ETV Bharat / city

Rain in Bhavnagar : બપોરે મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, કેવો વરસ્યો જૂઓ

author img

By

Published : Jul 5, 2022, 6:51 PM IST

Rain in Bhavnagar : બપોરે મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, કેવો વરસ્યો જૂઓ
Rain in Bhavnagar : બપોરે મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, કેવો વરસ્યો જૂઓ

હવામાન વિભાગની પાંચ દિવસ વરસાદની આગાહીનું (Department forecasts five days of rain) માન રાખતાં હોય એમ મેઘરાજા રાજ્યમાં (Gujarat monsoon 2022 )ઘણે ઠેકાણે વરસી રહ્યાં છે. ભાવનગરની વાત કરીએ તો બપોરે ભાવનગરમાં વરસાદ (Rain in Bhavnagar) જોવા મળ્યો છે.જ્યાં મેઘરાજાએ એક કલાક સુધી ધમાકેદાર બેટિંગ કરી હતી. જેને પગલે શહેરી વિસ્તારમાં પાણી (Water Logging in Bhavnagar City) ભરાયાં હતાં તો ખેડૂતોના રાજીપાનો પાર રહ્યો ન હતો.

ભાવનગર- ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ આપવામાં આવેલી આગાહી (Gujarat monsoon 2022 ) પ્રમાણે ભાવનગર સહિત અન્ય ત્રણ તાલુકામાં બપોરના સમયે મેઘ મહેર થવા પામી છે. ભાવનગરમાં વરસાદથી શહેરમાં ક્યાંક પાણી ભરાઈ(Water Logging in Bhavnagar City) ગયા હતાં તો ક્યાંક બાળકો ભરેલા પાણીમાં મસ્તી કરતા નજરે પડતા હતાં. જિલ્લામાં બે તાલુકામાં અને ભાવનગર તાલુકો મળીને કુલ ત્રણ તાલુકામાં ( Good rainfall in 3 talukas of Bhavnagar) મેઘરાજાની એક કલાક કરતા વધુ સમય મેઘ સવારી (Rain in Bhavnagar) નીકળી હતી.

મેઘરાજાએ એક કલાક સુધી ધમાકેદાર બેટિંગ કરી

ભાવેણું ભીંજાઈ ગયું -ભાવનગર શહેરમાં બપોરના સમયે મેઘરાજાએ પધરામણી (Rain in Bhavnagar) કરી હતી. ચિંતાતુર ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવતા મેઘરાજા વરસ્યા હતાં તો શહેરમાં ભાવનગર મહાનગરપાલિકાની પોલ છતી કરતા હતાં. આગાહી વચ્ચે કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ પધરામણી કરતા જિલ્લામાં અને શહેરી વિસ્તારમાં (Bhavnagar Corporation area) સારા એવા વરસાદથી ભાવેણું ભીંજાઈ ગયું હતું.

આ પણ વાંચો- Rain in Bhavnagar : મેઘરાજાએ ખેડૂતોની ચિંતા દૂર કરી

શહેરમાં વરસાદથી પાણી ભરાયા -ભાવનગર શહેરમાં બપોર થતાની સાથે સવારથી ઘેરાયેલા વાદળો વચ્ચે મેઘરાજાએ વરસવાની (Rain in Bhavnagar) શરુઆત કરી હતી. દોઢ કલાક સુધી ઘમરોળતા મેઘરાજાના વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાના પ્રીમોન્સૂન કામગીરી બાબતે પ્રશ્ન ઉભો થતો હતો. આશરે એક ઇંચ કરતા વધુ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો હતાં તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી (Water Logging in Bhavnagar City) ભરાયા હતાં. બાળકોએ વરસાદમાં ભરેલા પાણીમાં મજા લૂંટી હતી.

ભરાયેલાં પાણીમાં બાળકોએ મજા લૂંટી
ભરાયેલાં પાણીમાં બાળકોએ મજા લૂંટી

આ પણ વાંચો- ભાવનગર જિલ્લાના 3 લાખ હેકટર જમીનના ખેડૂતોને ચોમાસાથી મોટી આશા,સારો પાક ઊતરવાની આશા

વાવણીને મળ્યું જીવનદાન-ભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકા પૈકી 3 તાલુકામાં વરસાદ (Rain in Bhavnagar) નોંધાયો છે. 7 તાલુકામાં નહિવત વરસાદ નોંધાયો છે. જ્યારે ત્રણ તાલુકામાં જોઈએ તો ભાવનગર 40 mm, તળાજા 14 mm, અને મહુવામાં 28 mm વરસાદ નોંધાયો છે. અન્ય 7 તાલુકામાં 5 mm થી નીચે વરસાદ નોંધાયેલો છે. બપોરે 2 કલાક બાદ વરસાદ એક કલાક કરતા વધુ સમય વરસ્યા બાદ થોભી ગયો હતો. સારો વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. વરસાદ થતાં આનંદ ખેડૂતોમાં જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.