને સારવાર માટે બેડ, ઓક્સિજનની સુવિધા સહિતની અનેકગણી હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. આ તકનો લાભ લઈને રાજ્યમાં ઠેરઠેર ધાણીફૂટ હોસ્પિટલો શરૂ થઈ ગઈ. જો કે આ તકનો લાભ ઉઠાવી એવા અનેક લોકો સામે આવ્યા, જેમણે બોગસ ડીગ્રી બનાવી અને હોસ્પિટલના નામે હાટડીઓ ખોલી સારવાર કરવાની શરૂઆત કરી હતી. રાજ્યના ગૃહ વિભાગને આ બાબતે અનેક રજૂઆતોના કારણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આદેશ

રાજ્ય ગૃહ વિભાગને મળેલી ફરિયાદોને આધારે રાજ્ય પોલીસ વડાને આવા બોગસ તબીબો કે જેઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે, તેમને ઝડપી પાડવા માટે એપ્રિલ 2021માં આદેશ કર્યાં હતા. આદેશના પગલે રાજ્યમાંથી બોગસ તબીબો ઝડપાવવાની શરૂઆત થઈ હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 218 બોગસ તબીબો સામે કેસ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ 228 બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ દાખલ કરવામાં આવેલા 218 ગુના પૈકી 15 ગુનામાં ચાર્જશીટ કરવામાં આવી છે, જ્યારે 203 ગુનામાં હજુ પણ ચાર્જશીટ કરવાની બાકી છે.

આ પણ વાંચો: સુરતના એક બિલ્ડરે અધધ 11 લાખમાં 192 કિલો વજન ધરાવતો 'તૈમુર' ખરીદ્યો

ક્રમસ્થળ દાખલ કેસઆરોપીઝડપાયેલા આરોપીચાર્જશીટપેન્ડીંગ ચાર્જશીટ
1અમદાવાદ શહેર57705
2વડોદરા શહેર33303
3રાજકોટ શહેર78607
4અમદાવાદ ગ્રામ્ય151515015
5આણંદ99709
6ખેડા11101
7ગાંધીનગર34403
8મહેસાણા56623
9સાબરકાંઠા44413
10અરવલ્લી67706
11છોટાઉદેપુર55505
12વડોદરા ગ્રામ્ય33312
13ભરૂચ282828028
14નર્મદા181818513
15પંચમહાલ-ગોધરા44404
16મહિસાગર22202
17દાહોદ 55505
18સુરત ગ્રામ્ય99909
19નવસારી55505
20વલસાડ101010010
21રાજકોટ ગ્રામ્ય12210
22મોરબી22102
23સુરેન્દ્રનગર 78834
24દેવભૂમિ દ્વારકા22202
25જામનગર22220
26ગીર સોમનાથ55505
27પોરબંદર44404
28બોટાદ11101
29ભાવનગર11101
30કચ્છ પશ્વિમ66606
31કચ્છ પૂર્વ77707
32બનાસકાંઠા272826027
33પાટણ46604

રાજ્યમાં કાર્યવાહી યથાવત

રાજ્યમાં હજુ પણ આવા બોગસ તબીબોને શોધવા માટે ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના આ ગોરખધંધાનો પર્દાફાશ કરી શકાય, જ્યારે આવનારા દિવસોમાં પણ આ કાર્ય પોલીસ અને આરોગ્યવિભાગ દ્વારા યથાવત રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.