ETV Bharat / city

વલસાડના ભીલાડથી ATSની ટીમે 27.46 લાખના ડ્રગ્સ સાથે 4ની ધરપકડ કરી

author img

By

Published : Nov 14, 2020, 2:28 AM IST

ગુજરાત ATSની ટીમે બાતમી આધારે માદક પદાર્થનો જથ્થો મહારાષ્ટ્રથી લઇ આવી ગુજરાતમાં વેચવાના ફિરાકમાં રહેલા 4 ઇસમોની ધરપકડ કરી છે. ATSની ટીમને આ ઈસમો પાસેથી 274.63 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. જેની કિંમત અંદાજિત 27.46 લાખ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ મુંબઈથી સુરત ડ્રગ્સ મોકલવાની ફિરાકમાં હતા, ત્યારે ATSની ટીમે ભરૂચના 2 અને સુરત- મુંબઇના 2 આરોપીની ધરપકડ કરી છે.

વલસાડના ભીલાડથી ATSની ટીમે 27.46 લાખના ડ્રગ્સ સાથે 4ની ધરપકડ કરી
વલસાડના ભીલાડથી ATSની ટીમે 27.46 લાખના ડ્રગ્સ સાથે 4ની ધરપકડ કરી

  • ગુજરાત ATSએ 274.63 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું
  • ડ્રગ્સનું વેંચાણ કરનારા 4 આરોપીઓની ધરપકડ
  • 27.46 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું

વલસાડઃ ગુજરાત ATSની ટીમે ભીલાડની એક હોટલ નજીકથી MD ડ્રગ્સ લે-વેચ કરતા 4 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 274.63 ગ્રામ ડ્રગ્સ સાથે કુલ 27.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

સમગ્ર દેશમાં ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન

મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી તેને વેચવાની ફિરાકમાં ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી માદક પદાર્થ વેચનારી ગેંગ સુધી પહોંચવામાં ATSને મહત્વની સફળતા મળી છે. કેટલાક સમયથી સમગ્ર દેશમાં ડ્રગ્સ વિરૂદ્ધ ચાલી રહેલા અભિયાનમાં મોટી માત્રામાં માદક પદાર્થો ઝડપાઇ રહ્યા છે. જેને લઇ ગુજરાત ATSએ પણ બુધવારે રાત્રે ગુજરાત-મહારાષ્ટ્રના બોર્ડર પર આવેલા ભીલાડ ખાતે બાતમીના આધારે નેશનલ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે.

વલસાડના ભીલાડથી ATSની ટીમે 27.46 લાખના ડ્રગ્સ સાથે 4ની ધરપકડ કરી

દક્ષિણ ગુજરાતમાં ડ્રગ્સનું વેંચાણ કરવાનું હતું

ઝડપાયેલા આરોપીઓ પાસેથી ATSએ 274.63 ગ્રામ માદક પદાર્થ મેથાએમ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે. જેની અંદાજે કિંમત 27,46,300 આંકવામાં આવી રહી છે. આ મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા આ માલ મુંભઈ-મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વેચાણ થવાનું બહાર આવ્યું હતું.

આરોપીનો કોરોનાા ટેસ્ટ કરવામાં આવ્યો

ઝડપાયેલા ભરૂચના 2 અને સુરત તથા મુંબઈના 2 આરોપીઓની ધ)રપકડ કર્યા બાદ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વલસાડના ભીલાડથી ATSની ટીમે 27.46 લાખના ડ્રગ્સ સાથે 4ની ધરપકડ કરી
ડ્રગ્સ

સુરતમાંથી પણ ડ્રગ્સનું રેકેટ ઝડપાયું

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સુરત જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે પણ સુરત વિસ્તારમાં ડ્રગ્સનું રેકેટ ઝડપી પાડ્યું હતું. આ રેકેટમાં પણ વાપીના ડુંગરા સ્થિત હરિયા પાર્ક વિસ્તારમાંથી એક યુવકની ડ્રગ્સ સપ્લાઈમાં ધરપકડ કરી હતી. જે બાદ ATS દ્વારા ફરી એકવાર ભિલાડથી ભરૂચના તૌસીફ ઉર્ફે તોઇલા ઇકબાલ પટેલ, સુરતના યાહીયા યુનુસ પટેલ, મુંબઈના મહમદ અશરફ મહમદ બાબર ખાન અને ભરૂચના સીરાજ યુસુફ સણવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.