જાણો, સ્ક્રેપ પોલિસીના નવા નિયમો અંગે શું કહે છે ઓટો એક્સપર્ટ્સ...

author img

By

Published : Aug 13, 2021, 9:25 PM IST

સ્ક્રેપ પોલિસી

સ્ક્રેપ પોલિસી અંતર્ગત 15 વર્ષથી જુના વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. જે માટે રૂપિયા 5,000 અને કમર્શિયલ વ્હીકલના ફિટનેસ ટેસ્ટ માટે તેનાથી પણ વધુ રકમ ખર્ચ કરવી પડશે. જો નિયમ પ્રમાણે ફિટનેસમાં નિષ્ફળ ગયા તો આ વાહનો સ્ક્રેપ કરવા પડશે. ઓક્ટોબર મહિનાથી જ દેશભરમાં પોલિસી લાગુ થવા જઇ રહી છે, તે પહેલાં જ લોકોએ પોતાના મંતવ્યો આ પોલિસીને લઈને જણાવ્યા હતા.

  • વાહનો માટે જાહેર થઈ સ્ક્રેપ પોલિસી
  • મધ્યમ વર્ગને નુકશાન: ઓટો એક્સપર્ટ્સ
  • ફિટનેસ ટેસ્ટ પાસ કરી હોય તેવા જ વાહનો સ્ક્રેપ કરાવવામાં આવશે

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિરથી સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. આ સ્ક્રેપ પોલીસના કેટલાક નિયમો એવા પણ છે કે, જેમાં જુના પ્રદૂષણ ફેલાવતા વાહનો અટકશે, પરંતુ તેના કારણે મધ્યમ વર્ગનાં લોકોનો ખર્ચ પણ વધશે. ખાસ કરીને ફોર વ્હીલર વાહનો મોટાભાગે ખરીદતા હોય છે, જેથી આ બાબતની અસર તેમના પર પડશે. જો કે, નવી ગાડીઓ આવતા પ્રદૂષણ ઘટશે. જેની સામે જુના વાહનોનો બહુ જલ્દી જ ફિટનેસ ટેસ્ટ કરવો પડશે જે માટે રકમ પણ ચૂકવવી પડશે. જેને લઈને જાણો ઓટો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક્સપર્ટ્સના શું છે રિએક્શન?

સ્ક્રેપ પોલિસીના નુકશાન અને ફાયદા બંને

ઓટો ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ સાથે જોડાયેલા ઉમંગ ધારીયાએ કહ્યું, સ્ક્રેપ પોલિસીના નુકસાન અને ફાયદા બંને છે, તેમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને નુકશાન વેઠવાનો વારો આવશે. કારણ કે, તેઓને જુની ગાડીઓ વધારે અનુકૂળ હોય છે. તેઓ જુની ગાડીઓ જ ખરીદતા હોય છે જેથી તેમને ઓછા સમય ગાડી ચલાવ્યા બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. નવા વાહનોનું વેચાણ વધે તે હેતુથી સ્ક્રેપ પોલિસી આવી છે. તેમાં પણ ઇ-વાહનોના વેચાણમાં વધારો થાય તે હેતુ પણ હોઈ શકે છે. આ ઉપરાંત મોટો ફાયદો એ છે કે પ્રદૂષણ ઓછું થશે. ફિટનેસ ટેસ્ટ પાસ કરી હોય તેવા વાહનો સ્ક્રેપ કરાવવામાં આવશે.

સ્ક્રેપ પોલિસીના નવા નિયમો અંગે શું કહે છે ઓટો એક્સપર્ટ્સ...

આ પણ વાંચો- સ્ક્રેપ પોલિસી: જૂના વાહનોને ભંગાર જાહેર કરવા પર તેના માલિકને કેટલો ફાયદો થશે?

ઓટો ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થાય માટે આ પોલિસી છે: ઓટો એક્સપર્ટ્સ

ઓટો એક્સપર્ટ અશ્વિન બારોટે જણાવ્યું હતું કે, સ્ક્રેપ પોલિસીનો એક સીધો ફાયદો દેખાઈ રહ્યો હોય તો એ છે કે, જે વાહનો જુના છે અને પ્રદૂષણ ફેલાવે છે તે વાહનો સ્ક્રેપમાં જશે અને પ્રદૂષણ ફેલાતું અટકશે. પરંતુ મધ્યમ વર્ગના લોકો કે, જેઓને આ પોલિસી અંતર્ગત ફિટનેસ ટેસ્ટ કરાવવાનું મોંઘુ પડશે. કારણ કે, તેમને ઓછા પૈસામાં જુની ગાડીઓ મળતી હોવાથી તેઓ આ ગાડીઓ ખરીદતા હોય છે. નવી ગાડીઓ પાંચ, સાત કે દસ લાખ સુધીની આવતી હોય છે, જે તેમને પોસાતું નથી. તેમાં પણ ખાસ કરીને ઓટો ઇન્ડસ્ટ્રીઝને તેનો ફાયદો થાય અને વધુ નવા વાહનો વેચાય તે હેતુથી આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.