ETV Bharat / city

ભાવનગરમાં વાવાઝોડામાં 57 કરોડનું વળતર છતાં વિરોધ, શું સરકારની નક્કી કરેલી નીતિના કારણે વિરોધ ?

author img

By

Published : Aug 7, 2021, 9:11 PM IST

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં વાવાઝોડામાં વૃક્ષોનું નિકંદન નીકળ્યું અને જિલ્લામાં 25 હજાર કરતા વધુ બાગાયત પાક (Horticultural crops) કરનારા ખેડૂતો છે જ્યારે લાભાર્થી 30 હજારને પાર છે. હવે સરકારે 30 હજાર બાગાયત લાભાર્થીઓને 57 કરોડનું વળતર અપાયું છે. છતાં વિરોધ ઉઠ્યો કે જામફળ, સીતાફળના ખેડૂતોને વળતર મળ્યું નથી. બાગાયત વિભાગ આ વિરોધનો છેદ ઉડાડે છે પણ કેટલા બાગાયત પાકને નુકસાન થયું તેનો હિસાબ નથી એટલે કે આંબામાં કેટલું ? સીતાફળમાં કેટલું ? આવો હિસાબ નથી. સરકારની નીતિને ક્યાંક જવાબદાર માનવામાં આવે છે.

Gujarat News
Gujarat News

  • ભાવનગરમાં તૌકતે વાવાઝોડામાં નુકસાનમાં સરકારે 57 કરોડ આપ્યાં
  • જિલ્લાને 57 કરોડની સહાય છતાં વિરોધ કેમ ઉઠતો રહ્યો ખેડૂતોમાં સહાયને પગલે
  • સરકારની નીતિને પગલે ક્યાંક વિરોધનો સુર ઉઠ્યો કારણ કે વળતર માટેના નિયમ હતા
  • એક હેક્ટર નીચેના ખેડૂતો લાભથી વંચિત તો કેટલાકને 50 ટકા અંદર નુકશાનથી લાભ નહિ મળતા વિરોધ

ભાવનગર: શહેરમાં તૌકતે વાવાઝોડા (cyclone) ના શમણાં હજુ પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યા છે. હાલમાં વાવાઝોડા (cyclone) માં ખેડૂતોને સીતાફળ અને જામફળમાં કોઈ સહાય કરવાની જોગવાઈ નહિ હોવાના આક્ષેપ સાથે જિલ્લા પંચાયતના સદસ્યએ આવેદન આપી ધરણા પણ કર્યા હતા હવે તંત્ર કહે છે ના બધાને સહાય અને વળતર આપ્યું છે એ પણ સરકારી નિયમ મુજબ.

ભાવનગરમાં વાવાઝોડામાં 57 કરોડનું વળતર છતાં વિરોધ

આ પણ વાંચો: ભાવનગરમાં વિમેન વિંગ ચેમ્બર હેઠળ બને તેવી અપેક્ષાઓ વ્યકત કરાઈ

તૌકતે વાવાઝોડામાં નુકસાન કેટલું અને કેટલાને ફાયદો ?

ભાવનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડા (cyclone) માં હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. બાગાયત પાક (Horticultural crops) ને ભારે નુકસાન થયું છે. જિલ્લામાં બાગાયત પાકો (Horticultural crops) માં આંબા, લીંબુડી, જામફળ, સીતાફળ સહિત અનેક પાકોનું કુલ વાવેતર બાગાયતનું 24,509 હેક્ટરમાં થયું છે, ત્યારે આવેલા વાવાઝોડા (cyclone) ને પગલે અલંગ પાસેના સોસિયામાં આંબાઓને, સિહોર પંથકમાં જામફળ, સીતાફળ તેમજ જેસરમાં પણ આંબાઓને નુકસાન થયું છે. કુલ બાગાયતનું નુકશાન 12,383 હેક્ટરમાં થયું છે.

ભાવનગરમાં વાવાઝોડામાં 57 કરોડનું વળતર છતાં વિરોધ
ભાવનગરમાં વાવાઝોડામાં 57 કરોડનું વળતર છતાં વિરોધ

આ પણ વાંચો: મહુવામાં વરસાદનું આગમન, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

બાગાયતમાં લાભાર્થી, હેક્ટર અને અપાયેલી સહાયની રકમ કેટલી

ભાવનગર જિલ્લામાં વાવાઝોડા (cyclone) ને પગલે જિલ્લા પંચાયતના સદસ્ય રઘુ સોલંકી ખુદ મેદાનમાં ઉતરીને જિલ્લા પંચાયતમાં ધરણા યોજ્યા હતા. બાગાયત વિભાગ અને પંચાયતે મામલાને થાળે પાડી દીધો છે. જોકે હવે જોઈએ તો સરકારે જિલ્લામાં 57,32,95,062 વળતર ચુકવવામાં આવ્યું છે. વળતર નીચે મુજબ છે.

તાલુકો લાભાર્થીહેક્ટર સહાય રકમ
વલભીપુર475 276.9530767,91,788
ઘોઘા 2619 1482.8273,89,24,970
જેસર 23441753.9336,94,99,200
ભાવનગર1675 1334.49093,96,71,708
મહુવા 6797 5819.604212,32,17,980
ગારીયાધાર 616 374.35 86,04,600
પાલીતાણા25331474.87177,24,12,751
સિહોર 36763055.90789,01,36,348
તળાજા 8893 5137.698211,52,19,154
ઉમરાળા 1130366.089988,16,743

કુલ

તાલુકા

કુલ

લાભાર્થી

કુલ

હેક્ટર

કુલ

રકમ કરોડમાં

730,758 21074.72657,32,95,062

વિરોધનો સુર શા માટે ઉઠ્યો અને સરકારની સહાય નીતિ શું ?

બાગાયત પાકો (Horticultural crops) ના નુકસાન માટે સરકાર દ્વારા સહાય તો આપવામાં આવી પણ તેની નક્કી કરેલી નીતિ ક્યાંક વિરોધનું કારણ રહી છે. સરકારે વાવાઝોડામાં 50 ટકા નુકસાનવાળા ખેડૂતોને જ સહાય આપી છે. વાવાઝોડા (cyclone) માં બે પ્રકારની સહાય આપવામાં આવી હતી. પાક ખરી ગયો હોય તેની અને વૃક્ષ ઉખડી ગયા હોય તેની સહાય નક્કી કરાયેલી હતી. વૃક્ષ ઉખડી ગયા હોય તેમાં એક હેક્ટરમાં વૃક્ષ ધારાશાયી થયા હોય તેવાને સહાય આપવામાં આવી છે. આ સહાય 50 ટકા ઉપર નુકસાન હોય તો મળવા પાત્ર છે. એટલે કે વૃક્ષ ઉખડી ગયા હોય અને ફરી જીવંત થાય તેમ ન હોય તેને 1 લાખની સહાય 1 હેક્ટરે અપાઈ છે. જ્યારે બીજી સહાય એક હેક્ટરમાં પાક ખરી ગયો હોય એને 30 હજાર અને તે હેક્ટરમાં હોય તો ત્યારે 1 હેક્ટર નીચેના ખેડૂતોને લાભ નહિ મળતા કોંગ્રેસ સદસ્ય જિલ્લા પંચાયતના મેદાનમાં ઉતરી સરકારની નીતિ સામે વિરોધ કર્યો હતો. જોકે ઓછી જમીનવાળા ગરીબ ખેડૂતોને અહીંયા કોઈ લાભ મળવા પાત્ર બને નહિ માટે તેવા ખેડૂતોએ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો.

ભાવનગરમાં વાવાઝોડામાં 57 કરોડનું વળતર છતાં વિરોધ
ભાવનગરમાં વાવાઝોડામાં 57 કરોડનું વળતર છતાં વિરોધ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.