ભાવનગરમાં મોડેસ્ટ સહિત અન્ય બે કંપનીઓ સ્થાપશે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ

author img

By

Published : Aug 13, 2021, 10:49 PM IST

ભાવનગર

ભાવનગર શહેરના મોડેસ્ટ કંપની પણ આશરે 17 કરોડના સાધનો ખરીદીને મોડેસ્ટ કંપનીની બાજુમાં ખાલી જગ્યામાં એક યુનિટ બનાવે તેવી શક્યતાઓ છે, તો અન્ય બે કંપનીઓ પણ ઘોઘા કે ભાવનગરની આસપાસ 15 કિલોમીટરમાં બનાવવાની સંભાવનાઓ છે. ભાવનગરની ત્રણ કંપનીએ સરકાર સાથે MOU કર્યા છે અને 15 વર્ષ જુના વાહનો સ્ક્રેપ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

  • ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે ભાવનગરના ત્રણ ઉદ્યોગપતિના MOU
  • મોડેસ્ટ કંપનીપાસે ખાલી જગ્યામાં મોડેસ્ટ બનાવશે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ
  • વ્હીકલ સ્ક્રેપ યાર્ડના સાધનો હાઈટેક 17 કરોડના અને જમીનના અલગ નાણાં
  • હવાનું પ્રદુષણ, અકસ્માત વગેરેમાં આવશે ઘટાડો પણ પ્રજાને હાલાકી

ભાવનગર: શહેરમાં દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા માટે સરકાર વર્ચ્યુલ શરૂઆત કરીને સ્ક્રેપ યાર્ડના ધારાધોરણો નક્કી કરવા જઈ રહી છે. જો કે, હાલમાં આ યાર્ડ ક્યાં બનશે તે નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ એક પ્રકારની ખાસ GIDC ઉભી કરવાની તરફ સરકાર વિચારણા કરી રહી છે. જો કે, સ્ક્રેપ યાર્ડથી પ્રકૃતિને ફાયદો અને માનવજાતિને નુકશાન બંને છે.

બે કંપનીઓ ભાવનગર કે ઘોઘા નજીક પોતાનો વ્હીકલ યાર્ડ સ્થાપીત કરશે

ભાવનગરના ત્રણ ઉદ્યોગપતિઓએ સરકાર સાથે MOU કર્યા છે. મોડેસ્ટ કંપનીના માલિક મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વ્હીકલ સ્ક્રેપ યાર્ડના MOU કરવામાં આવ્યા છે. જેમાં સ્ક્રેપ હાઈટેક ટેકનોલોજીથી કરવામાં આવશે. જેના મશીન વિદેશથી મંગાવવામાં આવશે. હાલમાં ઇટલી, ફ્રાન્સ અને જર્મની સ્ક્રેપ કરવાના સાધનો બનાવે છે. મોડેસ્ટ કંપની પોતાની જુના બંદર પાસેની મોડેસ્ટ કંપનીની બાજુમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવશે. મોડેસ્ટ એક યુનિટ બનાવશે જેમાં સાધનોનો ખર્ચ માત્ર 17 કરોડ એક યુનિટનો થાય છે, જેમાં જમીનની ગણતરી નથી. વ્હીકલ સ્ક્રેપ યાર્ડમાં હાઈટેક સાધનોથી રબ્બર, પ્લાસ્ટિક, કાસ્ટિંગ અને સ્ટીલ અલગ કરવાના રહેશે અને પર્યાવરણને નુકશાન થાય નહિ તેવી રીતે કામગીરી કરવાની રહેશે. જ્યારે અન્ય બે કંપનીઓ ભાવનગર કે ઘોઘા નજીક પોતાનો વ્હીકલ યાર્ડ સ્થાપી શકે છે.

ભાવનગરમાં મોડેસ્ટ સહિત અન્ય બે કંપનીઓ સ્થાપશે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ

આ પણ વાંચો- ભાવનગરમાં દેશનું પ્રથમ બનવા જઈ રહેલું વ્હીકલ સ્ક્રેપ યાર્ડ, ફાયદો કે ગેરફાયદો !

ભાવનગરના ત્રણ ઉદ્યોગપતિના MOU

ભાવનગરનું ચેમ્બરબ ઓફ કોમર્સ સરકારના વ્હીકલ સ્ક્રેપ યાર્ડના કાર્યક્રમમાં અમદાવાદ પોહચ્યું હતું. સરકારે કચ્છ ભાવનગરને વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે સાત જેટલા ઉદ્યોગપતિઓ સાથે MOU કર્યા છે જેમાં ત્રણ ભાવનગરના ઉદ્યોગપતિઓ છે. જેમાં ભાવનગરની મોનો સ્ટીલ કંપની, મોડેસ્ટ કંપની અને માસ્કોટ કંપનીનો સમાવેશ થાય છે.

વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે ભાવનગરની પસંદગી કેમ અને ક્યાં બનશે આ યાર્ડ?

ભાવનગર શહેરમાં હાલ કોઈ પણ સ્થળે વ્હીકલ સ્ક્રેપ યાર્ડનું નિશ્ચિત સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. ભાવનગર અલંગમાંથી નીકળતા સ્ટીલ બાદ બીજું માધ્યમ દેશ અને વિદેશમાંથી આવતા ભંગાર થયેલા વાહનો છે. ભાવનગરના ઘાંઘળી, માઢિયા અને અલંગ પાસે સરકારના તંત્ર દ્વારા જમીનો જોવામાં આવી છે. ભવિષ્યમાં સરકાર GIDC બનાવવા આગળ વધી શકે છે. હાલમાં સ્ક્રેપ યાર્ડ માટે જમીન ફાળવાઈ નથી, પણ કોઈ શરૂ કરવા માંગે તો ધારાધોરણ મુજબ પોતાની જમીનમાં સ્ક્રેપ યાર્ડનો પ્રારંભ કોઈ પણ સ્થળે જિલ્લામાં ઉભો કરી શકે છે. જો કે અલંગ પાસે બનવાની સંભાવનાઓ સૌથી વધુ છે.

સ્ક્રેપ યાર્ડના ફાયદા અને ગેરફાયદા

સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે અને જે કોઈ પોતાનું વાહન સ્ક્રેપમાં આપશે તે વ્યક્તિને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જેના દ્વારા નવા વાહન ખરીદીમાં ટેક્સ સહિતની રાહતોનો લાભ લઇ શકાશે.

ફાયદા

1. સ્ક્રેપ યાર્ડ બનવાથી સરકારના 15 વર્ષ જુના વાહનો સ્ક્રેપમાં જશે અને ભાવનગર રોલિંગ મિલને દેશનો સ્ક્રેપ મળવાથી ઈમ્પોર્ટ કરવું પડતું સ્ટીલ ઈમ્પોર્ટ નહિ કરવું પડે.

2. 15 વર્ષ પહેલાના વાહનો સ્ક્રેપમાં જવાથી રસ્તા ઉપર વાહનોની સંખ્યામાં ઘટાડો આવશે જેથી બંધ પડતા વાહનોથી થતા ટ્રાફિક જામ કે અકસ્માત ઘટી જશે.

3. સૌથી મોટો ફાયદો પ્રકૃતિને થવાનો છે, જેમાં પ્રકૃતિની હવા શુદ્ધ થશે. હવામાંથી પ્રદુષણ ઘટી જશે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો હલ આવશે.

ગેરફાયદા

1. વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અને સરકારના 15 વર્ષના જુના વાહનના કાયદાથી લોકોને ફરજીયાત વાહનો સ્ક્રેપમાં આપવા પડશે.

2. લોકોને નવા વાહનો ખરીદવા પડશે અથવા જુના ચલાવવા માટે સરકારના ધારાધોરણ મુજબ ચાલવું પડશે. કારણ કે, ફિટનેસ સર્ટિફિકેટ વાહનનું મળ્યા બાદ પણ આર્થિક ભારણ વધશે.

આ પણ વાંચો- જાણો, સ્ક્રેપ પોલિસીના નવા નિયમો અંગે શું કહે છે ઓટો એક્સપર્ટ્સ...

રોલિંગ મિલોને થશે ફાયદો કેવી રીતે અને શું મળશે રોજગારી

ભાવનગર શહેરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનવાથી રોલિંગ મિલોને સ્ટીલનું પ્રમાણ બમણું કાચમાલનું મળવા લાગશે. એટલે કે, હાલમાં આઠ કલાક શિફ્ટમાં કામદારો કરી રહ્યા છે, ત્યાં 16 કલાકની શિફ્ટ થવાની શક્યતાઓ વધી ગઈ છે. રોલિંગ મિલના પ્રમુખ હરેશભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં 4 હજાર ટન ઉત્પાદન છે. ત્યાં હવે 8 હજાર વ્હીકલ સ્ક્રેપ યાર્ડ થવાથી શક્યતા છે. સાથે રોજગારી પણ ઉભી થશે. નવી રોજગારીની તક કુલ 7થી 9 હજાર લોકો માટે રહેલી છે. હાલમાં કામ કરતા કામદારો 3થી 5 હજાર છે, જે હવે આગામી દિવસોમાં ડબલ થશે. જે 7થી 9 હજાર થશે તો ઈમ્પોર્ટમાં ઘટાડો આવશે અને તેની અસર સ્ટીલના ભાવો પર પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.