ETV Bharat / city

ભાવનગરમાં સારા વરસાદના કારણે મળ્યો મબલક પાક

author img

By

Published : Sep 19, 2021, 12:12 PM IST

ભાવનગરમાં સારા વરસાદના કારણે મળ્યો મબલક પાક
ભાવનગરમાં સારા વરસાદના કારણે મળ્યો મબલક પાક

ભાવનગર જિલ્લામાં 75 ટકા વરસાદથી ખેડૂતોને સારો એવો ફાયદો થવા પામ્યો છે. તાલુકામાં ક્યાંક 98 ટકા તો ક્યાંક 60 ટકા વરસાદ છે પરંતુ દસ તાલુકામાંથી સાત કેટલા તાલુકામાં 70 ટકા જેવો વરસાદ વરસતા ખેતીનો પાક ખૂબ સારો પાક્યો છે. ખેતીવાડી અધિકારીએ સપ્ટેમ્બરમાં વરસાદને સોના જેવો કહ્યો છે.

  • ભાવનગરમાં સપ્ટેમ્બરનો વરસાદે ખેડૂતોના પાકને ઉગારી સોના જેવો બનાવ્યો
  • 4.50 લાખ હેકટર પૈકી જિલ્લામાં 4,18,170 હેકટરમાં બાવેટર કરવામાં આવ્યું
  • કપાસ, મગફળી અને બાજરીનું વાવેતર ખેડૂતોએ 60 ટકા કરતા વધુ કર્યું

ભાવનગર: જિલ્લામાં મેઘરાજાની મહેરથી ખેડૂતનો તાત સારામાં સારા પાક મેળવવા તરફ જઈ રહ્યો છે. ખેતીવાડી વિભાગ અને ખેડૂત એકતા સંઘે પણ પાછોતરા વરસાદથી ફાયદો જણાવ્યો છે સપ્ટેમ્બર બાદ જો ઓક્ટોમ્બરમાં વરસાદ આવે તો નુકશાનની ભીતિ ઉભી થઇ શકે છે જો કે હાલમાં 75 ટકા વરસાદથી જિલ્લાના પાકો ખીલી ઉઠ્યા છે

ભાવનગર જિલ્લામાં કયો પાક અને કેવી હાલતમાં

જિલ્લામાં સાડા ચાર લાખ હેકટર જમીન વાવેતર માટે નોંધાયેલી છે જેમાં ચોમાસાનું વાવેતર 4.18 લાખ હેકટરમાં કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરના વરસાદ પહેલા પાક ઉપર ખતરો ઉભો થયો હતો પરંતુ જે રીતે સપ્ટેમ્બરમાં વરસાદનું આગમન થયું તેથી પાક ઉગરી ગયો છે. હાલમાં ખેડૂતોનો જિલ્લામાં પાક સોળે કળાએ ખીલેલો છે.

ભાવનગરમાં સારા વરસાદના કારણે મળ્યો મબલક પાક

આ પણ વાંચો : કોંગ્રેસે ફરી વિધાનસભા પક્ષની બેઠક બોલાવી, જાખરને મળી શકે છે પંજાબની કમાન

કયું વાવેતર વધુ

પાકવાવતેર
કપાસ2,22,684 હેકટર
મગફળી1,16,991 હેકટર
બાજરી14,252 હેકટર
તલ4,440 હેકટર
મગ2,117 હેકટર
શાકભાજી4,205 હેકટર
ઘાસચારો 51,309 હેકટર

આ પણ વાંચો : રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના OSD લોકેશ શર્માએ આપ્યુ રાજીનામું
સપ્ટેમ્બરનો વરસાદ સોના જેવો તો ઓક્ટોમ્બરનો વરસાદ શું નુકશાની થઈ

જિલ્લામાં થયેલા સપ્ટેમ્બરનો વરસાદ ખેડૂતોને માલામાલ કરી શકે છે પરંતુ સપ્ટેમ્બર બાદ ઓક્ટોમ્બરમાં વરસાદ આવે તો પાકતા પાક બગડવાની દહેશત વધી જાય છે. હાલમાં થયેલો વરસાદ ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, "ખૂબ સારો વરસાદ અને પાકને અનુકૂળ વરસાદ આવ્યો છે એટલું નહિ ડેમો ભરાવાથી શિયાળુ પાક ખેડૂતો લઈ શકશે જો કે હાલમાં આવેલા વરસાદમાં ક્યાંય નુકશાન થયું હોવાની અરજી કે ફરિયાદ આવી નથી એટલે સપ્ટેમ્બર માસનો વરસાદ સારો અને પૂરતો રહ્યો છે".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.