ETV Bharat / city

તૌકતે વાવાઝોડામાં 15,000 કરોડનું નુકસાન, સરકારની સહાય લોલીપોપ: અમિત ચાવડા

author img

By

Published : May 27, 2021, 5:14 PM IST

તૌકતે વાવાઝોડામાં 15,000 કરોડનું નુકસાન
તૌકતે વાવાઝોડામાં 15,000 કરોડનું નુકસાન

ગુજરાતના દરિયા કિનારે 18 મેના રોજ આવેલા તૌકતે વાવાઝોડા(Tauktae Cyclone)થી વિનાશ સર્જ્યો છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તાર માટે સહાય જાહેર કરી છે. જેને લઇને કોંગ્રેસે આજે ગુરુવારે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેમણે સહાયને લોલીપોપ ગણાવી વધુ સહાય આપવાની માગ કરી છે.

  • રાજ્યમાં વાવાઝોડામાં 15,000 કરોડનું નુકસાન
  • કોંગ્રેસે રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર
  • રાજ્યપાલને સરકારી કામકાજમાં હસ્તક્ષેપ કરીને સહાય વધારવા માગ
  • રાજ્ય અને કેન્દ્ર સરકારે આપેલી સહાય લોલીપોપ ગણાવી
    તૌકતે વાવાઝોડામાં 15,000 કરોડનું નુકસાન

ગાંધીનગર: ગુજરાતના દરિયા કિનારે 18 મેના રોજ આવેલા તૌકતે વાવાઝોડા(Tauktae Cyclone)થી વિનાશ સર્જ્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાન અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani)એ આજે ગુરુવારે રાજ્યપાલને મળીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે સહાય આપવામાં આવી છે તેમાં વધારો કરવામાં આવે અને હકીકતમાં 15,000 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની રજૂઆત કરી હતી. આ સાથે જ સરકાર દ્વારા જે સહાય આપવામાં આવી છે તેને પણ એક લોલીપોપ સમાન સહાય ગણાવી હતી.

આ પણ વાંચોઃ તૌકતે વાવઝોડાને પગલે રાજ્ય સરકારે 500 કરોડનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું

70 લાખ બાગાયતી વૃક્ષોનો થયો નાશ

કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત(Amit Chavda) ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વાવાઝોડા(Cyclone)થી પ્રભાવિત જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં અંદાજે 70 લાખ જેટલા બાગાયતી વૃક્ષો સંપૂર્ણ નાશ થયો છે અને ગંભીર નુકસાનીના કારણે લગભગ 7,000 કરોડ તેમજ ખેતરમાં ઉભેલા ઉનાળુ કૃષિપાકોથી અંદાજે રૂપિયા 400 કરોડ જેટલી ભારે મોટી નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જ્યારે આ નુકસાનીનો બોજ ખેડૂત ઉપર પડ્યો છે, ત્યારે રાજ્ય સરકારે વધુ સહાય જાહેર કરવાની માગ પણ રાજ્યપાલ સમક્ષ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મીઠા ઉદ્યોગને કુદરતી આપત્તિમાં થતી નુકસાનીમાં રાહત આપવા કરાઈ માગ

1,500 કરોડની સહાયની જાહેરાત લોલીપોપ સમાન

અમિત ચાવડા(Amit Chavda) વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra modi) અમૂક જિલ્લાઓમાં હવાઇ નિરીક્ષણ કરી પછી ઓફિસમાં બેઠા બેઠા જ બેઠક કરીને 1,000 કરોડની સહાય જાહેરાત કરી હતી, ત્યારે રાજ્ય સરકારે પણ ગઈકાલે બુધવારે 500 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. આમ 1,200 કરોડ રૂપિયાની પેકેજ જાહેર કરીને ભાજપની ખેડૂત વિરોધી માનસિકતા છતી કરી હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા(Amit Chavda)એ કર્યા હતા. વધુમાં અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આ આર્થિક સહાયને લોલીપોપ સમાન પણ ગણાવી હતી.

કોંગ્રેસ દ્વારા કઈ માગ કરવામાં આવી

  1. વાવાઝોડામાં દરિયા કાંઠા વિસ્તારના તથા અન્ય વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરીને તેમને હોમ કે અન્ય જગ્યાએ રાખવામાં આવ્યા છે, તેવા અસરગ્રસ્ત પરિવારજનોને એક માસ સુધી પરિવાર દીઠ 1,000 લેખે પ્રતિ દિવસની કેશડોલ્સ ચુકવવામાં આવે.
  2. વાવાઝોડાના વિનાશમાં ભારે પવનના કારણે કાચા પાકા મકાનો અને ચોપડાઓનું જે નુકસાન થયું છે અને જમીનદોસ્ત મકાન થયા છે, તેવા અસરગ્રસ્ત પરિવારોને કપડા અને ઘરવખરી સહાય પેટે તાત્કાલિક રૂપિયા 25,000 રૂપિયા ચૂકવવા જોઈએ.
  3. મકાન સહાય પેટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ નાશ પામેલા કાચા-પાકા મકાનો માટે જે સહાય જાહેર કરી છે, તે ખૂબ જ પૂરતી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દરેક પરિવારને ઓછામાં ઓછી 2.50 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે.
  4. વાવાઝોડામાં કૃષિ પાકો સંપૂર્ણપણે નાશ પામવાના કારણે અંદાજે 400 કરોડ કરતા પણ વધુ નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને તાત્કાલિક નુકસાની વળતર ચૂકવવું જોઈએ. આ ઉપરાંત વાવાઝોડાથી નુકસાન ગ્રસ્ત ડ્રિપ ઇરિગેશન સિસ્ટમને પૂર્ણ સબસીડી સાથે કાર્યરત કરવામાં આવે. આ સાથે જ નવી લોન પણ આપવી જોઈએ. આ ઉપરાંત બાગાયતી પાક બાબતે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આંબાના ઝાડ દીઠ 2.80 લાખ અને નારિયેળના ઝાડ દીઠ 33,000ની સહાય આપવામાં આવે.
  5. આ વાવાઝોડામાં માછીમારોને પણ ઘણું નુકસાન થયું છે. જેમાં 1,000 જેટલી બોટો સહિત માછીમારોના સાધનોને અંદાજે 500 કરોડ કરતાં પણ વધારે નુકસાન થયું છે, ત્યારે માછીમારોને બોટ તથા સાધનોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવું જોઈએ. બોર રિપેર કરવા અને સાધનો ખરીદવા માટેની સહાયની ચૂકવણી તથા માછીમારી કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમને દૈનિક કેસોની ચૂકવણી પણ કરવી જોઈએ.
  6. વાવાઝોડામાં જે ઉદ્યોગ-વેપાર ધંધાને નુકસાન થયું છે, તેમાં 5,000 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, ત્યારે વીમા કંપનીઓ તાત્કાલિક સર્વે હાથ ધરી અને સંપૂર્ણ વીમાની રકમ અસરગ્રસ્તોને ચૂકવાય તેવી માગ કરવામાં આવી હતી, જ્યારે જે ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની સમસ્યા છે ત્યાં પણ તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવાની માગ કરવામાં આવી હતી. આ સાથે જ પીવાના પાણી બાબતે પણ રાજ્યપાલને આવેદન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડામાં માછીમારોને થયેલા નુક્સાનનું સર્વે હાથ ધરીને વળતર ચૂકવવા રજૂઆત

બાગાયતી પાકમાં 10 વર્ષ સુધીનું નુકસાન

અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, જે વાવાઝોડામાં બાગાયતી પાક જેવા કે લીંબુ, નારીયેળી, આંબા જેવા પાકોને નુકસાન થયું છે તે ખૂબ જ મોટું નુકસાન થયું છે. આવનારા 10 વર્ષમાં ભરપાઈ ન થઈ શકે તેવા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી રાજ્ય સરકારે વધુમાં વધુ સહાય જાહેર કરવી પડે ન કરવી જોઇએ. જ્યારે અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે 200 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે, તે ફક્ત લોલીપોપ હોવાનું પણ નિવેદન કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.