ETV Bharat / city

Monsoon Forecast on Akshay Tritiya : આ લક્ષણો જોઇ લેજો, અખાત્રીજ એટલે વરસાદનો વરતારો જાણવાનો દિવસ

author img

By

Published : May 3, 2022, 5:07 PM IST

Updated : May 4, 2022, 11:45 AM IST

વરસાદ કેવો રહેશે (Monsoon in Gujarat 2022) તે મોસમ વિભાગ કહે એ પહેલાં ચોમાસાનું અનુમાન જૂની રૂઢી પરંપરા મુજબ (Monsoon Forecast on Akshay Tritiya )અખાત્રીજના દિવસે નક્કી થઈ જાય છે. અખાત્રીજના દિવસે (Method for rainfall forecasting on Akhatrij) પવન અને વાદળો પરથી કોઇપણ તે જાણી શકે છે. ચાલો તમે પણ જાણો.

Monsoon Forecast on Akshay Tritiya : આ લક્ષણો જોઇ લેજો, અખાત્રીજ એટલે વરસાદનો વરતારો જાણવાનો દિવસ
Monsoon Forecast on Akshay Tritiya : આ લક્ષણો જોઇ લેજો, અખાત્રીજ એટલે વરસાદનો વરતારો જાણવાનો દિવસ

ભાવનગર : વરસાદ કેવો રહેશે (Monsoon in Gujarat 2022)તે 44 ડીગ્રી અનુભવ્યા બાદ દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન જરૂર ઉભો થાય છે. મોસમ વિભાગ પહેલા ચોમાસાનું અનુમાન જૂની રૂઢી પરંપરા (Method for rainfall forecasting on Akhatrij) મુજબ અખાત્રીજના દિવસે નક્કી થઈ જાય છે. સામાન્ય વ્યક્તિ પણ પવન અને વાદળો પરથી (Traditional weather forecast) અખાત્રીજના દિવસે (Monsoon Forecast on Akshay Tritiya )જાણી શકે છે.

રૂઢી પરંપરા મુજબ મોસમ વિભાગ ન હતો ત્યારે ખેડૂતો પાકના ઉત્પાદન માટે હવા અને વાદળ પરથી ચોમાસાનું અનુમાન લગાવતા

અખાત્રીજે થાય છે વર્તારો - અખાત્રીજ એટલે ખેડૂતો માટે આગામી દિવસોમાં વરસાદનો વર્તારો નક્કી કરવાનો દિવસ. હા ખેડૂતો પહેલાં અને આજે પણ હવા,વાદળ પરથી નક્કી કરી લે છે કે આગામી ચોમાસુ (Monsoon Forecast on Akshay Tritiya )કેવું હશે. ચાલો તમને જણાવીએ કેમ નક્કી થાય વરસાદનો વર્તારો.

આ પણ વાંચોઃ પંચમહાલમાં માટીના લાડવા પરથી વરસાદનો વર્તારો કાઢવાની અનોખી પરંપરા

વરસાદના વરતારો નક્કી કરવા હવા અને વાદળ માધ્યમ કેમ - ઉનાળામાં 44 ડિગ્રીએ ધરતી તપી ચૂકી છે અને આગામી એક માસ બાદ ચોમાસાનો પ્રારંભ થવાનો છે. વર્ષો જૂની રૂઢી પરંપરા મુજબ મોસમ વિભાગ ન હતો ત્યારે ખેડૂતો પાકના ઉત્પાદન માટે હવા અને વાદળ પરથી ચોમાસાનું અનુમાન લગાવતા. અનુમાન લગાવવા માટે જ્યોતિષમાં એક માત્ર દિવસ નક્કી કરાયેલો છે. આ દિવસ અખાત્રીજ (Method for rainfall forecasting on Akhatrij) છે. ભાવનગરમાં પણ અખાત્રીજના દિવસે વરસાદના વરતારા પર ખેડૂતોએ મદાર રાખે છે. અખાત્રીજના દિવસે હવા કઈ દિશામાંથી આવે છે અને જો વાદળ થાય તો કઈ દિશામાં થાય છે તેના પરથી ચોમાસાનું (Monsoon Forecast on Akshay Tritiya )અનુમાન લગાવાય છે.

આ પણ વાંચો- આ ગામમાં હોળી પર આજે પણ કઢાઈ છે આ રીતથી વરસાદનો વર્તારો

હવા વાદળ પરથી કેવો વરસાદ થાય તે જાણો - જ્યોતિષમાં વરસાદનો વર્તારો કેવી રીતે નક્કી થાય તે આપણે જાણીશું. અખાત્રીજ એક જ દિવસે આ પ્રણાલી માનવામાં આવે છે. દરેક દિશાનું મહત્વ અલગ હોય છે અને વાદળ બંધાવા તે (Method for rainfall forecasting on Akhatrij)નું પણ મહત્વ અલગ હોય છે. ચાલો જાણીએ (Monsoon Forecast on Akshay Tritiya) કઈ દિશાના પવન અને વાદળનું મહત્વ શું છે ? તમારા ગામનો પવન આજે (Monsoon in Gujarat 2022) નક્કી કરી લેજો.

- વાયવ્ય દિશામાંથી પવન આવે તો વરસાદ સારો થાય છે.

- પશ્ચિમ દિશામાંથી પવન આવે તો જંગલો લીલાછમ થાય.

- નૈઋત્ય દિશામાંથી પવન આવે તો દેશમાં દુષ્કાળ પડે છે.

- દક્ષિણ દિશામાંથી પવન આવે તો અનાજમાં તકલીફ ઊભી થાય.

- પૂર્વ દિશા તરફથી પવન આવે તો ઘાસ તેમજ અનાજમાં ઘટાડો આવે.

- ઈશાન દિશામાંથી પવન આવે તો ઉંદર અને તીડ જેવા પ્રાણીઓથી અનાજ જેવા પાકોને નુકશાન થાય.

- સૂર્યાસ્ત સમયે વાદળો થાય તો વરસાદ સારો આવે પણ રોગચાળો ફેલાવે.

- નૈઋત્ય દિશામાં વાદળો થાય તો જુવારનો પાક સારો થાય છે.

- વાયવ્ય દિશામાં વાદળો થાય તો બાજરાનો પાક સારો થાય છે.

- પશ્ચિમ દિશામાં વાદળો થાય તો દરેક ધાન્યમાં મબલખ પાક થાય છે.

Last Updated :May 4, 2022, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.