ETV Bharat / city

Palitana Neighbor Burned Woman Alive : ગલુડિયાના નામને કારણે પડોશીએ જીવતી સળગાવી

author img

By

Published : Dec 22, 2021, 8:43 PM IST

એક ગલુડિયાના નામના કારણે એક પાડોશીએ પાડોશી મહિલાને જીવતી સળગાવી (Palitana Neighbor Burned Woman Alive) દીધી. પોલીસ હજુ મામલાની તપાસ કરી રહી છે કે આખરે સત્ય શુ છે. હાલ પાલીતાણા પોલીસ તપાસ (Palitana Police Investigation) કરી રહી છે અને કોઇની અટકાયત કે ધરપકડ કરી નથી.

Palitana Neighbor Burned Woman Alive : ગલુડિયાના નામને કારણે પડોશીએ જીવતી સળગાવી
Palitana Neighbor Burned Woman Alive : ગલુડિયાના નામને કારણે પડોશીએ જીવતી સળગાવી

ભાવનગરઃ જૈનનગરી પાલીતાણા કે જ્યાં હિંસા સામે જૈન લોકો સૌનેઅહિંસાના માર્ગે ચાલવા પ્રેરણા આપે છે તેવી જૈનનગરીમાં એક ગલુડિયાંના નામના કારણે પડોશીએ પાડોશી મહિલાને જીવતી સળગાવી (Palitana Neighbor Burned Woman Alive) દીધી હતી. પાલીતાણા પોલીસ હજુ મામલાની તપાસ (Palitana Police Investigation) કરી રહી છે કે આખરે સત્ય શું છે. હાલ કોઈની અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી.

શું બન્યો બનાવ અને કોણે નોંધાવી પોલીસ ફરિયાદ

પાલિતાણાના શક્તિનગરમાં રહેતા કોળી પરિવારની મહિલા 20 તારીખના રોજ બપોરે દોઢ કલાકની આસપાસ પોતાના નાના દીકરા સાથે ઘરે હતી. ત્યારે પાડોશી સુરાભાઇ ભરવાડ અને ઘેલાભાઈ ભરવાડ તેમજ રાજુભાઈ ભરવાડ તેના ઘરે આવીને મહિલાએ પોતાના શ્વાનના બચ્ચાનું નામ સુરાભાઈની પત્નીના નામ પરથી કેમ રાખ્યું તેમ કહીને ઝઘડો કર્યો હતો. ઝઘડો કરતા મહિલા પોતાના ઘરના રસોડામાં ચાલી ગઈ હતી. ત્યારે પાછળ આવેલા સુરાભાઇ ભરવાડ,ઘેલાભાઈ ભરવાડએ પોતાના હાથમાં રહેલા સફેદ કેનમાંથી કેરોસીન જેવું પ્રવાહી મહિલા ઉપર છાંટીને માચીસની દિવાળી ચાંપી (Palitana Neighbor Burned Woman Alive) દીધી હતી. જેથી મહિલા સળગવા લાગી હતી. સુરાભાઇ ભરવાડનો પરિવાર ઉભો ઉભો જોતો હતો અને બોલતો હતો કે ભલે સળગે તેવા શબ્દો બોલી રહ્યા હતાં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પાડોશી યુવકે 12 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

અન્ય પાડોશીઓ મહિલાને હોસ્પિટલ લઇ ગયાં

ઘટના સમયે તેઓના પાડોશમાં રહેતી અન્ય એક મહિલા અને ભોગ બનનાર મહિલાના પતિ આવી જતાં આગ બુઝાવીને તાત્કાલિક બાઈક પર હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં 108 મળતા પાલીતાણા હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવી છે. ઉપરોક્ત બનાવની (Palitana Neighbor Burned Woman Alive) વિગત ફરિયાદ દ્વારા ભોગ બનનાર મહિલાએ નોંધાવી છે. જોકે બનાવ બાદ હજુ સુધી કોઈ અટકાયત કે ધરપકડ ન થઇ (Palitana Police Investigation) હોવાનું પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળ્યું છે.

પાલીતાણા પોલીસે કોઇની ધરપકડ હજુ સુધી કરી નથી

આ પણ વાંચોઃ જામનગરમાં યુવતી પર પાડોશી યુવકે જ્વલંતશીલ પદાર્થનો સ્પ્રે છાટ્યો, યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ

શું કરે છે મહિલા અને શ્વાન કોણ લાવ્યું

પાલીતાણાના શક્તિનગરમાં રહેતો આ પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે એમનો દીકરો અગાઉ ગલુડિયું લાવ્યો ત્યારથી તેનું નામકરણ થયેલું હતું. મહિલાને બે દીકરા અને એક દીકરી છે. મોટો દીકરો અને દીકરી શાળાએ ગયા હતાં અને નાનો દીકરો ઘરે હતો તે સમયે બપોરના સમયે બનાવ (Palitana Neighbor Burned Woman Alive) બન્યો હતો. ડીએસપી જયપાલસિંહ રાઠોરે જણાવ્યું હતું કે સમગ્ર બનાવ ક્રિટિકલ છે અને પોલીસ તપાસ કરી રહી છે. આરોપીને પણ શોધી લેવાયા છે. પરંતુ આગળની કાર્યવાહી બાદમાં થશે. હાલ હજુ સ્થાનિક પોલીસ સ્ટેશન તપાસ (Palitana Police Investigation) ચલાવી રહી છે. હજુ કોઈની અટકાયત કે ધરપકડ કરાઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.