ETV Bharat / city

ભાવનગરમાં ચૂંટણી સંદર્ભે ચેકીંગમાં એક શખ્સ બંદુક અને કાર્તુસ સાથે ઝડપાયો

author img

By

Published : Feb 1, 2021, 9:53 PM IST

ભાવનગરમાં આચારસંહિતા લાગી ચુકી છે ત્યારે, ભાવનગર પોલીસે શહેરમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં એક શખ્સ ગેરકાયદેસરની બંદુક અને કાર્તુસ સાથે મળી આવ્યો છે. ભાવનગર એસ.ઓ.જી પોલીસે શખ્સને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ચૂંટણી સંદર્ભે ચેકીંગ હાથ ધરતા ફાયર આર્મ્સ તમંચો તથા જીવતા કાર્તુસ નંગ-૧ સાથે એક ઇસમને ઝડપી પાડયો છે.

ગેરકાયદેસરની બંદુક અને કાર્તુસ
ગેરકાયદેસરની બંદુક અને કાર્તુસ

  • ભાવનગરમાં ચૂંટણી સંદર્ભે ચેકિંગ શરુ
  • એક શખ્સ ગેરકાયદેસરની બંદુક અને કાર્તુસ સાથે ઝડપાયો
  • ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
    રાવણ મુનાફભાઇ કુરેશી
    રાવણ મુનાફભાઇ કુરેશી

ભાવનગર : પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર જિલ્લા એસ.ઓ.જી. શાખાને જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને ગેરકાયદેસર રીતે ફાયર આર્મ્સ(હથિયાર) રાખતા ઇસમોને ઝડપી પાડવા સુચના આપેલ હતી. જે અનુસંધાને ભાવનગર જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્બારા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે તપાસ કરાઈ હતી.

નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો
ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબની રાહબરી અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીને આધારે ભાવનગર સરકારી હાર્ટ સામે જવાહર મેદાન પાસે આરોપી ફરદિનભાઇ ઉર્ફે રાવણ મુનાફભાઇ કુરેશી ઉવ.૨૧. રહે, કાજીવાડ, ખાન મંજિલની સામે ભાવનગરવાળાને ગેરકાયદેસરના ફાયર આર્મ્સની દેશી બનાવટનો તમંચો-૧ તથા જીવતા કાર્તુસ(ગોળી) નંગ-૧ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આર્મ્સ એકટ તળે એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલે ફરિયાદ નોંધી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

પો.ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી
એસ.ઓ.જી.ના પો.ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા પો.કોન્સ. હારિતસિંહ, વિશ્વજીતસિંહ ઝાલા, પાર્થભાઇ પટેલ તથા મનદિપસિંહ ગોહિલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભોજાભાઇ આહિર જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.