ETV Bharat / city

Watermelon Cultivation In Bhavnagar: ભાવનગરમાં તરબૂચની ખેતી વધી, જિલ્લામાં 100 હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું વાવેતર

author img

By

Published : Apr 6, 2022, 7:12 AM IST

ભાવનગરમાં તરબૂચનું વાવેતર (Watermelon Cultivation In Bhavnagar) છેલ્લા 5 વર્ષમાં વધ્યું છે. આ વખતે જિલ્લામાં 100 હેક્ટર જમીનમાં તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતોને તરબૂચના 15થી 20 રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે.

ભાવનગરમાં તરબૂચની ખેતી વધી, જિલ્લામાં 100 હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું વાવેતર
ભાવનગરમાં તરબૂચની ખેતી વધી, જિલ્લામાં 100 હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું વાવેતર

ભાવનગર: ભાવનગર જિલ્લામાં તરબૂચના વાવેતર (Watermelon Cultivation In Bhavnagar)માં છેલ્લા 4-5 વર્ષમાં વધારો થયો છે. તરબૂચનું વાવેતર વધવાની સાથે તેના સારા ભાવ પણ મળી રહ્યા છે. ભાવનગર શહેરમાં તરબૂચ રસ્તાઓ પર ઠેરઠેર જોવા મળી રહ્યા છે. તરબૂચની ઉનાળામાં શરૂઆત થઈ જાય છે. તરબૂચની આવક બહોળા પ્રમાણમાં થતા ભાવ પણ સામાન્ય રહે છે.

ભાવનગરમાં તરબૂચના વાવેતરમાં છેલ્લા 4-5 વર્ષમાં વધારો.

તળાજા પંથકમાં તરબૂચનું વાવેતર છેલ્લા 4-5 વર્ષમાં વધ્યું- તરબૂચના ભાવનગર જિલ્લામાં વાવેતર વિશે બાગાયત અધિકારી એમ.બી. વાઘમસીએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં ખાસ કરીને દિહોર અને હવે તળાજા પંથકમાં તરબૂચનું વાવેતર (Watermelon cultivation in Talaja) છેલ્લા 4-5 વર્ષમાં વધ્યું છે. પાણીની જ્યાં વ્યવસ્થા છે અને તરબૂચની ખેતી (Watermelon Farming In Bhavnagar) જેને આવડી ગઈ છે તેઓ વાવેતર કરી રહ્યા છે. 100 હેક્ટરમાં જિલ્લામાં તરબૂચની ખેતી થઈ રહી છે. ખેડૂતોને 15થી 20 રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં તૌકતે વાવાઝોડાથી ટેટી અને તડબૂચની ખેતી બગડી, મદદની આશામાં ખેડૂતો

પાણીથી ભીંજાયેલા કપડામાં રાખી ઠંડુ કર્યા બાદ સેવન કરવું જોઇએ- ઉનાળામાં તરબૂચ માણસો માટે એક લાભદાયક ફળ (benefits of watermelon) છે. આયુર્વેદ ડૉક્ટર કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે, તરબૂચને ઉનાળામાં ખાસ આરોગવું જોઈએ, પણ ડિહાઇડ્રેશન થાય નહિ તેની કાળજી સાથે. તરબૂચમાં પાણીનો ભાગ વધુ હોય છે જે શરીરમાં શક્તિપ્રદાન કરે છે. બને ત્યાં સુધી ફ્રીઝમાં મુક્યા વગર પાણીથી ભીંજાયેલા કપડામાં રાખી ઠંડુ કર્યા બાદ તેનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ (watermelon benefits in diabetes)એ દિવસ દરમિયાન અન્ય સુગર છોડીને તરબૂચને આરોગવું જોઈએ, કારણ કે કુદરતી સુગર ક્યારેય ડાયાબિટીસના દર્દીઓને નુકશાન કરતી નથી.

આ પણ વાંચો: ધરમપુરમાં મહારાષ્ટ્રથી આવતા રામધારી તરબૂચ વધી રહી છે માગ

તરબૂચનો જ્યુસ અથવા શરબત બનાવીને પીવાથી વધુ ફાયદો થાય છે- તરબૂચ આમ તો દરેક લોકો આરોગતા હોય છે. તરબૂચના કટકા કરીને લોકો તેનું સેવન કરતા હોય છે. ત્યારે આયુર્વેદ ડૉક્ટર કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે, તરબૂચને કટકા કરીને સેવન કરી શકાય છે, પરંતુ જો બને તો તેનો જ્યુસ કરીને અથવા શરબત બનાવીને આરોગવાથી વધુ ફાયદો મળે છે. તરબૂચમાંથી બીજ કાઢીને જો જ્યુસ એટલે કે પ્રવાહી સ્વરૂપે લેવામાં આવે તો વધુ ફાયદાકારક રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.