ETV Bharat / city

ભાવનગરમાં રાઇથી લઈ સીંગતેલના ડબ્બા સુધીના ભાવમાં ભડકો: જાણો કારણ

author img

By

Published : Aug 19, 2021, 1:24 PM IST

Updated : Aug 19, 2021, 1:45 PM IST

ભાવનગરની 7 લાખની વસ્તીમાં દરેક ઘરમાં સ્પર્શે તેવી ઘરની ખાદ્ય ચીજો સહિત જીવન જરૂરિયાતની ચીજોમાં ધરખમ ભાવ વધારો છેલ્લા ચાર-પાંચ દિવસમાં થયો છે. રાઇ હોઈ કે સીંગતેલ કે પછી સાબુ કે બાળકોની મેગી દરેક ચીજોમાં ભડકે બળતા ભાવો વધ્યા છે. કોરોનાકાળ અને બાદમાં પેટ્રોલના વધેલા ભાવના કારણે ભાવ વધારો આવ્યો હોવાનું કરિયાણાના વેપારી અને ગૃહિણીઓ જણાવી રહી છે.

ભાવ વધારો
ભાવ વધારો

  • મોંઘવારીએ માજા મૂકી 1 ટકાથી 100 ટકા સુધી ખાદ્ય ચીજોમાં ભાવ વધારો
  • સીંગતેલ હોય કે રાઇ દરેકમાં ભાવ વધારાથી ગૃહીણીનું બજેટ ખોરવાયું
  • ખાંડ, સાબુ કે મેગીમાં ભાવ વધારો આવ્યો
  • કરિયાણાના દુકાનદારો અને ગૃહીણીઓએ પેટ્રોલના ભાવને જવાબદાર ગણાવ્યા

ભાવનગર: શહેરમાં ખાદ્ય ચીજોમાં આવેલો 1 ટકાથી લઈને 50 ટકા સુધીના વધારાથી સામાન્ય પરિવારોને ઘર ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. કોરોનાકાળ અને બાદમાં પેટ્રોલના ભાવ વધારાથી આવેલો ફુગાવો કમર તોડી રહ્યો છે. ઘરના એક સભ્ય નહિ પણ દરેક સભ્યોને કામ માટે બહાર નીકળવાની ફરજ પડી ગઈ છે. જોઈએ એક અહેવાલમાં શુ છે ગૃહિણીનું માનવું અને યુવતીઓનું તો નાના કરિયાણાના વેપારીઓ શુ કહી રહ્યા છે.

ભાવ વધારો

આ પણ વાંચો- તહેવાર પૂર્વે સિંગ અને કપાસિયા તેલના ભાવ થયા સરખા, ડબ્બાનો ભાવ રૂપિયા 2500

ભાવનગરમાં ગૃહિણીઓના બજેટને ખેર વિખેર કરતો ભાવ વધારો અને તેમના મત

ભાવનગર શહેરની આશરે સાત લાખની વસ્તી છે, ત્યારે કોરોનાકાળ અને પેટ્રોલના 100 રૂપિયા ભાવ આજે દરેક સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના માથે ભારણ વધી ગયું છે. સામાન્ય મહિલાઓને તેલના ડબ્બા હોય કે ઘરની શાક કે દાળમાં વપરાતી રાઈ જેમાં 1 ટકાથી લઈને 100 ટકા સુધીનો વધારો થયો છે. કાજુ-બદામના કિલોના ભાવ સીધા ડબલ થઈ ગયા છે. કોકમ, રાઇ, છોલે ચણા, ચણા, ખાંડ, રવો, મેંદો કે કાજુ-બદામ બધામાં આવેલો ભાવ વધારો લોકોને ઘર કેમ ચલાવવું તે મૂંઝવી રહ્યું છે.

ઘરના દરેક સભ્યો રોજગારી મેળવવામાં લાગી ગયા છે

ઘરના સભ્યો નાના-મોટા કામ મેળવી રોજગારી મેળવવાની તાગમાં લાગી ગયા છે. કેટલાક પરિવારોએ મહિનાનું લાવીને ગુજરાન ચલાવવાની શરૂઆત કરી છે, તો ગરીબો રોજે રોજનું લાવતા હોવાથી તેમાં પણ કાપ મુક્યો છે.

ભાવનગરમાં રાયથી લઈ સીંગતેલના ડબ્બા સુધીના ભાવમાં ભડકો
ભાવનગરમાં રાયથી લઈ સીંગતેલના ડબ્બા સુધીના ભાવમાં ભડકો

રસોડાની વસ્તુઓમાં પણ વધારો થયો

નિશા યાદવનું કહેવું છે કે, તેલનો ડબ્બાનો ભાવ 2500થી વધીને 2600 થઈ ગયો છે, એ સિવાય પણ રસોડાની વસ્તુઓમાં પણ વધારો થઈ ગયો છે. સાબુ, ચણા, બેકરીની વસ્તુઓમાં પણ વધારો થવાથી ઘરમાં તકલીફ પડી રહી છે.

ટ્રાન્સપોટેશનની દરેક ચીજોમાં ભાવ વધારો થયો

રીનાબેન શાહનું કહેવું છે કે, કોરોનાકાળમાં લોકડાઉનમાં જે સ્થિતિ થઈ અને લોકોના રોજગાર-ધંધા બંધ થઈ ગયા અને બાદ હવે પેટ્રોલના ભાવ જે રીતે 60થી લઈને 100 સુધી પહોંચ્યા છે, તેથી ટ્રાન્સપોટેશનની દરેક ચીજોમાં ભાવ વધારો આવ્યો છે. એક તરફ આવક ઘટી અને જાવક વધવાના કારણે લોકોના ઘરનું બેલેન્સ બગડી ગયું છે. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, ઘરમાં એક બે લોકો કમાતા હતા, તેના બદલે દરેકને કમાવાની ફરજ પડી છે.

ભાવનગરમાં રાયથી લઈ સીંગતેલના ડબ્બા સુધીના ભાવમાં ભડકો
ભાવનગરમાં રાયથી લઈ સીંગતેલના ડબ્બા સુધીના ભાવમાં ભડકો

કરિયાણાના વેપારીઓને પણ મોંઘવારી અને હરીફાઈનો માર

ભાવનગરમાં ગ્રાહકો વેપારીઓ માટે ભગવાન છે, પરંતુ મોલ જેવા ક્ષેત્રો આવવાથી હરીફાઈ વધી ગઈ છે. કોરોનાકાળમાં જેટલી કમાણી થઈ તે લોકડાઉન દૂર થયા બાદ થઈ નથી. વેપારીઓની કરિયાણાની દુકાને 40થી 50 ટકા ગ્રાહકો આવી રહ્યા છે. પેટ્રોલના ભાવ વધવાથી દરેક ચીજોમાં ભાવ વધારો આવ્યો છે, જેથી લોકોએ પોતાનું બજેટ અને ઉપયોગીતા ખાદ્ય ચીજોમાં ઘટાડી છે.

કરિયાણાના દુકાનદારોને મોલના કારણે ગ્રાહકોમાં ખોટ પડી

ભાવનગર નારેશ્વર મંદિર પાસે ડેલામાં આવેલી વર્ષો જૂની કરિયાણાની દુકાનના માલિક ચંદ્રકાન્તભાઈ જણાવે છે કે, પેટ્રોલના પગલે બદામ, કાજુ, ખાંડ, રવો, મેંદો જેમાં 1 ટકાથી લઈને 100 ટકા સુધીનો ભાવ વધારો છે, પછી ભલે સાબુ હોય કે પાવડર કે પછી મેગી બધામાં ભાવ વધારો થયો છે. બીજી બાજુ કરિયાણાના દુકાનદારોને મોલના કારણે ગ્રાહકોમાં ખોટ પડી છે.

ભાવનગરમાં રાયથી લઈ સીંગતેલના ડબ્બા સુધીના ભાવમાં ભડકો
ભાવનગરમાં રાયથી લઈ સીંગતેલના ડબ્બા સુધીના ભાવમાં ભડકો

કેટલીક ખાદ્ય ચીજોના વધેલા ભાવો અને શું હતા જુના ભાવો

  • અંજીર કિલોના 800ના 1200 રૂપિયા થયા
  • બદામના કિલોના 600ના 1000 રૂપિયા
  • કાજુના કિલોના 550ના 650 રૂપિયા
  • સામો કિલોના 86ના 120 રૂપિયા
  • રવો, મેંદો, ચણા, ચણાદાળ, લોટમાં 2થી 3 રૂપિયાનો કિલોએ વધારો
  • ખાંડના કિલોના 36ના 40 રૂપિયા
  • કોકમ ફૂલ કિલોના 350ના 480 રૂપિયા
  • ગુંદર કિલોના 120ના 150 રૂપિયા
  • રાઇ કિલોના 70ના 90 રૂપિયા
  • છોલે ચણા કિલોના 70ના 95 રૂપિયા
  • મેગી મોટી 86ના 96 રૂપિયા
  • કપડાં કે નાહવાના સાબુમાં 15 ટકાનો વધારો
  • કપાસિયા તેલ ડબ્બાના 2300ના 2600 રૂપિયા
  • સીંગતેલ ડબ્બાના 2480ના 2600 રૂપિયા

આ પણ વાંચો- શ્રાવણની શરુઆતે વધી બટાકાની માગ, રાજકોટ યાર્ડમાં દરરોજ 3 લાખ કિલોથી વધુની આવક

ભાવ વધારો ઘરના બધા સભ્યોને કમાવા મજબૂર કરી રહ્યો છે

ગરીબ હોય કે અમિર તેના ઘરમાં દરેક ચીજોની જરૂરિયાત હોય છે. કોરોનાકાળમાં રોજગારીના ફાંફા પડ્યા બાદ ખાદ્ય ચીજોમાં આવેલો ફુગાવો ભાવ વધારો ક્યાંક લોકોને ઘરના સિડ્યુલમાં કાપ મુકવા મજબૂર કરે છે અથવા ઘરના બધા સભ્યોને કમાવા મજબૂર કરી રહ્યો છે. સવાલ પાપી પેટનો છે એટલે કશુંક કરવું તો પડશે સરકાર કશુંક કરે કે ના કરે.

Last Updated :Aug 19, 2021, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.