ETV Bharat / city

Gram Panchayat election Gujrat 2021: વટાર ગામમાં માત્ર 2 જ મતદાન બુથની વ્યવસ્થાએ સર્જી અવ્યવસ્થા, મતદારોની લાંબી કતારો લાગી

author img

By

Published : Dec 19, 2021, 8:06 PM IST

સમગ્ર ગુજરાતમાં આજે રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનો (Gram Panchayat election Gujrat 2021) માહોલ જામ્યો હતો, ત્યારે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલ 22 ગ્રામ પંચાયતમાં પણ આજે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ (Voting begins) થયો હતો, પરંતુ વટાર ગામે માત્ર 2 જ બુથની વ્યવસ્થા કરાતા 2600થી વધુ મતદારોએ મતદાન બુથ (Polling booth) પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડયું હતુ. જેને લઈને સવારથી મતદાન માટે ઉભેલા મતદારો દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી.

Gram Panchayat election Gujrat 2021: વટાર ગામમાં માત્ર 2 જ મતદાન બુથની વ્યવસ્થાએ સર્જી અવ્યવસ્થા, મતદારોની લાંબી કતારો લાગી
Gram Panchayat election Gujrat 2021: વટાર ગામમાં માત્ર 2 જ મતદાન બુથની વ્યવસ્થાએ સર્જી અવ્યવસ્થા, મતદારોની લાંબી કતારો લાગી

વાપી: સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયત (Gram Panchayat election Gujrat 2021) સાથે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલ 22 ગ્રામ પંચાયતમાં પણ આજે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. જો કે અન્ય ગ્રામ પંચાયતના મતદારોની સંખ્યા મુજબ ઉભા કરેલા બુથની સરખામણીએ વટાર ગામે માત્ર 2 જ બુથની વ્યવસ્થા કરાતા 10 વોર્ડના 2600થી વધુ મતદારોએ મતદાન બુથ (Polling booth) પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડયું હતુ. જેને લઈને સવારથી મતદાન માટે ઉભેલા મતદારોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

Gram Panchayat election Gujrat 2021: વટાર ગામમાં માત્ર 2 જ મતદાન બુથની વ્યવસ્થાએ સર્જી અવ્યવસ્થા, મતદારોની લાંબી કતારો લાગી

વટાર ગામે મતદાન મથકમાં જામી ભીડ

સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયત સાથે વાપી તાલુકામાં આવેલા 22 ગ્રામ પંચાયતમાં પણ આજે રવિવારના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. જો કે અન્ય ગ્રામ પંચાયતના મતદારોની સંખ્યા મુજબ ઉભા કરેલા બુથની સરખામણીએ વટાર ગામે માત્ર 2 જ બુથ ઉભા કરાતા 10 વોર્ડના 2600થી વધુ મતદારોએ મતદાન બુથ પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડયું હતુ, જેથી મતદારોને ભારી મુશ્કેલી વેઠવી પડી હતી.

4-4 કલાક સુધી મતદારો ઉભા રહ્યા મતદાન કરવા માટે

માહ્યાવંશી ફળિયામાં આવેલ ગુજરાતી શાળા (Mahyavanshi Gujarati school) પર મતદાન માટે લાંબી કતારોમાં ઉભા રહેલા મતદારોએ જણાવ્યું હતું કે, અહીં પોલીસની અને વહીવટીતંત્રની તમામ વ્યવસ્થા ખૂબ જ સારી છે, પરંતુ બુથની સંખ્યા ઓછી છે. જેને લઈને મતદારોએ 4-4 કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે.

માત્ર 2 જ બૂથના લીધે મતદારો વેઠી રહ્યાં છે મુશ્કેલી

ગામલોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, મતદારોની વસ્તી મુજબ બુથ વધુ હોત અને બેલેટ પેપરની (Ballot paper) જગ્યાએ EVM (Electronic Voting Machine) પર મતદાન કરવાનું હોત તો સ્થાનિક મતદારો અને કામદારો માટે સમયની બચત થઈ શકતી હતી. જે સુચારુ આયોજનનો અહીં અભાવ જણાતા મતદાન મથક પર લાંબી કતાર લાગી છે. મતદાન બુથથી લઈને છેક શાળાના પ્રાંગણ સુધી આડીઅવળી ગોઠવણી કરવામાં આવી છે.

મતદારોમાં જોવા મળ્યો આક્રોશ

ઉલ્લેખનીય છે કે, વટાર ગામે સરપંચ પદ માટે 2 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ઉપરાંત 10 વોર્ડના 20 સભ્યો પણ ઉમેદવારી કરતા હોયને એક મતદારે 2 ઉમેદવારોને મત આપવો પડતો હોય તેના કારણે પણ સમય વ્યતીત થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ભાભર નગરપાલિકામાં ચૂંટણી અગાઉ ગાબડું, ભાજપના 300 કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા

ડીસામાં વોર્ડ નંબર-4ના ઉમેદવારને કચડવાનો પ્રયાસ કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.