ETV Bharat / city

Women's Day 2022: દમણમાં UPના રાજ્યપાલ આનંદીબેનની ઉપસ્થિતિમાં ઉજવાયો વુમન્સ ડે

author img

By

Published : Mar 9, 2022, 4:58 PM IST

Updated : Mar 9, 2022, 5:11 PM IST

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ દમણમાં વુમન્સ ડે (Women's Day 2022) નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેન પટેલના હસ્તે હસ્તે દમણના પદ્મશ્રી પ્રભાબેન પટેલ સહિત દમણનું નામ રોશન કરનારી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Women's Day 2022: દમણમાં UPના રાજ્યપાલ આનંદી બેનની ઉપસ્થિતિમાં ઉજવાયો વુમન્સ ડે
Women's Day 2022: દમણમાં UPના રાજ્યપાલ આનંદી બેનની ઉપસ્થિતિમાં ઉજવાયો વુમન્સ ડે

દમણ: 8મી માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે (Women's Day 2022) નિમિત્તે સંઘપ્રદેશ દમણમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ (Governor of Uttar Pradesh) અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ (Anandi Ben Patel In Daman) ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે દેશમાં મહિલાઓ માટે થઇ રહેલા સ્ત્રી સશક્તિકરણ (women empowerment in india)ની સરાહના કરી મહિલાઓમાં જોવા મળતા સર્વાઈકલ કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી. 8મી માર્ચના વિશ્વ મહિલા દિન નિમિત્તે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ (swami vivekananda auditorium daman)માં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આનંદીબેન પટેલના હસ્તે મહિલાઓનું સન્માન કરાયું

આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે દમણના પદ્મશ્રી પ્રભાબેન શાહ સહિત દમણનું નામ રોશન કરનારી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા મહિલા દિવસ નિમિતે મહિલાઓનું સન્માન કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ તરીકે સેવા આપતા આનંદી બેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આનંદીબેન પટેલના હસ્તે મહિલાઓનું સન્માન કરાયું.

આ પણ વાંચો: Women Participation In Politics In India: રેશમા પટેલે રાજકીયક્ષેત્રે મહિલાઓ માટે 50 ટકા અનામતની કરી માંગ, આજથી શરૂ કરશે મુહિમ

નવજાત શિશુઓને પોષણક્ષમ આહારની કીટ આપવામાં આવી

કાર્યક્રમમાં દમણના પદ્મશ્રી પ્રભાબેન શાહ સહિત શિક્ષણમાં અને ખેલકુદ (Women Education In India)માં દમણ નું નામ રોશન કરનાર મહિલાઓ-દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. તો એ ઉપરાંત નવજાત શિશુઓને પોષણક્ષમ આહારની કીટ (Nutritious food kit for newborns) આપવામાં આવી હતી. હેન્ડડીકેપ લાભાર્થીને હેન્ડી સ્ટીક, શ્રાવનહીન લાભાર્થીઓને શ્રાવણ કીટ આપવામાં આવી હતી. તો, દમણની અને દાદરા નગર હવેલીમાં વિવિધ રાજકીય હોદ્દા પર બિરાજમાન મહિલાઓ દ્વારા આનંદીબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

સર્વાઈકલ કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવા અપીલ કરી

ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશન (Women's Day Celebration In Daman) માટે ખાસ ઉપસ્થિત આનંદીબેન પટેલે મહિલાઓના ઉત્થાન માટે સરકાર દ્વારા થઈ રહેલી પહેલને વખાણી હતી. બાળલગ્ન નાબુદી માટે, શિક્ષણ, રોજગાર જેવી બાબતો પર મહિલાઓને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો. તેમજ મહિલાઓમાં જોવા મળતી સર્વાઈકલ કેન્સર (Cervical cancer In Women) વિરોધી રસી દરેક માતાપિતા તેમની દીકરીઓને અપાવે. કોરોના રસીની જાગૃતિ લાવી આપવામાં આવે છે તેમ આ રસી ના ડોઝ માટે પણ સરકાર, સમાજ, સામાજિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો આગળ આવે તેવી અપીલ કરી હતી.

આ પણ વાંચો: Women’s Day 2022: સાંસદ પૂનમ માડમ સાથે ETV Bharatની ખાસ વાતચીત

ગુલાબી પોશાકમાં સજ્જ થઈ ઉજવ્યો મહિલા દિવસ

ઉલ્લેખનીય છે કે દમણમાં અયોજિત વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે દમણના પ્રશાસક પ્રફુલ પટેલ, સાંસદ સહિતના રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ, શાળાની વિદ્યાર્થિનીઓ, ભાજપ મહિલા મોરચાની મહિલાઓ ગુલાબી પોશાકમાં સજ્જ થઈ ખાસ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે પદ્મશ્રી મેળવનારા પ્રભાબેન શાહ અને દમણ સાંસદના પત્ની તરુણાબેન પટેલે કાર્યક્રમને વખાણી મહિલા દિવસ નિમિત્તે સૌને શુભકામના પાઠવી હતી.

Last Updated : Mar 9, 2022, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.