ETV Bharat / city

ભાવનગરમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ માટે કયો રસ્તો શોધ્યો? જુઓ

author img

By

Published : Oct 13, 2021, 3:14 PM IST

વિશ્વમાં આજે પ્લાસ્ટિક પૃથ્વી માટે હાનિકારક બનતું જાય છે. પ્લાસ્ટિકનો કોઈ નિકાલ ન હોવાથી તેને બીજી વખત ઉપયોગ કરવો જ પડે છે. જોકે, નાશ કરવામાં આવે તો પર્યાવરણને નુકશાનકારક છે ત્યારે ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના (Gyanmanjari College, Bhavnagar) વિદ્યાર્થીઓએ તેનો નિકાલ શોધ્યો છે. આ વિદ્યાર્થીઓએ શરૂ કરેલા સંશોધનમાં સફળતા ખૂબ સારી મળી છે.

ભાવનગરમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ માટે કયો રસ્તો શોધ્યો? જુઓ
ભાવનગરમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ માટે કયો રસ્તો શોધ્યો? જુઓ

  • ભાવનગરમાં કોલેજના વિદ્યાર્થીઓએ સિવિલ એન્જિનિયરીંગ ક્ષેત્રે સિંગલ પ્લાસ્ટિકનું (Single use Plastic) નિવારણ શોધ્યું
  • સિમેન્ટ કોંક્રેટનૃમાં નવું તત્ત્વ માઈલ્ડ કરીને સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single use Plastic) ભેળવી સંશોધન કર્યું
  • સામાન્ય બાંધકામમાં સિમેન્ટ કોંક્રિટમાં (Cement Concrete) માઈલ્ડ કરેલું સિંગલ યૂઝ પ્લાસ્ટિક ભેળવવાથી મજબૂતાઈ મળી
  • કિંમત ઘટશે અને બિલ્ડીંગની આવરદા વધશે તેવી પ્રાથમિક સંશોધન બાદ ટેસ્ટિંગમાં સામે આવ્યું

ભાવનગરઃ સમગ્ર વિશ્વમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single use Plastic) અને પોલિમર કે, જેનો નાશ નથી થતો. તો આવા પ્લાસ્ટિકને વર્ષો સુધી દિવાલમાં જડવાનો ફોર્મ્યુલા ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના (Gyanmanjari College, Bhavnagar) વિદ્યાર્થીઓએ શોધી છે. કોલેજના સિવિલ વિભાગના 7 વિદ્યાર્થીઓએ સંશોધન કરીને સિમેન્ટ ક્રોંક્રિટના સામાન્ય ક્યૂબ સામે પ્લાસ્ટિકને માઈલ્ડ કરીને, કેટલી માત્રામાં ભેળવીને પ્લાસ્ટિક સિમેન્ટ કોંક્રિટ ક્યૂબ (Cement concrete cube) બનાવ્યું છે. જાણો મજબૂતાઈ કેટલી અને કેટલા ફાયદાઓ?

આ પણ વાંચો- ભાવનગર: CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી

ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓએ વર્ષ 2020માં કર્યું સંશોધન

ભાવનગર શહેરના સિડસર રોડ પર આવેલી જ્ઞાનમંજરી કોલેજના ટેક્નોલોજી વિભાગમાં સિવિલ એન્જિનિયરીંગ કરતા 8 વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના અંતના વર્ષમાં એક પ્રોજેકટ કર્યો છે. આ પ્રોજેકટ કોર્પોરેટ જગતમાં થતા બાંધકામ ક્ષેત્ર માટે કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ હાલમાં વિશ્વમાં નાશ ન થતા અને પૃથ્વીને નુકશાનકારક બનેલા પ્લાસ્ટિકના નિકાલ કરવા એક ક્યૂબ બનાવ્યું છે. સિમેન્ટ ક્રોંક્રિટની ક્યૂબ સંશોધન બાદ પ્લાસ્ટિક કોંક્રિટ ક્યૂબ (Cement concrete cube) તરીકે ઓળખવામાં આવે છે. કોલેજના એન્જિનિયરીંગના સિવિલ વિભાગના વડાએ વિદ્યાર્થીના સંશોધનને ખૂબ ફાયદાકારક ગણાવ્યું છે.

એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ માટે શોધ્યો રસ્તો

આ પણ વાંચો- કર્ણાટકના 14 વર્ષના બાળકે નો-ટચ સેનિટાઈઝરની શોધ કરી

શું છે પ્લાસ્ટિક ક્રોંકિટ ક્યૂબ અને ધરતીકંપ આગળ કેટલું મજબૂત?

જ્ઞાન મંજરી કોલેજના 8 વિદ્યાર્થીઓ પૈકીના એક નિયતી ચૌહાણે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકને માઈલ્ડ કરીને સિમેન્ટ કોંક્રિટનું એક ક્યૂબ બનાવવામાં આવ્યું છે. પછી તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય સિમેન્ટ કોંક્રિટના ક્યૂબ કરતા પ્લાસ્ટિકનું સિમેન્ટ કોંક્રિટનું ક્યૂબ (Cement concrete cube) 30 ટકાથી લઈને વધુ મજબૂતાઈ ધરાવે છે. કોઈ પણ બિલ્ડીંગ ઉભી કરવામાં આવે પ્લાસ્ટિક સિમેન્ટ કોંક્રિટથી તો તેની મજબૂતાઈ 10 વર્ષ વધી જાય છે. સિવિયર ધરતીકંપમાં પણ તે પકડ રાખે છે. બીજું કે પ્લાસ્ટિક કે જે નાશ નથી થતું સિંગલ યૂઝ પ્લાસ્ટિક તેને કેટલીક ક્ષમતાએ માઈલ્ડ કરીને સિમેન્ટ કોંક્રિટ ભેળવવામાં આવે અને બાદમાં ક્યૂબ બનાવવામાં આવે છે. એટલે કોર્પોરેટ જગતમાં આ નવું સંશોધન છે અને તેની કિંમત પણ ઘટી જાય છે. એટલે કે સસ્તું પડે છે. જ્યારે મહાનગરપાલિકાઓની પ્લાસ્ટિક નાશ કરવાની સમસ્યાનું નિવારણ આવે છે.

કિંમત ઘટશે અને બિલ્ડીંગની આવરદા વધશે તેવી પ્રાથમિક સંશોધન બાદ ટેસ્ટિંગમાં સામે આવ્યું
કિંમત ઘટશે અને બિલ્ડીંગની આવરદા વધશે તેવી પ્રાથમિક સંશોધન બાદ ટેસ્ટિંગમાં સામે આવ્યું

પ્લાસ્ટિક સિમેન્ટ કોંક્રિટ ક્યૂબનું સંશોધનથી દેશને શું ફાયદો?

ભારત વિકાસના પંથે છે. નવી ઇમારતો બની રહી છે અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકે દરિયાને પણ બગાડ્યો છે. ત્યારે પ્લાસ્ટિક સિમેન્ટ ક્યૂબનું સંશોધનથી ફાયદો એ છે કે, 15 ટકાથી 20 ટકા માઈલ્ડ કરીને પ્લાસ્ટિક ઉપયોગમાં લેવાય છે, જે હાલમાં સંશોધન થયું. તે પ્રમાણે ત્યારે દેશમાં સિંગલ પ્લાસ્ટિક કચરાનો નિકાલ થશે અને એ નાશ ન થનારું પ્લાસ્ટિક હવે દિવાલોમાં જડાઈ જશે અને લોકોને છૂટકારો અને પર્યાવરણને ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.