ETV Bharat / city

ભાવનગરમાં ઠેર ઠેર ઈંડાની લારીઓ-મચ્છીનું વેચાણ, કરવામાં આવી શકે છે કાર્યવાહી

author img

By

Published : Nov 12, 2021, 6:38 PM IST

ઈંડા-નોનવેજના વેચાણ (egg-non veg selling )ને લઇને સમગ્ર રાજ્યમાં મામલો ગરમાયો છે અને 3 મહાનગરપાલિકા (municipal corporation)માં કડક કાર્યવાહી થઈ છે. તો હવે ભાવનગર (bhavnagar)માં પણ જાહેર માર્ગો પર ઠેર ઠેર નોનવેજ-ઈંડાની લારીઓને લઇને વિરોધના સૂર જોવા મળી રહ્યા છે.

ભાવનગરમાં ઠેર ઠેર ઈંડાની લારીઓ-મચ્છીનું વેચાણ, કરવામાં આવી શકે છે કાર્યવાહી
ભાવનગરમાં ઠેર ઠેર ઈંડાની લારીઓ-મચ્છીનું વેચાણ, કરવામાં આવી શકે છે કાર્યવાહી

  • જાહેરમાં ઈંડાની લારીઓ-નોનવેજ અને મચ્છીનું વેચાણ
  • ભાજપના નગરસેવક અને આરોગ્ય કમિટીના ચેરમેને કર્યો વિરોધ
  • ઈંડા કે મચ્છીના વેચાણને લઇને મહાનગરપાલિકાની કોઈ ગાઈડલાઈન નથી

ભાવનગર: ઈંડાની લારીઓ અને નોનવેજ દુકાનો (egg-non veg shops) પર ગુજરાતમાં ચાલી રહેલા કડક પગલાના કારણે હવે ભાવનગર શહેરમાં નોનવેજ વેચનારાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ભાવનગર (bhavnagar)માં જાહેરમાં ઈંડાની લારીઓ-નોનવેજ અને મચ્છીનું વેચાણ થઈ રહ્યું છે. મહાનગરપાલિકા (municipal corporation)ના ભાજપના નગરસેવક અને આરોગ્ય કમિટીના ચેરમેને (Chairman of the Health Committee) પણ વિરોધ નોંધાવ્યો છે, ત્યારે બીજી બાજુ સરકાર પણ આકરા પાણીએ છે.

ભાવનગરમાં ઠેરઠેર ઈંડાની લારીઓ

રસ્તા પર નીકળતા લોકોને તેની દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તા પર નીકળતા લોકોને તેની દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઈંડા કે મચ્છીના વેચાણને લઇને મહાનગરપાલિકાની કોઈ ગાઈડલાઈન કે નિયમો નથી. ભાવનગરના ગંગાજળિયા તળાવ, ચિત્રા મસ્તરામ બાપાના મંદિર નજીક સુભાષનગર બાજુ જાહેરમાં મચ્છીનું વેચાણ થાય છે. ત્યારે રસ્તા પર નીકળતા લોકોને તેની દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય શહેરમાં ઠેરઠેર ઈંડાની લારીઓ દર એક કિલોમીટરે જોવા મળી આવે છે.

ઈંડા-નોનવેજ જાહેર રસ્તા પર વેચવાને લઇને કોઈ નિયમ નથી

શહેરમાં ઈંડાની લારીઓ કે મચ્છી જાહેર રસ્તા પર વેચવા સામે કોઈ નિયમ નથી.
શહેરમાં ઈંડાની લારીઓ કે મચ્છી જાહેર રસ્તા પર વેચવા સામે કોઈ નિયમ નથી.

આ પહેલા પણ રસ્તા પર મચ્છી વેચાવાને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો અને નીવેડો લાવવા કલેક્ટર કક્ષા સુધી મામલો પહોંચ્યો હતો. જો કે થોડા સમયમાં જ હતી તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આર.કે. સિંહાએ જણાવ્યું હતું કે, શહેરમાં ઈંડાની લારીઓ કે મચ્છી જાહેર રસ્તા પર વેચવા સામે કોઈ નિયમ નથી.

ઈંડા-નોનવેજ જાહેર રસ્તાઓ પર વેચવા પર કાર્યવાહી

તેમણે જણાવ્યું હતું કે, સરકાર કોઈ પગલા ભરે અને નિર્ણય કરશે તો એ મુજબ આગામી દિવસોમાં કામ કરીશું. ભાજપના નગરસેવક રાજેશભાઇ પંડ્યા આરોગ્ય કમિટીના ચેરમેન છે તેમણે પણ વિરોધ નોંધાવીને કમિશ્નર અને આરોગ્ય અધિકારીને જણાવ્યું છે. ઈંડા-નોનવેજના વેચાણને લઇને સમગ્ર રાજ્યમાં મામલો ગરમાયો છે અને 3 મહાનગરપાલિકામાં કડક કાર્યવાહી થઈ છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા શું કરશે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: ઘોઘા રો રો ફેરી દિવાળીમાં ફૂલ તો કંપની સુવિધા વધારવા બીજા જહાજની ખરીદીની તલાશમાં

આ પણ વાંચો: મતદાર યાદીમાં સુધારણા માટે મહિનાના માત્ર ચાર દિવસ કરાશે કામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.