ETV Bharat / city

ભાવનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકમાં કોંગ્રેસની સત્તા અખંડ કે ખંડિત! સળગતો સવાલ...

author img

By

Published : Feb 9, 2022, 12:59 PM IST

ભાવનગર જિલ્લાની ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકની (Election District Co operative Bank Of Bhavnagar) વર્ષો પછી ચૂંટણી થવા જઈ રહી છે. સવાલ એક જ છે કે, સત્તા કોંગ્રેસ પાસે અખંડ રહેશે કે નહીં ? કારણ કે કોંગ્રેસ પાસે આ એક જ સંસ્થા એવી છે જેમાં ભાજપ સરકારો આવવા છતાં કાયમ તેનું રાજ રહ્યું છે.

ભાવનગર ડિસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંકમાં કોંગ્રેસની સત્તા અખંડ કે ખંડિત! સળગતો સવાલ...
ભાવનગર ડિસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંકમાં કોંગ્રેસની સત્તા અખંડ કે ખંડિત! સળગતો સવાલ...

ભાવનગર: ભાવનગર જિલ્લાની ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકમાં (Election District Co operative Bank Of Bhavnagar) કોઈ પક્ષના સિમ્બોલ પર ચૂંટણી નથી લડવામાં આવતી ઓન પક્ષની વિચારધારા વાળા અને નેતાઓ પક્ષના મેદાનમાં ઉતરતા હોઈ છે. જિલ્લાના ખેડૂતોમાં પકડ રાખવાનું ઉત્તમ સ્થળ એટલે ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક કેબજેની સાથે સહકારી મંડળીઓ જોડાયેલી હોઈ છે. ભાવનગરની ડિસ્ટ્રીકટ બેંકની 12 વર્ષે ચૂંટણી આવી કેમ ? શું કોંગ્રેસની વિચારધારા વાળા સત્તા જાળવી શકશે?

ભાવનગર ડિસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંકમાં કોંગ્રેસની સત્તા અખંડ કે ખંડિત! સળગતો સવાલ...

ભાવનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકની વર્ષો પછી ચૂંટણી

ગુજરાતમાં મોદી સરકાર આવ્યા બાદ ગ્રામ પંચાયત સુધી ભાજપ સત્તા મેળવતું ગયું હતું, પરંતુ ભાવનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકમાં કોંગ્રેસના ચેરમેને પગ પેસારો કરવા દીધો ન હતો. વર્ષો પછી આ બેંકની ચૂંટણી થવા જઈ રહી છે. સવાલ એક જ છે કે સત્તા કોંગ્રેસ પાસે અખંડ રહેશે કે નહીં ? કારણ કે કોંગ્રેસ પાસે આ એક જ સંસ્થા એવી છે જેમાં ભાજપ સરકારો આવવા છતાં કાયમ તેનું રાજ રહ્યું છે.

આ પણ વાંચો: સુરત: ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણી લડવા વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ લગાવી લાઈન

બાર વર્ષે સ્થાનિક તંત્ર ચૂંટણી કરશે

ભાવનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક સહકારી મંડળીઓની બેંક છે. વર્ષોથી 2009થી ડિસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંકમાં ચૂંટણી થઈ નથી. ત્યારે બાર વર્ષે સ્થાનિક તંત્ર હવે તેમાં ચૂંટણી કરાવવા જય રહ્યું છે. મામલતદાર કચેરીના અધિકારી નીરવ દવેએ જણાવ્યું હતું કે, 16 બેઠક માટે ફોર્મ ભરાયા છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકા અને અન્ય ત્રણ તાલુકાની મળીને 13 બેઠકો તેમજ જિલ્લાની ત્રણ બેઠકો પર 78 ફોર્મ આવ્યા છે. જો કે એક બેઠક અમરેલીનું સાવરકુંડલા આવે છે જેમાં એક માત્ર ફોર્મ ભરાયું છે. મળતી માહિતી મુજબ આ બેઠક ભાજપે કબજે કરી છે.

ડિસ્ટ્રીકટ બેંકમાં કોણ રહ્યું વધુ ચેરમેન

ભાવનગર જિલ્લાની ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક એટલે ખેડૂતોની બેન્ક માની શકાય છે. ખેડૂતો ઉપર પકડ રાખતી આ સંસ્થાને ભૂતકાળમાં ભાજપે કબજે લેવા મથામણ કરી હતી પરંતુ સફળતા મળી નહિ. કોંગ્રેસના નાનુભાઈ વાઘાણી તેના ચેરમેન રહ્યા હતા અને હાઇકોર્ટના દ્વાર ખખડાવી પોતાનો હોદ્દો જાળવી રાખ્યો હતો, પરંતુ હવે સમય વીતતા ચૂંટણી બેંકની આવી પહોંચતા ફોર્મ ભરાવાની શરૂઆત થઈ છે. આગામી 28 તારીખે મતદાન થવાનું છે અને પરિણામ 2 માર્ચના રોજ આવનાર છે. જોવાનું એ રહેશે કે ગુજરાતના ખેડૂતોનો મિજાજ આખરે શુ છે.

આ પણ વાંચો: અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની 200મી શાખાનું ઉદ્ઘાટન

શું કહ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે

જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડે જણાવ્યું હતું કે, ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષ ચૂંટણી લડતો નથી, પરંતુ રાજકીય પક્ષની વિચારધારાના લોકો ચૂંટણી લડે છે. આ વખતે પણ નાનુભાઈ વાઘાણીની પેનલ મેદાનમાં છે. નાનુભાઈ વાઘાણી ખુદ પાલીતાણા બેઠક પરથી લડી રહ્યા છે. જો કે સત્તા અમે કાયમ રાખી છે અને ખેડૂતોની સેવા કરતા આવ્યા છીએ અને આ વખતે પણ નાનુભાઈની પેંનલ જીતવાની છે. આ ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષ નથી હોતો પણ તેની વિચારધારાના લોકો હંમેશ લડતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.