ETV Bharat / city

Gujarat Assembly 2022: વિધાનસભા બજેટ સેશનના લેખાજોખા, જાણો શું રહ્યા મહત્વના મુદ્દાઓ...

author img

By

Published : Mar 31, 2022, 6:49 PM IST

Updated : Mar 31, 2022, 7:17 PM IST

રાજ્યની વિધાનસભામાં આજે 31 માર્ચ 2022ના બજેટ સેશનનો અંત(End of budget session) દિવસ હતો. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો બજેટ સેશનના અંતિમ દિવસે તમામ ધારાસભ્યોના ફોટો સેશન(Photo session of MLAs) પણ રાખવામાં આવ્યા હતા.

14th Gujarat Assembly Completed: 15મી વિધાનસભા બજેટ સેશનમાં, નવી સરકાર, નવા પ્રધાન અને નવા ચહેરાઓ જોવા મળશે
14th Gujarat Assembly Completed: 15મી વિધાનસભા બજેટ સેશનમાં, નવી સરકાર, નવા પ્રધાન અને નવા ચહેરાઓ જોવા મળશે

ગાંધીનગર: ગુજરાત રાજ્યની વિધાનસભામાં(Gujarat Assembly 2022 Completed ) 31 માર્ચ 2022ના બજેટ સેશનનો અંત દિવસ હતો મહત્વની વાત કરવામાં આવે તો બજેટ સેશનના અંતિમ દિવસે તમામ ધારાસભ્યોના ફોટો સેશન પણ રાખવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાત વિધાનસભાની અનોખી વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યએ દેશને પ્રથમ મહિલા સ્પીકર(First Lady Speaker) તરીકે નીમાબેન આચાર્યની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત વિધાનસભાના પ્રથમ બજેટ સેશન(First budget session) દરમિયાન જ વર્ષ 2018માં કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ(Congress MLAs protest) કરતા માઈક પણ તોડ્યા હતા.

14મી વિધાનસભાની વાત કરવામાં આવે તો આજસુધીમાં ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી વધુ ધારાસભ્યો રાજીનામાની લેનારા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ સામે આવે છે.
14મી વિધાનસભાની વાત કરવામાં આવે તો આજસુધીમાં ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી વધુ ધારાસભ્યો રાજીનામાની લેનારા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ સામે આવે છે.

14મી વિધાનસભામાં પક્ષ વાર ધારાસભ્યો - 14મી વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની વાત કરવામાં આવે તો ભાજપ પક્ષના 111 ધારાસભ્યો, કોંગ્રેસના 64 અને એન CP 1, BTP 2 અને અપક્ષ તરીકે 1 ધારાસભ્ય તરીકે 179 ધારાસભ્ય તરીકે હાજરી આપી છે. જ્યારે 14મી વિધાનસભા દરમિયાન ઉંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલ અને કોંગ્રેસના ડોક્ટર અનિલ જોશીયારાનું નિધન નીપજ્યું હતું. જ્યારે 14મી વિધાનસભા મળી ત્યારે વર્ષ 2018ની પ્રથમ બેઠકમાં ભાજપ ના 99 ધારાસભ્યો, કોંગ્રેસના 77 ધારાસભ્યો અપક્ષ 1, BTP 2 અને NCPના 2 ધારાસભ્યો તરીકે ચૂંટાયા હતા. જ્યારે પક્ષ વાર વાત કરીએ તો ભાજપમાં 10 અને કોંગ્રેસમાં 3 મહિલા ધારાસભ્યો છે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022 : 5 મેડિકલ કોલેજોની અરજી વર્ષોથી પડતર, સૌની યોજનામાં કરોડોનો ખર્ચ છતાં પણ યોજના પૂર્ણ નથી થઇ

ગુજરાતના ઇતિહાસમાં રાજેન્દ્ર ત્રિવેદીએ લીધા સૌથી વધુ રાજીનામાં - 14મી વિધાનસભાની વાત કરવામાં આવે તો આજસુધીમાં ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી વધુ ધારાસભ્યો રાજીનામાની લેનારા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ સામે આવે છે. આમ 14 વિધાનસભામાં કુલ 19 જેટલા ધારાસભ્યોના રાજીનામાં પક્ષ પલટા અને લોકસભાની ચૂંટણી(Lok Sabha elections) કારણે રાજીનામાં પડ્યા હતા. આ તમામ રાજીનામાં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકાર્યા હતા ત્યારે અગાઉ રમણલાલ વોરા અધ્યક્ષ તરીકે 16 જેટલા ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા હતા.

સાર્જન્ટને ડ્રેસ આપ્યો - ગુજરાત વિધાનસભાના સાર્જન્ટ અને કોઈપણ પ્રકારનો ડ્રેસ હતો નહીં ફક્ત સફારી પહેરીને જ તેઓ ફરજ બજાવતા હતા. ત્યારે ચૌદમી વિધાનસભામાં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ તમામ સાર્જન્ટના ડ્રેસ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો હતો અને તમામ સાર્જન્ટ જે વિધાનસભા ગૃહની અંદર અને બહાર ફરજ બજાવે છે તેઓને શુટબુટમાં ફરજ બજાવવાની નવી પ્રણાલી શરૂ કરવામાં આવી હતી.

પેપર લેસ બજેટ રજૂ કરવાની પ્રણાલી શરૂ કરાઇ - ગત વર્ષે કેન્દ્ર સરકારે શું કર્યું હતું તેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર એટલે કે વિજય રૂપાણી સરકારમાં નાણા પ્રધાન નીતિન પટેલે પણ પેપર દેશ પછી તો શું કરવાની પ્રણાલિકા શરૂ કરાઇ હતી. આ સાથે જ ગુજરાત રાજ્યના નાણા વિભાગ દ્વારા એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેમાં આ બજેટ સામાન્ય લોકો પણ એપ્લિકેશનના માધ્યમથી લાઈવ નિહાળી શકે આ સાથે જ ગમે ત્યારે બજેટને જોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે આ વર્ષે પણ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

ક્યાં મહત્વના બિલો કરાયા રજૂ - ગુજરાત વિધાનસભાની વાત કરવામાં આવે તો ગૃહમાં 14મી વિધાનસભા દરમિયાન કૌશલ યુનિવર્સિટી શિક્ષણ બિલ, GST સુધારા બિલ, ભારતીય ભાગીદારી સુધારા, લેન્ડ ગ્રેબીગ એકટ, ગુંડા એક્ટ, લવ જેહાદ બિલ, ગુજરાત પંચાયત સુધારા બિલ, ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ બિલ, અશાંત ધારા સુધારો બિલ સાથે અનેક સુધારા વધારાના બિલ પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: આજે 14મી વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ, ફોટોસેશનમાં વિજય રૂપાણી રહ્યા ગેરહાજર

સવારના 4 વાગ્યા સુધી ચાલી હતી વિધાનસભા - વર્ષ 2019માં લોકસભાની ઇલેક્શન હોવાના કારણે અત્યાર સુધી તમે ધ્યાનમાં લઈને સાત દિવસનો જ વિધાનસભા બજેટ રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ હતી. ત્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર ફરીથી આવતાં જુલાઈ મહિનામાં ફરીથી ગુજરાતનું બજેટ 17 યોજાયું હતું. જેમાં બજેટના અંતિમ દિવસે સવારે 10 વાગે શરૂ થયેલા વિધાનસભાનું કામકાજ 4:00 કે પૂર્ણ થયું હતું. જેમાં ત્રણ બિલ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર દેશમાં સૌથી મોડે સુધી ગુજરાત વિધાનસભાનું કામકાજ ચાલુ હોવાનો રેકોર્ડ નોંધાયો છે.

14મી વિધાનસભામાં મુખ્યપ્રધાન બદલાયા - 14મી વિધાનસભાના શરૂઆતમાં રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ ગુરુ મહારાજ હતા. જ્યારે અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને વિરોધ પક્ષ તરીકે પરેશ ધાનાણી હતા. પરંતુ 11 સપ્ટેમ્બરના રોજ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી રાજીનામું આપ્યું હતું. સમગ્ર કેબિનેટના તમામ પ્રધાનો રિપીટ થિયરી હેઠળ રીપીટ કરવામાં આવ્યા ન હતા. નવી ભુપેન્દ્ર પટેલની સરકાર બની જેમાં ગૃહના નેતા તરીકે ભુપેન્દ્ર પટેલ અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય અને વિરોધ પક્ષમાં સુખરામ રાઠવા ની જવાબદારી સોંપવામાં આવી હતી.

નવી બિલ્ડીંગમાં મળી 14મી વિધાનસભા - 13મી વિધાનસભા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે ગુજરાત વિધાનસભાનું રીનોવેશનનું કામકાજ શરૂ થયું હતું અને ચૌદમી વિધાનસભા મળવાની થઈ તેના અમુક દિવસો પહેલાં જ વિધાનસભાનું રિનોવેશન કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ AC સિસ્ટમ સાથે તરીકે આખી વિધાનસભા તૈયાર કરવામાં આવી છે. 120 કરોડના ખર્ચે આખી વિધાનસભા તૈયાર કરવામાં આવી છે.

હવે 2023-23નું બજેટ થશે રજૂ - 14 વિધાનસભામાં ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું છે. ત્યારે હવે આવનારા વર્ષે વર્ષ 2023-24નું બજેટ વિધાનસભા ગૃહમાં નવી સરકાર, નવા પ્રધાન અને નવા ચહેરાઓની વચ્ચે બજેટ રજૂ થશે. જ્યારે 14મી વિધાનસભામાં રહેલા અનેક ચહેરાઓ 15મી વિધાનસભામાં જોવા પણ નહીં મળે.

Last Updated : Mar 31, 2022, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.