ETV Bharat / city

દેશભક્તિના રંગમાં રંગાયા આ ગાયક કલાકાર, બનાવી નાખ્યું નવું ગીત

author img

By

Published : Aug 9, 2022, 9:53 AM IST

દેશભક્તિના રંગમાં રંગાયા આ ગાયક કલાકાર, બનાવી નાખ્યું નવું ગીતયા આ ગાયક કલાકાર, બનાવી નાખ્યું નવું ગીત
દેશભક્તિના રંગમાં રંગાયા આ ગાયક કલાકાર, બનાવી નાખ્યું નવું ગીત

ભાવનગરના એક ગાયક કલાકારે સ્વતંત્રતા દિવસને (75th independence day) ધ્યાનમાં રાખીને 'હર ઘર તિરંગા'ની થીમ પર એક ગીત (Song on Har Ghar Tiranga) બનાવ્યું છે. એટલું જ નહીં આ ગાયક કલાકાર દેશભરમાં ભ્રમણ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરી રહ્યા છે. તો આવો જાણીએ તેમની વિવિધ કામગીરી અંગે આ અહેવાલમાં.

ભાવનગરઃ હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનની ફિલ્મ 'શરાબી'માં તેઓ હંમેશા એક ડાયલોગ બોલતા હતા કે, મૂછે હો તે નથ્થુલાલ જૈસી વર્ના ન હો. આવું જ કંઈક કરી બતાવ્યું છે ભાવનગરના ગાયક કલાકારે, પરંતુ તેમના માટે કહી શકાય કે, રાષ્ટ્રભક્તિ હોય તો આવી, જે સૌ કોઈને અચંબિત કરી દે. એટલું જ નહીં રાષ્ટ્રભક્તિ (Singer Jitu Chudasma patriotism) કરતા આ ગાયક કલાકારે હર ઘર તિરંગાની થીમ પર (Song on Har Ghar Tiranga) એક ગીત પણ બનાવ્યું છે. તો આવો જાણીએ આ કલાકાર વિશે.

નવું બનાવ્યું "હર ઘર તિરંગા" પર ગીત અને જાહેર કર્યું

દાયકાઓથી કરી રહ્યા છે આ કામ - રાષ્ટ્રભક્તિ કરતા ગાયક કલાકાર જિતુ ચુડાસમા (Jitu Jakson) એક દાયકાથી અલગ અલગ ગીતો ગાઈને અને યાત્રાઓ કરીને દેશને અંદરથી મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. આ વર્ષે પણ તેમણે હર ઘર તિરંગા (Song on Har Ghar Tiranga) પર એક ગીત બનાવ્યું છે. સ્વતંત્રતા દિવસ નજીક (75th independence day) આવી રહ્યા છે ત્યારે જિતુભાઈ જેવા કલાકારો પોતપોતાની રીતે કંઈક નવું કરી રહ્યા છે.

દેશભરમાં ભ્રમણ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરી રહ્યા છે
દેશભરમાં ભ્રમણ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરી રહ્યા છે

કરી અનેક યાત્રાઓ - "હર ઘર તિરંગા" પર ભાવનગરના ભીલ સમાજના જિતુ ચુડાસમા વર્ષોથી રાષ્ટ્રભક્તિ (Singer Jitu Chudasma patriotism) કરતા આવ્યા છે. કષ્ટદાયક જીવન વચ્ચે પણ તેઓ રાષ્ટ્રભક્તિ ભૂલ્યા નથી. દેશની ચાહના લોકોમાં જગાડવી અને રાષ્ટ્રને મજબૂત બનાવવા સાથે સમાજના મજબૂત પાયાને મજબૂત કરવા તેમને અનેક રાજ્યોની યાત્રાઓ કરી છે. ગાયક કલાકાર હોવાથી તેમને એક થીમ પર ગીત પણ બનાવ્યું છે, જે "હર ઘર તિરંગા' (Song on Har Ghar Tiranga) પર નિર્માણ પામ્યું છે.

આ પણ વાંચો-હર ઘર તિરંગાનો અનોખો ઉત્સાહ, યુવાઓમાં જાગી ખાદીના તિરંગા ખરીદવાની હોડ

રાષ્ટ્રને જીવ સમર્પિત કરવા સાથે રાષ્ટ્રને મજબૂત કરતા રાષ્ટ્રભકત - શહેરના ગાયક કલાકાર જિતુ ચુડાસમા એટલે ભાવનગરના જિતુ જેક્શન. તેમણે બાળપણથી ગીત (Song on Har Ghar Tiranga) ગાવાના શોખીન હતા અને તમને ગીતો ગાવાની શરૂઆત કરી અને આજે શ્રેષ્ઠ ગાયક કલાકાર છે. પહેલા ડાન્સર અને બાદમાં સિંગર બનનાર જિતુ વર્ષોથી રાષ્ટ્રપ્રેમી છે. પોતે રાષ્ટ્ર માટે જે કરી શકે તે માટે હંમેશા તૈયાર રહે છે. ગરીબી રેખામાંથી આજે પોતાની શાળા સ્થાપનારા જિતુભાઈએ એક ગીત (Song on Har Ghar Tiranga) બનાવ્યું છે, જેને યુટ્યૂબ પર મૂકવામાં આવ્યુ છે અને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે.

જિતુભાઈનો રાષ્ટ્રપ્રેમ કેવો અને શું કર્યું દેશ માટે - જિતુ જેક્શન આર્થિક રીતે મજબૂત થયા પહેલા પોતાની ક્ષમતા પ્રમાણે દર વર્ષે રાષ્ટ્રભક્તિ માટે ગીતો (Song on Har Ghar Tiranga) ગાતા આવ્યા છે. આર્થિક સદ્ધરતા બાદ તેઓ 10 વર્ષ કરતા વધુ સમયથી સમાજ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ (An effort to create awareness for the society) કરી રહ્યા છે.

કરી અનેક યાત્રાઓ
કરી અનેક યાત્રાઓ

આ પણ વાંચો- Har Ghar Tiranga: સુરતના ઉદ્યોગપતિએ કરોડો રૂપિયાની કારને ત્રિરંગાના રંગમાં રંગીને આપ્યો અનોખો સંદેશ

કરે છે ભારત ભ્રમણ - સરકારના બેટી બચાવો અભિયાન (Beti Bachao Beti Padhao campaign) અને પર્યાવરણ બચાવો અભિયાન (Save the Environment campaign) જોરશોરથી ચલાવી રહ્યા છે. 9 રાજ્યમાં તેઓ ભારત ભ્રમણ કરી ચુક્યા છે. પોતાની કારમાં તેમને બેટી બચાવો અને બેટી ભણાવો અભિયાન, ભૃણ હત્યા રોકો અને વૃક્ષ ઉછેરો જેવા સ્લોગન લખાવીને પિતાના ખર્ચે ભારત ભ્રમણ કર્યું છે.

નવું બનાવ્યું "હર ઘર તિરંગા" પર ગીત અને જાહેર કર્યું - ETV BHARAT સાથેની વાતચીતમાં ગાયક જિતુ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેમણે હર ઘર તિરંગા પર ગીત (Song on Har Ghar Tiranga) બનાવ્યું છે. વીડિયો ક્લિપમાં "હર ઘર તિરંગા આવો લહેરાઈએ ઘર ઘર તિરંગા" લાઈન સાથે બાળકો અને લોકો ઘરની છત પર તિરંગો લહેરાવતા હોય તેવા દ્રશ્યો મુકવામાં આવ્યા છે. આ સિવાય પોતાની તેજસ્વી શાળામાં જિતુભાઈ બાળકોને દર વર્ષે રાષ્ટ્રભક્તિના ગીતો ગાવડાવે છે અને વેશભૂષા મારફત પાત્રતા પણ બાળકોને ભજવડાવે છે, જેથી બાળકો દેશ અને દેશવીરોને સમજી શકે. આ કાર્યક્રમો દર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ શાળાઓમાં ફરજિયાત યોજવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.