ETV Bharat / city

આયાતના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી ગૃહિણીઓ માટે બની શકે છે આશીર્વાદરૂપ

author img

By

Published : Dec 31, 2019, 7:49 PM IST

ભાવનગર: જિલ્લામાં ડુંગળી પક્વવાનું પીઠું હોવા છતાં ડુંગળીની કિંમત આસમાને આંબી ગયા છે. ડિહાઇડ્રેશન કરેલી ડુંગળીથી ગૃહિણીઓને ડુંગળી સમારવાનું કામ ઘટી શકે છે, ઉપરાંત સસ્તી અને જોઈતી માત્રામાં ઉપયોગ પણ કરી શકશે. ગૃહિણીઓની માગ છે કે, ડિહાઇડ્રેશન ડુંગળીને બજારમાં મુકવામાં આવે, જેથી 15 દિવસના બદલે રોજ તેઓ ડુંગળીનો સ્વાદ લઈ શકે.

ETV BHARAT
આયાતના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી ગૃહિણીઓ માટે બની શકે છે આશીર્વાદરૂપ

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર હોવા છતાં કિંમતો આકાશને આંબી રહી છે, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટ આવેલા છે માટે જો આયાત કરવાના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી બજારમાં મુકવામાં આવે, તો પણ સમસ્યાનું સમાધાન આવી શકે છે.

આયાતના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી ગૃહિણીઓ માટે બની શકે છે આશીર્વાદરૂપ

મહુવા અને તળાજા પંથક ડુંગળી પકવવામાં અગ્રરેસર છે. ભાવનગર સમગ્ર દેશમાં ડુંગળી પકવવામાં બીજા ક્રમે આવવા છતાં ભાવનગરવાસીઓને 100 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી ખરીદવી પડે છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગૃહિણીઓનું માનવું છે કે, ઘરમાં ડુંગળી ડિહાઇડ્રેશન કરેલી મળતી હોય અને સસ્તી હોઈ તો સરકારે તેની ઉપલબ્ધી તાત્કાલિક ધોરણે કરીને સમસ્યા હલ કરવી જોઈએ.

ETV BHARAT
આયાતના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી ગૃહિણીઓ માટે બની શકે છે આશીર્વાદરૂપ

ડિહાઇડ્રેશન ડુંગળી અંગે ભાવનગરવાસીઓ અજાણ છે. મહુવામાં આવેલા ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં તૈયાર થનારી ડુંગળી વિદેશમાં નિકાશ કરવામાં આવે છે. ડિહાઇડ્રેશનના માલિકે પ્રદર્શન કરીને લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

ETV BHARAT
આયાતના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી ગૃહિણીઓ માટે બની શકે છે આશીર્વાદરૂપ
Intro:મોંઘી ડુંગળી વચ્ચે ડિહાઇડ્રેશન ડુંગળીના ડબલ ફાયદા


Body:ભાવનગર ડુંગળી પક્વવાનું પીઠું હોવા છતાં સ્થાનિકો ભાવોથી દાઝી ગયા છે ડિહાઇડ્રેશન કરેલી ડુંગળીથી ગૃહિણીઓને સમારવાનું કામ ઘટી જશે તેમજ સસ્તી અને જોઈ તેટલી માત્રામાં પણ ઉપયોગ કરી શકે છે ગૃહિણીઓ પણ માંગ છે કે ડિહાઇડ્રેશન ડુંગળીને હાલ બજારમાં મુકાય તો 15 દિવસના બદલે રોજ સ્વાદ તેઓ લઇ શકે.


Conclusion:એન્કર - ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર હોવા છતાં ભાવો દઝાડે તેટલા હોવાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટ આવેલા હોઈ ત્યારે આયાતના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી બજારમાં મુકવામાં આવે તો પણ સમસ્યા હલ થઈ શકે છે તો ગુહિણીઓ પણ ડિહાઇડ્રેશન ડુંગળી બજારમાં મુકવા માંગ કરી રહી છે.

વિઓ -1- ભાવનગર જિલ્લામાં મહુવા અને તળાજા પંથક ડુંગળી પકવવામાં અગરસર છે દેશમાં પણ બીજા નંબરે જિલ્લો આવતો હોવા છતાં ભાવેણાવાસીઓને ડુંગળી 100 રૂપિયા આસપાસ ખરીદવી પડે છે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તો ગૃહિણીઓનું માનવું છે ઘરમાં ડુંગળી ડિહાઇડ્રેશન કરેલી મળતી હોય અને સસ્તી હોઈ તો સરકારે તેની ઉપલબ્ધી તાત્કાલિક ધોરણે કરીને સમસ્યા હલ કરવી જોઈએ.

બાઈટ - અંજલિ ( યુવતી,ભાવનગર)
બાઈટ - વૈશાલીબેન ( ગૃહિણી, ભાવનગર)
બાઈટ - કિંજલ ( યુવતી,ભાવનગર)

વિઓ-2- ડિહાઇડ્રેશન ડુંગળી વિશે ખુદ ભાવનગરવાસીઓ અજાણ છે મહુવામાં આવેલા ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં તૈયાર થતી ડુંગળી વિદેશમાં આયાત કરવામાં આવે છે તો સરકાર બીજી બાજુ ડુંગળી જ આયાત કરીને સમસ્યા હલ કરવામાં લાગી છે ડિહાઇડ્રેશનના માલિકે પ્રદર્શન કરીને લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે દિલ્હીમાં ચાર સેન્ટર પ્રાપ્ત કર્યા છે અને રાજ્ય સરકાર ગુજરાતની મંજૂરી આપે એટલે બજારમાં સહેલાઈથી મળી શક્શેબટેમ જણાવ્યું હતું.

બાઈટ - જયપ્રકાશ રાઠોડ ( મલિક, ડિહાઇડ્રેશન પ્લાન્ટના,ભાવનગર)

વિઓ-3- ડુંગળીની આયાત કરવાના નિર્ણયને બદલે ડિહાઇડ્રેશન કરેલી ડુંગળી બજારમાં મુકવામાં આવે તો પણ સમસ્યા હલ થઈ શકે તેમ છે જોકે ડુંગળી ડિહાઇડ્રેશન કરેલી બજારમાં આવવથી ગૃહિણીનું સમારવાનું કામ ઘટી જશે અને સસ્તામાં ઉપલબ્ધ બનશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.