ETV Bharat / city

Survey By Bhavnagar Municipal Corporation: સિસોદીયાની મુલાકાત બાદ સફાળી જાગી ભાવનગર મનપા, જર્જરિત શાળાઓમાં તાબડતોડ શરૂ કરી કામગીરી

author img

By

Published : Apr 12, 2022, 7:29 PM IST

સિસોદીયાની મુલાકાત બાદ સફાળી જાગી ભાવનગર મનપા, જર્જરિત શાળાઓમાં તાબડતોડ શરૂ કરી કામગીરી
સિસોદીયાની મુલાકાત બાદ સફાળી જાગી ભાવનગર મનપા, જર્જરિત શાળાઓમાં તાબડતોડ શરૂ કરી કામગીરી

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાની ભાવનગરની સ્કૂલો (Survey By Bhavnagar Municipal Corporation)માં ઓચિંતી મુલાકાત બાદ હવે ભાવનગર મનપા સફાળી જાગી છે. મનપાએ શાળામાં અવ્યવસ્થા અને બિલ્ડિંગોને લઇને સર્વે કર્યો છે. જેની કામગીરી માટે 3 કરોડથી વધુનો અંદાજિત ખર્ચ કાઢવામાં આવ્યો છે.

ભાવનગર: સિસોદીયાની ભાવનગર (Manish Sisodia Bhavnagar Visit) મુલાકાત બાદ ભાવનગર મહાનગરપાલિકા એ ગઈકાલથી આજના દિવસ સુધીમાં સર્વે (Survey By Bhavnagar Municipal Corporation) હાથ ધર્યો છે. આ સર્વેમાં 10 મહિના પહેલાની 22 જર્જરિત શાળાઓ (Government Schools In Bhavnagar)માં અવ્યવસ્થાઓ અને સુધારા માટે અંદાજીત ખર્ચ પણ નક્કી કરવામાં આવ્યો છે. શાસનાધિકારી કાગળ પર તારીખ બતાવીને આ ગત ઓગષ્ટમાં સર્વે થયો હોવાનું જણાવી બચાવ કરી રહ્યા છે.

સિસોદીયાની મુલાકાત પછી તાત્કાલિક કામગીરી હાથ પર લેવામાં આવી.

લેખિતમાં 500થી વધુ અરજીઓ કરવામાં આવી હતી- દિલ્હીના શિક્ષણ પ્રધાન (Education Minister Of Delhi) અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાની ભાવનગર શહેરમાં પશ્ચિમ વિધાનસભા વિસ્તાર (Bhavnagar city west assembly constituency)માં કે જે ગુજરાતના શિક્ષણપ્રધાનનો મત વિસ્તાર (jitu vaghani constituency) છે, તે વિસ્તારની શાળામાં મુલાકાત દરમિયાન દુર્દશા સામે આવ્યા બાદ મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ (bhavnagar education committee)માં શાળાઓની આવેલી રજૂઆતને લઈ ફટાફટ કામો થવા લાગ્યા છે. જો કે શાસનાધિકારી બચાવ કરતા નજરે પડ્યા છે. અવાર-નવારની રજૂઆતો અને લેખિતમાં 500થી વધુ અરજીઓ કરવામાં આવી હતી જેના પર સિસોદીયાની મુલાકાત બાદ કામ કરવામાં આવી રહ્યું છે. જેથી કહી શકાય કે સિસોદીયાની મુલાકાત શાળાઓ અને વિદ્યાર્થીઓને ફળી છે.

શાળાઓમાં બિલ્ડિંગો અને અવ્યવસ્થાનો સર્વે- ભાવનગર શહેરમાં ગઈકાલે મનીષ સિસોદીયાની અચાનક મુલાકાત બાદ શાળાઓ (bhavnagar government schools condition) મુદ્દે પ્રહાર કરનારા મનીષ સિસોદીયાએ છાતી ઠોકીને કહ્યું હતું કે, હા આ રાજકારણ છે. શિક્ષણના રાજકારણમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઊભા થતા ભાવનગર મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ ગઈકાલથી આજ દિવસ સુધી કામે લાગી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહાનગરપાલિકાના એન્જિનિયરોએ શાળાઓમાં ફરીને બિલ્ડિંગો અને અવ્યવસ્થાનો સર્વે કર્યો છે. મતલબ સાફ છે કે, મનીષ સીસોદીયાની એક મુલાકાતથી તંત્ર કામેં લાગી ગયું છે.

2020 ઓગષ્ટ માસમાં મહાનગરપાલિકાએ સર્વે કર્યો હતો.
2020 ઓગષ્ટ માસમાં મહાનગરપાલિકાએ સર્વે કર્યો હતો.

આ પણ વાંચો: વાઘાણીના ગઢમાં સિસોદિયાની રેડ, ભાવનગરની શાળાની સ્થિતિ જોઇને દિલ્હીના શિક્ષણ પ્રધાન થયા આશ્ચર્યચકિત

ઓગષ્ટમાં કરવામાં આવેલા સર્વે પર કામ ચાલું- ભાવનગરમાં મનીષ સિસોદીયાની મુલાકાત અચાનક નક્કી થતા મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ ગઈકાલથી તેના રૂટ પર નજર રાખીને બેઠી હતી. આમ તો, સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલથી મહાનગરપાલિકા શાળાના સર્વેમાં લાગી ગઈ હતી. શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે, સિસોદીયાજીની મુલાકાતને લઈ કોઈ નવું કાર્ય આરંભવામાં નથી આવ્યું, પણ 2020 ઓગષ્ટ માસમાં મહાનગરપાલિકાએ સર્વે કર્યો હતો શાળાઓનો તેના પર કામ ચાલું છે.

બિલ્ડિંગ વિભાગના એન્જિનિયર શાશનાધિકારી પાસે આવતા ખુલી પોલ- ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 55 શાળામાંની 47 જેટલી બિલ્ડિંગોમાં 22 જેટલી જર્જરિત (Dilapidated Building In Bhavnagar) હાલતમાં છે, જેનો સર્વે ગત વર્ષે ઓગષ્ટમાં થયો હતો અને હાલ બીજો ઓગષ્ટ માસ આવ્યો એટલે કે, 10 મહિના બાદ અચાનક સિસોદીયાની મુલાકાત પછી તાત્કાલિક કામગીરી હાથ પર લેવામાં આવી છે. જો કે શાસનાધિકારી ના ના કરતા હતા પણ બિલ્ડિંગ વિભાગ (road and building department bhavnagar)ના એન્જિનિયર Etv Bharatની ટીમ સામે શાસનાધિકારી પાસે જાણકારી માટે આવી ચડ્યા હતા. તો ફાયર સાધનો માટેના પણ કોન્ટ્રાક્ટર આવી ચડ્યા હતા, જે દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે, કાગળ પરની કાર્યવાહી જમીન પર ઉતરી આવી છે.

આ પણ વાંચો: BJP VS AAP : શિક્ષણ મુદ્દે એકબીજાની પોલ ખોલતી ભાજપ અને આમ આદમી પાર્ટી

3.44 કરોડનો અંદાજીત ખર્ચ કાઢવામાં આવ્યો- મહાનગરપાલિકા હસ્તકના 22 બિલ્ડિંગમાં સર્વે થયો અને અનુમાનિત 3.44 કરોડનો અંદાજીત ખર્ચ કાઢવામાં આવ્યો છે. જ્યારે સર્વ શિક્ષા અભિયાન (sarva shiksha abhiyan gujarat) હેઠળની 23 શાળામાં પણ 3.14 કરોડનો અંદાજીત ખર્ચ કાઢવામાં આવ્યો છે. હવે જોવાનું એ જ રહેશે કે આ કામગીરી થશે કે હજુ ચૂંટણીની રાહ જોવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.