ETV Bharat / city

સૌની યોજના હેઠળ છલકાશે અનેક જળાશયો, ભાવનગરમાં 445 કરોડના ખર્ચે કામગીરી શરૂ

author img

By

Published : Sep 25, 2020, 1:38 PM IST

રાજ્ય સરકાર દ્વારા પાણીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૌની યોજના હેઠળ ફેઝ 1 અને 2 પૂર્ણ થયા બાદ હાલ ફેઝ 3 હેઠળ જળાશયો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી માર્ચ-21 પહેલા આ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ભાવનગરનું બોરતળાવ અને અન્ય ડેમો ભરી પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવનું ભગીરથ કામ આ યોજના હેઠળ પરિપૂર્ણ કરવામાં આવશે.

reservoirs
reservoirs

ભાવનગરઃ રાજ્યસરકાર દ્વારા રાજ્યભરમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાં સૌની યોજના અમલી બનાવી છે. જેમાં અગાઉ ફેઝ 1 અને 2 ને પરિપૂર્ણ કરી હવે ફેઝ 3 હેઠળની કામગીરી હાથ ધરી તેને માર્ચ-2021 પહેલા પૂર્ણ કરવામાં આવશે.

આ યોજનામાં ભાવનગર સિંચાઈ વિભાગ હેઠળના અનેક જળાશયોનો સમાવેશ કરાયો છે. ત્યારે રાજવી પરિવારની દેન એવા બોરતળાવને ભરવા માટે 146 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપલાઈનો નાખી 140 એમસીએફટી પાણીથી ભરવામાં આવશે. જેમાં વચ્ચે આવતા ગામોના તળાવો અને ચેકડેમોને પણ આ યોજના હેઠળ ભરવામાં આવશે. જોકે આ વર્ષે ભાવનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતાં. શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે. જેથી લોકો અને ખેડૂતોને આ વર્ષે પાણીની તંગીનો સામનો કરવો પડશે નહી.

સૌની યોજના હેઠળ છલકાશે અનેક જળાશયો

હાલ શેત્રુંજી થી રાયડી ડેમ સુધીના જળાશયો માટે 445 રૂપિયા કરોડના ટેન્ડરો સાથેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં માલણ, રોજકી, સુરજવડી, ઘાતર વડી, રાયડી ડેમ ભરવામાં આવશે, તો સાથે સાથે આ યોજના હેઠળ વચ્ચે આવતા તળાવો અને ચેકડેમોને પણ ભરવામાં આવશે.

ભાવનગર શહેર અને જિલ્લાના અનેક ગામોમાં આ વર્ષે સરકારની સાથે સાથે કુદરત પણ મહેરબાન થતા પીવાના પાણીની સમસ્યા હલ થશે. તેમજ ખેતીમાં પણ પાણી પુરતું મળી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.