ETV Bharat / city

Alang Shipyard : કોરોના મહામારીમાં ભોગ બનેલું જહાજ ભાંગીને ભૂક્કો થવા આવ્યું

author img

By

Published : Jul 13, 2022, 8:47 AM IST

Alang Shipyard : કોરોના મહામારીમાં ભોગ બનેલું જહાજ ભાંગીને ભુક્કો થવા આવ્યું
Alang Shipyard : કોરોના મહામારીમાં ભોગ બનેલું જહાજ ભાંગીને ભુક્કો થવા આવ્યું

અલંગ શિપ યાર્ડ (Alang Shipyard) ખાતે જેન્ટિંગ હોંગ કોંગ ગ્રુપનું સ્ટાર પીસીસ ક્રૂઝ (Hong Kong Ship) અંતિમ પ્રવાસે આવી પહોંચ્યું છે. કોરોના કાળના બે વર્ષમાં પરિસ્થિતિ ખરાબ રહેતા શીપને ભંગાણ (Alang Shipyard Destroy) અર્થે મોકલવામાં આવ્યું છે. શું છે આ શીપની વિશેષતા જાણો.

ભાવનગર : તળાજા તાલુકાના અલંગ શિપ યાર્ડ (Alang Shipyard) ખાતે જેન્ટિંગ હોંગ કોંગ (Hong Kong Ship) ગ્રુપનું સ્ટાર પીસીસ ક્રૂઝ અંતિમ પ્રવાસે આવી પહોંચ્યું છે. આ ક્રૂઝ મલેશિયાની એક કંપની છે. આ શિપ ક્રૂઝ 14 માળનું છે, જે 177 મીટર લાંબુ, 30 મીટર પહોળું છે, સ્ટાર પીસીસ ક્રૂઝ શિપમાં 1900 પેસેન્જરો અને 750 ક્રુ મેમ્બરની ક્ષમતા ધરાવતું શીપ છે. કોરોનાના બે વર્ષમાં પરિસ્થિતિ ખરાબ રહેતા શીપને ભંગાણ અર્થે મોકલવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

કોરોના મહામારીમાં ભોગ બનેલું જહાજ ભાંગીને ભુક્કો થવા આવ્યું

લગઝરીયશ શિપ ભંગાણ અર્થે અલંગ આવી પહોંચ્યું - ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવેલ શીપ રીસાયકલીંગ ઉદ્યોગએ વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતો ઉદ્યોગ છે. છેલ્લા બે વર્ષ દરમિયાન વૈશ્વિક કોરોના મહામારીને લઈને અનેક નાના મોટા જહાજો તેમજ મોટા લ્ગ્ઝ્રીય્સ જહાજો અલંગ ખાતે ભંગાણ (Alang Shipyard Destroy) અર્થે આવ્યા છે. હાલમાં જ જેન્ટિંગ હોંગ કોંગ જેન્ટિંગ ગ્રુપનું સ્ટાર પીસીસ ક્રૂઝ અંતિમ સફરે આવી પહોંચ્યું છે. આ ક્રૂઝ મલેશિયાની એક કંપની છે. આ શિપ ક્રૂઝ 14 માળનું છે, જે 177 મીટર લાંબુ, 30 મીટર પહોળું છે, સ્ટાર પીસીસ ક્રૂઝ શિપમાં 1900 પેસેન્જરો અને 750 ક્રુ મેમ્બરોની ક્ષમતા ધરાવતા શિપને વર્ષ 1990માં બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય બજારોમાં શીપના વધુ ભાવો અને કોરોના મહામારીએ અલંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો

શીપની વિશેષતા - 1900 પેસેન્જરનું જહાજ સ્ટાર મીન મૂળરૂપે રેડરી એબી સ્લાઈટની બ્રાન્ડ વાઇકિંગ લાઇન માટે ક્રૂઝ ફેરી "એમએસ કેલિપ્સો" (માસા-યાર્ડ્સ, તુર્કુ ફિનલેન્ડ દ્વારા) તરીકે બનાવવામાં આવ્યું હતું. આ જહાજ સુઝર મરીન ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે અને કુલ પાવર આઉટપુટ 23.75 MW છે. જેમાં બોટના 12 ડેક છે. બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકો માટે સ્ટાર મીન લાઉન્જ, ક્લબ અને અન્ય મનોરંજન સ્થળોની સંપૂર્ણ સૂચિને અનુસરે છે. સાથે સ્ટાર ક્લબ, સ્ટાર કેરેઓકે, હેલ્થ ક્લબ, ઓસ્કારનું બ્યુટી સલૂન, સ્ટાર બુટિક, મેક્સિમ લાઉન્જ, પ્રીમિયમ ક્લબ, મનોરંજન લેન, પિયાનો બાર જેન્ટિંગ પેલેસ, જેન્ટિંગ ક્લબ સામેલ છે. અકાળે આવી ચડેલા વૈશ્વિક કોરોના મહામારીના બે વર્ષ દરમ્યાન શીપ પરિવહન તેમજ પ્રવાસન પર રોક લાગતા પરિસ્થિતિ ખરાબ રહેતા શીપના મેન્ટેનન્સ તેમજ અન્ય ખર્ચાઓને લઈને કંપની માલિકના આર્થિક સ્થિતિ ખરાબ થતા શીપને ભંગાણ અર્થે મોકલવામાં આવ્યું હોવાની માહિતીઓ પ્રાપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો - છેલ્લા 5 વર્ષના અલંગ ઉદ્યોગના ઉતાર ચઢાવ પર વિશેષ અહેવાલ..

અલંગ ખાતે 14 ક્રુઝ જહાજો ભંગાઈ ચૂક્યા - ઉલ્લેખનીય છે કે, અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કોરોના (Shipyard in Corona) કાળથી અત્યાર સુધીમાં 14 ક્રુઝ જહાજો ભંગાઈ ચૂક્યા છે. અલંગની આજુબાજુની રિટેલ માર્કેટમાં ક્રુઝ જહાજોના સામાન વેચાણાર્થે આવી રહ્યા છે. અલંગમાં નવું ભગાડવા (Sheep Recycling Industry) માટે આવી રહેલું જહાજ આકર્ષણનું કેન્દ્ર બનવાની શક્યતા છે. અગાઉ કર્ણિકા, ગ્રાન્ડ સેલિબ્રેશન, કોલમ્બસ, મેગેલન, ઓશન ડ્રીમ, આલ્બાટ્રોસ, માર્કોપોલો, મેટ્રોપોલીસ, સ્ટ્રે મેટ્રોપોલીસ, લીઝર વર્લ્ડ, એમ્યુઝમેન્ટ વર્લ્ડ જેવા ક્રૂઝ શિપ અલંગમાં આવી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.