ETV Bharat / city

Holika Dahan 2022: હોલીકાદહનમાં આ મંત્ર બોલવાથી થાય છે અનેક ફાયદા, રાશિ પ્રમાણે કરવું હોળીનું પૂજન

author img

By

Published : Mar 15, 2022, 8:33 AM IST

17 માર્ચના રોજ હોળીનો તહેવાર (Holika Dahan 2022) છે. હોલીકાદહન સમયે કેટલાક મંત્ર બોલવાથી અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કેટલાક ઉપાયો કરવાથી અપાર સુખ અને લાભ મળે છે.

Holika Dahan 2022: હોલીકાદહનમાં આ મંત્ર બોલવાથી થાય છે અનેક ફાયદા, રાશિ પ્રમાણે કરવું હોળીનું પૂજન
Holika Dahan 2022: હોલીકાદહનમાં આ મંત્ર બોલવાથી થાય છે અનેક ફાયદા, રાશિ પ્રમાણે કરવું હોળીનું પૂજન

ભાવનગર: હોલીકાદહનમાં (Holika Dahan 2022) માત્ર નવદંપતીને પ્રદક્ષિણાથી લાભ નથી થતો, પરંતુ જ્યોતિષ પ્રમાણે 12 રાશિઓ માટે અલગ-અલગ ફાયદાઓ છે. હોલીકાદહન સમયે કેટલાક મંત્રો બોલવાથી (holi tantra mantra)અને ઉપાયો કરવાથી આર્થિક લાભ સહિતના લાભ થાય છે.

સવંત 2078 પ્રમાણે ફાગણ સુદ પૂર્ણિમા અને 17 માર્ચના રોજ ગુરુવારના હોળીનો તહેવાર છે.

હોલિકાદહન વખતે કયો મંત્ર બોલવો-વર્ષ 2022 અને ગુજરાતી વર્ષ (Holi in Gujarati year)એટલે સવંત 2078 પ્રમાણે ફાગણ સુદ પૂર્ણિમા અને 17 માર્ચના રોજ ગુરુવારના હોળીનો તહેવાર છે. હોલીકાદહન સમયે ૐ હોલીકાયે નમઃ બોલવાથી ઘણો ફાયદો થાય છે.

આ પણ વાંચો: હોળિકા પૂજનમાં આ 10 વાતોનું રાખો ધ્યાન

હોલીકાદહનમાં 12 રાશીના જાતકોએ શું કરવું જેથી તેમને ફાયદો થાય?

સિંહ રાશિ - સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. હોલીકાદહન સમયે હોળીમાં ઘઉં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે.

કર્ક રાશિ - કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે. હોલીકાદહન (holi zodiac sign) સમયે હોળીમાં ચોખા હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે.

મેષ/વૃશ્ચિક રાશિ - મેષ/વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે. ઘઉં અને જવથી હોળી (holi celebration in bhavnagar)માં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે. દરિદ્રતા દૂર થાય અને ઉત્તમ ફળ મળે છે.

આ પણ વાંચો: હરિયાણાના એક ગામમાં 160 વર્ષથી નથી ઉજવાતી હોળી

મિથુન/કન્યા રાશિ - મિથુન/કન્યા રાશિના સ્વામી બુધ છે. લીલા મગના દાણા હોલીકાદહન (holi in gujarat) સમયે હોળીમાં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે. સરકારી ક્ષેત્રે પણ વિજય મેળે છે.

મીન/ધન રાશિ - મીન/ધન રાશિના સ્વામી ગુરુ છે. ચણાદાળ અથવા ચણા હોલીકાદહન સમયે હોળીમાં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે અને આખું વર્ષ સુખાકારી મળે છે.

વૃષભ/તુલા રાશિ - વૃષભ/તુલા રાશિના સ્વામી શુક્ર છે. ચોખા અને દાળિયાની દાળ હોળીમાં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે. ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે.

મકર/કુંભ રાશિ - મકર/કુંભ રાશિના સ્વામી શનિ છે. કાળા તલ અને અડદ હોળીમાં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે. મકર/કુંભ રાશિએ રાહુ માટે - સુકુ નારિયેળ હોમી પ્રદક્ષિણા કરતા દરિદ્રતા અને દુઃખ દૂર થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.