ETV Bharat / city

ભાવનગરનું ગૌરીશંકર તળાવ ઓવરફ્લો થવામાં 3 ફુટ બાકી, તંત્ર એલર્ટ

author img

By

Published : Sep 27, 2019, 11:29 PM IST

Bhavnagar

ભાવનગર: જિલ્લામાં ગત 24 કલાકથી પડી રહેલા વરસાદનાં કારણે જિલ્લાના ડેમોમાં સારા પ્રમાણમાં પાણીની સારી એવી આવક જોવા મળી રહી છે, ત્યારે ભાવનગર શહેરનાં ગૌરીશંકર તળાવ (બોરતળાવ) કે જેની સપાટી હાલ 40.10 ફૂટ આસપાસ પહોંચી જતા શહેરીજનોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ બાકી રહેતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા હજુ વધારે વરસાદની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 12 કલાકથી પડી રહેલા વરસાદનાં કારણે જિલ્લાનાં ડેમોમાં પાણીની આવકમાં પુષ્કળ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગર શહેરનાં ગૌરીશંકર તળાવમાં વરસાદનાં કારણે પાણીની સારી આવક થતા ડેમની સપાટી 40.10 ફૂટ પહોંચી છે. ગૌરીશંકર તળાવ (બોરતળાવ)ની કુલ સપાટી 43 ફૂટ હોય તેમજ હાલની સપાટી 40.10 પહોંચતા ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ બાકી હોય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ભાવનગરનું ગૌરીશંકર તળાવ ઓવરફ્લો થવામાં 3 ફુટ બાકી, તંત્ર એલર્ટ

ઉપરવાસમાં આવેલ ભીકડા ડેમમાંથી થઈ રહેલી પાણીની પુષ્કળ આવકથી ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થવાની પુરી સંભાવના સેવાઇ રહી છે. અગાઉ વર્ષ ૨૦૧૩માં ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થયો હતો અને આજે જયારે ફરી ૨૦૧૯માં ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થવા જઈ રહ્યો છે, ત્યારે આ ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થશે, ત્યારે આ વિસ્તારનાં લોકો દ્વારા તળાવ પર દીપ પ્રગટાવીને તેના વધામણા કરવામાં આવશે.

તંત્ર દ્વારા ગૌરીશંકર સરોવર (બોરતળાવ) સહીતનાં તળાવો પર ચાપતો પોલીસ બંદોબસ્ત, ડિઝાસ્ટર તેમજ ફાયર વિભાગોને સાવચેત રહેવા જરૂરી સૂચનાઓ ભાવનગર કલેકટર દ્વારા આપી દેવામાં આવી છે અને ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ઓવરફલો થશે તો નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સરકારી શાળાઓમાં સ્થળાંતર કરાવવામાં આવશે. તેમજ આજે સાંજ થી આ વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા વિવિધ માધ્યમો દ્વારા સૂચનાઓ આપવામાં આવશે.

Intro:એપૃવલ : ધવલ સર
ફોર્મેટ :પેકેજ

ભાવનગર જિલ્લામાં ગત 24 કલાક થી પડી રહેલા વરસાદનાં કારણે જિલ્લાણા ડેમોમાં સારા પ્રમાણમાં પાણીની સારી એવી આવક જોવા મળી રહી છે. ત્યારે ભાવનગર શહેરનાં ગૌરીશંકર તળાવ (બોરતળાવ) કે જેની સપાટી હાલ 40.10 ફૂટ આસપાસ પહોંચી જતા શહેરીજનોમાં હર્ષની લાગણી ફેલાઇ જવા પામેલ છે. ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ બાકી હોય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
Body:હવામાન વિભાગ દ્વારા હજુ વધારે વરસાદની આગાહી ને પગલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 12 કલાક થી પડી રહેલા વરસાદનાં કારણે જિલ્લાનાં ડેમોમાં પાણીની આવકમાં પુષ્કળ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરનાં ગૌરીશંકર તળાવમાં વરસાદનાં કારણે પાણીની સારી આવક થતા ડેમની સપાટી 40.10 ફૂટ પહોંચી જતા શહેરીજનોમાં હર્ષ ની લાગણી ફેલાઇ જવા પામી છે, ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ની કુલ સપાટી 43 ફૂટ હોય તેમજ હાલ ની સપાટી 40.10 પહોંચતા ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ બાકી હોય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઉપરવાસ માં આવેલ ભીકડા ડેમમાંથી થઈ રહેલી પાણીની પુષ્કળ આવકથી ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થવાની પુરી સંભાવના સેવાઇ રહી છે. અગાઉ વર્ષ ૨૦૧૩માં ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થયો હતો અને આજે જયારે ફરી ૨૦૧૯માં ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થવા જઈ રહયો છે શહેરીજનોમાં એક અનેરો આનંદ જોવા મળી રહયો છે ત્યારે જયારે આ ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થશે ત્યારે આ વિસ્તારનાં લોકો દ્વારા તળાવ પર દીપ પ્રગટાવીને તેના વધામણા કરવામાં આવશે.Conclusion:ભાવનગરમાં રાજવીકાળમાં બંધાયેલા ગૌરીશંકર સરોવર (બોરતળાવ)ની સપાટી આજે ૪૦.૧૦ ને પાર કરી ગઇ છે. હજુ પાણીની ભરપુર આવક યથાવત છે. જો કે ઉપરવાસમાં વરસાદે ધીમો પડતા આજનાં દિ’ને બોરતળાવ છલકાય તેવા સંજોગ ઓછા છે ! બોરતળાવ ૪૩ ફૂટે ઓવરફલો થાય છે. એ જોતા તળાવમાં મહત્તમ પાણી સંગ્રહ થયું છે. પરંતુ બોરતળાવ નહી ભરાવા દેવા કારસો હોવાના રાજકીય આક્ષેપો વચ્ચે હવે આ વખતે શું થાય છે. તે જોવું રહ્યું મનપા વિપક્ષી નેતાએ બોરતળાવ મામલે લડત છેડેલી છે અને તેઓ દર વખતે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી રહ્યાં છે. આજે પણ સવારે પણ તેઓ બોરતળાવ પહોંચી ગયા હતા અને બોરતળાવ સુધી પાણી આવવામાં કોઇ અવરોધ નથી ને તેની જાત સમીક્ષા કરી હતી. તો વોટર વર્કસ ઇજનેર દેવમુરારી અંગત રસ લઇને પાણી સંગ્રહ માટે ‘પાણીદાર’ પ્રયાસો કરી રહ્યાં છે. તેઓ પણ આજે સિદસર હીલપાર્ક તરફથી બોરતળાવમાં આવતા પાણીનું મોનીટરીગ કરવા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. બોરતળાવના ઉપરવાસના માળનાથ, ખોખરા, અગીયાળી, ખાટડી, ખરકડી, સમઢીયાળા વિગેરે ગામોમાં સારા વરસાદના પગલે બોરતળાવની ભીકડા કેનાલમાં સવારે પાંચ વાગ્યે પોણા ૪ ફૂટનાં ફોલો થી પાણીની આવક શરૂ થઇ હતી. જો કે, વરસાદે ધીમો પડતા આ આવક બપોરે ૪ કલાકે ઘટીને ૨ ફૂટ થઇ છે. દરમિયાનમાં બોરતળાવની સપાટી ૪૦.૧૦ ફૂટે પહોંચી છે અને છલક સપાટીથી 3 ફૂટ જેટલી દુર રહી છે.

જોકે તંત્ર દ્વારા ગૌરીશંકર સરોવર (બોરતળાવ) સહીતનાં તળાવો પર ચાપતો પોલીસ બંધોબસ્ત, ડિઝાસ્ટર તેમજ ફાયર વિભાગોને સાવચેત રહેવા જરૂરી સૂચનાઓ ભાવનગર કલેકટર દ્વારા આપી દેવામાં આવી છે અને ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ઓવરફલો થશે. તો નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સરકારી શાળાઓમાં સ્થળાંતર કરાવવામાં આવશે. તેમજ આજે સાજ થી આ વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા વિવિધ માધ્યમો દ્વારા સૂચનાઓ આપવામાં આવશે જેમાં ખાસ કરીને ઓટોરીક્ષા પણ ઉપયોગમાં લેવામાં આવશે.

બાઈટ : ગૌરાંગ મકવાણા (કલેકટર-ભાવનગર)

બાઈટ : મનહર મોરી (મેયર-ભાવનગર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.