ETV Bharat / city

ભાવનગર પોલીસે દારૂ સાથે રુપિયા 7,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો

author img

By

Published : Apr 7, 2021, 7:29 PM IST

ભાવનગર શહેરમાં દારૂની હેરાફેરી કરતા લોકો સામે પોલીસ કડક કાર્યવાહીઓ કરી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ પૈકી એકને 635 બોટલ સાથે ઝડપી લીધો છે, બે શખ્સો ફરાર છે. આશરે 7,24,500ના મુદ્દામાલ સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

ભાવનગર પોલીસે દારૂ સાથે રુપિયા 7,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો
ભાવનગર પોલીસે દારૂ સાથે રુપિયા 7,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો

  • વિદ્યાનગર વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂ અને રૂપિયા 7,24,500નો દારૂ ઝડપાયો
  • પોલીસે મુદ્દામાલ સાથે એકને ઝડપ્યો, બે આરોપી ફરાર
  • ત્રણેય આરોપીઓ પાસેથી 635 બોટલ, બે કાર અને એક એક્ટિવા જપ્ત

ભાવનગરઃ શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન વિદ્યાનગર પાસે આવેલા ચિતરંજન ચોક પાસે અમુક ઈસમો ગાડીમાં દારૂની હેરફેર કરતા હોય તેવી બાતમીના આધારે રેડ કરતા બે અલગ-અલગ કારમાંથી ઈંગ્લીશ દારૂની હેરફેર કરતો એક ઈસમ ઝડપાયો હતો. તથા બે ઈસમો નાસી છૂટ્યા હતા. તેઓ પાસેથી બે કાર, એક્ટિવા તથા ઈંગ્લીશ દારૂની 635 નંગ બોટલ સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા.

ભાવનગર પોલીસે દારૂ સાથે રુપિયા 7,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો
ભાવનગર પોલીસે દારૂ સાથે રુપિયા 7,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો
આ પણ વાંચોઃ ખેડામાં કન્ટેનરમાં લઈ જવાતા વિદેશી દારૂ સહિત 59 લાખનો મુદ્દામાલ ઝડપાયો

ક્યાંથી ઝડપાયો દારૂ અને પોલીસની રેડ

ભાવનગરના નિલમબાગ પોલીસ તેના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચિતરંજન ચોક પાસે કેટલાક શખ્સો ગાડીમાં દારૂની હેરફેર કરતા હોવાની બાતમીના આધારે તે જગ્યાએ રેડ કરતા ત્રણ શખ્સો પાસેથી કુલ 635 નંગ બોટલ સાથે એક આરોપી ઝડપાયો હતો. બે આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જેમાં એક આરોપી પાસેથી દારૂની 80 નંગ બોટલો, રુપિયા 48,000, ઇન્ડીકા કાર નં. GJ-15-DD 9959, જેની કીંમત રૂપિયા 1,50,000 તે ઝડપાઇ હતી. તેનો આરોપી નાસી છૂટ્યો હતો. આરોપી નં.બે વિક્કી મકવાણા પાસેથી 144 નંગ બોટલની કિંમત રૂપિયા 43,200 તથા સ્વિફ્ટ કારની કિંમત રૂપિયા 4,50,000 સાથે ઈંગ્લીશ દારૂની હેરફેર કરતા પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે આરોપી નં.ત્રણ એક અજાણ્યા શખ્સ પાસેથી 11 બોટલની કિંમત રૂપિયા 3,300 તેમજ એક્ટિવાની કિંમત રૂપિયા 20,000 સાથે ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. રુપિયા 4500નો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ત્રણેય આરોપીમાંથી બે આરોપી નાસી છૂટ્યા હતા

ત્રણેય આરોપી પાસેથી કુલ 635 નંગ બોટલ તથા બે કાર સહિતનો કુલ 7,24,500નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ત્રણેય આરોપીમાંથી બે આરોપી નાસી છૂટ્યા હતા અને જ્યારે એક આરોપી વિક્કી ઝડપાયો હતો. નીલમબાગ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મોરબીમાં દુધની આડમાં દારૂની હેરાફેરી, 15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.