ETV Bharat / city

ભાવનગર: યાર્ડમાં હરરાજી શરૂ કરવા માસ્ટર પ્લાન બનાવ્યો, રજીસ્ટ્રેશન કરીને ખેડૂતને બોલાવશે યાર્ડ

author img

By

Published : Apr 15, 2020, 7:46 PM IST

bhavnagar
bhvngar

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હરરાજી શરુ કરવા માટે એક સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે માટે ખેડૂતોએ પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

ભાવનગર: શહેરનું યાર્ડ ડુંગળીની હરરાજીનું હબ છે પરંતુ કોરોના મહામારીમાં બંધના કારણે ડુંગળી ખેડૂતના ખેતરમાં રહી ગઈ છે. સરકારે નિર્દેશ કર્યા બાદ યાર્ડના તત્રએ હરરાજી માટે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં લઈ રજીસ્ટ્રેશન કરીને ખેડૂતને બોલાવવા પ્લાન બનાવ્યો છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડને શરૂ કરવા માટે બેઠક યોજવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં સરકારના નિર્દેશ બાદ યાર્ડમાં ડિસ્ટન્સ અને ભીડ ન થાય તેની તકેદારી રાખીને યાર્ડને શરૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ભાવનગર યાર્ડમાં ચેરમેન સેક્રેટરી અને વહીવટી તંત્રના અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજીને વ્યૂહરચના શરૂ કરવા માટે યોજવામાં આવી છે. ભાવનગર યાર્ડમાં સવારમાં શાકભાજીની પણ હરરાજી થાય છે અને બાદના 10 વાગ્યા પછી સવારમાં અન્ય હરરાજી માટે સમય મળે છે ત્યારે યાર્ડના તંત્રે હાલ સવારમાં ડુંગળી અને બપોર બાદ અનાજ કપાસ માટે હરરાજીનો સમય નિશ્ચિત કર્યો છે.

યાર્ડમાં સમયપત્રક હરરાજી માટે ગોઠવવામાં આવ્યું છે તેમ ખાસ બે વ્યક્તિ વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને ગોઠવાયું છે. સવારમાં ડુંગળી માટે અગાવ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને બાદમાં યાર્ડએ નિશ્ચિત કરેલા ખેડૂતને જ બોલાવવામાં આવશે તેવી રીતે અનાજ અને કપાસમાં પણ હરરાજી શરૂ કરીને યાર્ડની પુનઃ ધીમી ગતિએ કોરોનાને માત આપતા આપતા પ્રારંભ કરવા વ્યૂહરચના ઘડી લીધી છે જેનો પ્રારંભ 16 તારીખથી અમલમાં આવશે અને ખેડૂતને પણ ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.