ETV Bharat / city

Clash with CGST Officers in Bhavnagar: ટ્રકના ચેકિંગ મુદ્દે CGSTના અધિકારીઓ અને ઉદ્યોગકારો ઝઘડ્યા, વીડિયો વાઈરલ

author img

By

Published : Jan 6, 2022, 9:38 AM IST

ભાવનગર શહેરમાં CGST કચેરીએ ઉદ્યોગકારો અને CGST ટીમના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ (Clashes between CGST officials and industrialists in Bhavnagar) જોવા મળ્યું હતું. એક ટ્રકના ચેકિંગના મુદ્દે આ બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે, તેમનો આ વીડિયો વાઈરલ થઈ (Video of CGST officials and industrialists quarreling goes viral) રહ્યો છે. તો CGST સુપરિન્ટન્ડન્ટે ફરનેશ ફેક્ટરીના સંચાલકો સામે ફરજ રૂકાવટ અને મારી નાખવાની પોલીસ ફરિયાદ (CGST officials lodged a police complaint) નોંધાવી છે.

Clash with CGST Officers in Bhavnagar: ટ્રકના ચેકિંગ મુદ્દે CGSTના અધિકારીઓ અને ઉદ્યાગકારો ઝઘડ્યા, વીડિયો વાઈરલ
Clash with CGST Officers in Bhavnagar: ટ્રકના ચેકિંગ મુદ્દે CGSTના અધિકારીઓ અને ઉદ્યાગકારો ઝઘડ્યા, વીડિયો વાઈરલ

ભાવનગરઃ શહેરમાં એક ટ્રકના ચેકિંગ મુદ્દે CGST ટીમના અધિકારીઓ અને ઉદ્યોગકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ (Video of CGST officials and industrialists quarreling goes viral) થયો હતો. તો CGSTના સુપરિન્ટન્ડન્ટે ફરનેશ ફેક્ટરીના સંચાલકો સામે ફરજ રૂકાવટ અને મારી નાખવાની પોલીસ ફરિયાદ (Clash with CGST Officers in Bhavnagar) નોંધાવી છે. તો ઉદ્યોગકારોએ આ મામલે આક્ષેપો કર્યા છે.

ટ્રકના ચેકિંગ પછી ફરી એક વાર થયું ઘર્ષણ

આ પણ વાંચો- Vapi Municipality Election 2021: શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, 6 વાગ્યા સુધીમાં 51.87 ટકા મતદાન

ટ્રકના ચેકિંગ પછી ફરી એક વાર થયું ઘર્ષણ

ભાવનગર જિલ્લામાં અનેક ફરનેશની ફેકટરીઓ છે. ત્યારે 4 જાન્યુઆરીએ એક ટ્રકની ચેકિંગમાં CGSTની ટીમ અને ફર્નેસ ફેક્ટરીના સંચાલકો વચ્ચે ઘર્ષણ થઈ હોવાની ચર્ચાએ (Clashes between CGST officials and industrialists in Bhavnagar) જોર પકડ્યું હતું. ત્યારે આજે ફરી એક ઘર્ષણની ઘટના CGST કચેરીમાં થઈ હોવાનું એક પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. CGST સુપરિન્ટન્ડન્ટે ફેકટરી સંચાલક સામે મારી નાખવાની અને ફરજ રૂકાવટની ફરિયાદ (Police complaint against managers of Gopal Allies) નોંધાવી છે. તો ફરનેશ એસોસિયેશન અને ઉદ્યોગકારોએ આક્ષેપો કર્યા છે.

પોલીસ ફરિયાદમાં શું કહ્યું, જુઓ

ભાવનગર CGST કચેરીમાં 5 જાન્યુઆરીએ ફરનેશ સંચાલક એન એસોસિયેશનના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ CGST સુપરિન્ટન્ડન્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઝઘડા પાછળનું કારણ ફરિયાદમાં એવું છે કે, 4 જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના શિહોર પાસેના ઘાંઘળી રોડ પર આવેલી ગોપાલ ફેક્ટરીમાં આવી રહેલા એક ટ્રકના ચેકિંગ માટે CGSTની ટીમના અધિકારી સુભાષ પાંડે અને અન્ય 2 ઓફિસરો વોચમાં હતા. ત્યારે ટ્રકને રોકતા ગોપાલ એલોઈસ ફેક્ટરીના સંચાલક કેતનભાઈ લાખાભાઈ બુધેલિયા, અલ્પેશભાઈ અને સંજયભાઈ આવીને CGST ટીમ સાથે ઘર્ષણ કરી અને માથાકૂટ કરીને ફરજમાં રૂકાવટ (Police complaint against managers of Gopal Allies) કરી હતી.

આ પણ વાંચો- Fight at Vadodara Police Station: વડોદરામાં ભાજપનાં મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, કોર્પોરેટરે કરી દાદાગીરી

રી રોલિંગ મિલ એસોસિએશનના પ્રમુખ સહિતના ઉદ્યોગકારો પહોંચ્યા CGSTની કચેરીએ

આ બનાવ બાદ આજ પોલીસ ફરિયાદમાં બીજા દિવસે જે ઘટના ઘટી ત્યારબાદ CGST સુપરિન્ટન્ડન્ટ મનોજકુમાર રમેશચંદ્ર ઓઝાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 5 જાન્યુઆરીએ રી રોલિંગ મિલ એસોસિયેશનના પ્રમુખ હરેશ ધાનાણી, ગોપાલ એલોઈઝ ફેક્ટરીના સંચાલક કેતન લાખાભાઈ બુધેલિયા, અલ્પેશભાઈ અને સંજયભાઈને લઈને ભાવનગરની સત્યનારાયણ રોડ પર આવેલી CGSTની કચેરીએ આવ્યા હતા.

CGSTની મીટિંગ દરમિયાન હોબાળો કર્યા હોવાનો આક્ષેપ

તે સમયે CGST કચેરીમાં જોઈન્ટ કમિશનર પ્રશાંત કુમારની સાથે વહીવટી મિટિંગ ચાલી રહી હતી. તે દરમિયાન કચેરીમાં ઘૂસીને ગોપાલ એલોઈઝ ફેકટરીના સંચાલકો જોરશોરથી બોલવા લાગ્યા હતા કે, ગઈ કાલે અમારી ફેક્ટરીએ કોઈ ઘટના ઘટી નથી. તમે અમારી સામે ખોટી ફરિયાદ કરવા માગો છો. તે ખોટું છે. જ્યારે વધુમાં બોલતા કહ્યું હતું કે, જે ટ્રક જામનગર જવાની હતી. તે જતી રહી છે અને હવે જો કંઈ કરશો તો જાનથી મારી નાખશું. તમારા માટે સારું નહીં રહે. આમ, ફરજમાં રુકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ મનોજ કુમાર રમેશચંદ્ર ઓઝા CGST સુપરિન્ટન્ડન્ટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં (Nilambagh Police Station) ગોપાલ એલોઇઝના સંચાલકો સામે (Police complaint against managers of Gopal Allies) નોંધાવી છે.

ઘટના અંગે રી રોલિંગ મિલન પ્રમુખના પુત્રએ શુ જણાવ્યું, જુઓ

આ સમગ્ર ઘટના વિશે રી રોલિંગ મિલ એસોસિયેશન પ્રમુખ હરેશભાઈના પુત્ર ધાર્મિકભાઈએ જણાવ્યું હતું કે, 4 જાન્યુઆરીએ બનાવને અંગે હરેશભાઈ અને અન્ય ઉદ્યોગકારો એસોસિયેશનના કમિટીના સભ્યો અને ગોપાલ એલોઈસ ફેક્ટરીના સંચાલકોને લઈને CGST કચેરીએ ગયા હતા. હરેશભાઈને CGST જોઈન્ટ કમિશનરે બનેલી ઘટના મુદ્દે ચર્ચા કરવા બોલાવ્યા હતા, પરંતુ જોઇન્ટ કમિશનર અને અન્ય અધિકારીઓએ હરેશભાઈ સહિત કમિટીના સભ્યોને બહાર મોકલીને ગોપાલ એલોઈઝ ફેક્ટરીના ત્રણેય સાથે મારઝૂડ કરતા હોવાનું માલુમ થતા કમિટીના સભ્યો રૂમમાં દોડી ગયા હતા, જેનો એક વિડીયો પણ વાયરલ (Video of CGST officials and industrialists quarreling goes viral) થયો છે. આ બનાવ માટે સમાધાન હેતુ બોલાવ્યા હતા અને વાતચીતથી પૂર્ણ કરવાનું હતું. હરેશભાઈએ સ્પષ્ટ અધિકારીને કહ્યું હતું કે, કાલની ઘટનામાં એ ગોપાલ એલોઈઝના સંચાલકો સાથે નથી પણ જો વાતચીતથી મામલો થાળે પડતો હોય તો તેમને કચેરીએ લઈ આવીને બેસીને વાત પૂર્ણ કરીએ, પરંતુ અધિકારીએ ઉગ્રતા દાખવી (Clashes between CGST officials and industrialists in Bhavnagar) અને ઘર્ષણ થયું હતું.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.